૧ રાજા 16:9 - પવિત્ર બાઇબલ C.L.9 ઝિમ્રી નામનો તેનો એક અધિકારી જે તેના અડધા રથોનો ઉપરી હતો તેણે તેની સામે વિદ્રોહ કર્યો. એ દિવસે તિર્સામાં રાજમહેલના ઉપરી આઝાના ઘરમાં એલા પીને ચકચૂર થયેલો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેનો ચાકર ઝિમ્રી, જે તેના રથોના અર્ધા ભાગ પર નાયક હતો, તેણે એલાની વિરુદ્ધ બંડ કર્યું. હવે તે તિર્સામાં હતો, ને તિર્સામાંના તેના ઘરનો કારભારી આર્સા નામે એક જણ હતો; તેના ઘરમાં પીને રાજા ચકચૂર થયો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેના એક ચાકર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. હવે એલા તિર્સામાં હતો. તિર્સામાં તેના મહેલનો એક કારભારી આર્સાના ઘરે મદ્યપાન કરીને ચકચૂર થયો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તેના એક અમલદાર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. તિર્સાહમાં રાજાએ કેફી પીણું પીધું અને આર્સાના ઘરમાં ભાન ભૂલી ગયો. જે આર્સા તિર્સાહના મહેલમાં ઉપરી હતો. Faic an caibideil |
યોઆશ રાજાના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કર્યું, અને તેઓમાંથી બે જણે એટલે, શિમીથના પુત્ર યોઝાખારે અને શોમેરેના પુત્ર યહોઝાબાદે તેને સિલ્લા જવાને રસ્તે, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરી તે પર બાંધેલા ઘરમાં તેને મારી નાખ્યો. યોઆશને દાવિદ- નગરમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર અમાસ્યા રાજા બન્યો.
આમ, નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ રાજા સામે વિદ્રોહ કર્યો. યોરામ અને સર્વ ઇઝરાયલીઓ અરામના રાજા હઝાએલ સામે ગિલ્યાદના રામોથનું રક્ષણ કરતા હતા. યુદ્ધમાં ઘવાયો હોવાથી યોરામ તે વખતે યિઝએલમાં હતો. તેથી યેહૂએ પોતાના સાથી અધિકારીઓને કહ્યું, “તમે મને રાજા બનાવવા રાજી હો તો રામોથમાંથી છટકીને જઈને કોઈ યિઝએલના લોકોને ચેતવી ન દે તેની ખાતરી રાખો.”