Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 16:7 - પવિત્ર બાઇબલ C.L.

7 બાશાએ પ્રભુની વિરુદ્ધ કરેલાં પાપોને લીધે સંદેશવાહક યેહૂ દ્વારા બાશા અને તેના કુટુંબ વિરુદ્ધ પ્રભુનો એ સંદેશો આવ્યો હતો. તેણે યરોબામની જેમ મૂર્તિઓની પૂજા કરીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. વળી, તેણે યરોબામ રાજાના આખા કુટુંબનો સંહાર કર્યો તેથી તેના પર પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 વળી બાશાએ યહોવાની ર્દષ્ટિમાં જે બધી દુષ્ટતા કરી, ને યરોબામના કુટુંબના જેવો થઈને, પોતાના હાથોના કામથી યહોવાને રોષ ચઢાવ્યો તેને લીધે, તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ યહોવાનું વચન હનાનીના દીકરા યેહૂ પ્રબોધક મારફતે [ઉપર પ્રમાણે] આવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 બાશા અને તેના કુટુંબની વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક દ્વારા યહોવાહનું વચન આવ્યું. ત્યાર બાદ બાશાએ અને તેના કુટુંબે યહોવાહની દ્રષ્ટિમાં જે સઘળો દુરાચાર કર્યો અને યરોબામના કુટુંબના જેવા થઈને પોતાના હાથોના કામથી તેમને રોષ ચઢાવ્યો તેને લીધે તે યરોબામના કુટુંબની જેમ તેઓનો પણ નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક, યહોવા તરફથી બાઅશા અને તેના કુટુંબ માંટે એક સંદેશો લાવ્યો. એનું કારણ એ કે, બાઅશાએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરીને યહોવાનો રોષ વહોરી લીધો હતો; તેણે યરોબઆમના કુટુંબના જેવું આચરણ કર્યું હતું, તેથી યહોવા તેના કુળનો પણ નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 16:7
15 Iomraidhean Croise  

પ્રભુ ઇઝરાયલ પર જે રાજા બનાવશે તે યરોબામના રાજવંશનો સત્વરે ઉચ્છેદ કરશે.


યહૂદિયાના રાજા આસાના અમલના છવ્વીસમા વર્ષમાં બાશાનો પુત્ર એલા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે તિર્સામાં બે વર્ષ રાજ કર્યું.


ઇઝરાયલ અને યહૂદિયાને ચેતવણી આપવા માટે પ્રભુએ પોતાના સેવકો અને સંદેશવાહકોને મોકલ્યા હતા: “તમારા દુષ્ટ માર્ગો છોડી દો અને તમારા પૂર્વજોને ફરમાવેલ અને મારા સેવકો એટલે સંદેશવાહકો મારફતે તમારી પાસે મોકલેલ નિયમશાસ્ત્રમાંની મારી આજ્ઞાઓ અને ફરમાનો પાળો.”


એ સમયે સંદેશવાહક હનાનીએ આસા રાજા પાસે જઈને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખવાને બદલે તમે અરામના રાજા પર આધાર રાખ્યો છે.


પરંતુ અન્ય પ્રજાઓની દેવમૂર્તિઓ તો સોનારૂપાની જ છે, અને તે માણસોના હાથે ઘડાયેલી છે.


તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;


તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને તેઓ પોતાને હાથે જ બનાવેલી મૂર્તિઓનું ભજન કરે છે.


પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ ‘યિઝ્રએલ’ પાડ; કારણ, યેહૂએ યિઝ્રએલમાં ખૂનરેજી ચલાવી હતી અને તેથી થોડા જ સમયમાં તેનો બદલો હું તેના વંશજો પર વાળીશ અને યેહૂના રાજવંશનો અંત આણીશ.


ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan