Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 16:18 - પવિત્ર બાઇબલ C.L.

18 જ્યારે ઝિમ્રીએ જોયું કે નગરનું પતન થયું છે ત્યારે તે રાજમહેલના અંદરના કિલ્લામાં પેસી ગયો અને રાજમહેલને આગ લગાડીને તેમાં બળી મૂઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને ઝિમ્રીએ જોયું કે નગર સર કરવામાં આવ્યું છે, ત્યારે એમ થયું કે રાજાના મહેલના કિલ્લામાં તે ભરાઈ ગયો, ને મહેલને આગથી સળગાવી મૂકીને પોતે અંદર બળી મૂઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જયારે ઝિમ્રીને ખબર પડી કે નગરને જીતી લેવામાં આવ્યું છે ત્યારે તેણે રાજમહેલના કિલ્લામાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે પોતે પણ બળીને મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જયારે ઝિમ્રીએ જોયું કે શહેર દુશ્મનને હાથ ગયું છે, એટલે તેણે રાજમહેલમાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે મરી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 16:18
8 Iomraidhean Croise  

અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


ઓમ્રી અને તેનાં દળોએ ગિબ્બેથોનને પડતું મૂકી તિર્સા જઈને તેને ઘેરો ઘાલ્યો.


પક્હ્યાના લશ્કરી અધિકારી એટલે રમાલ્યાના પુત્ર પેક્હે તેની સામે વિદ્રોહ કર્યો. તેણે ગિલ્યાદમાં પચાસ માણસોને પોતાની સાથે રાખીને સમરૂનના રાજમહેલમાં આર્ગોબ અને આર્યેહ સહિત પક્હ્યાને મારી નાખ્યો, અને તેના પછી રાજા બન્યો.


યેહૂ દરવાજામાં પ્રવેશ્યો એટલે તે બોલી ઊઠી, “ઓ ઝિમ્રી, તારા રાજાનો ખૂની! તું શાંતિના ઇરાદે આવ્યો છે?”


યહૂદાએ મંદિરમાં જ પૈસા ફેંકી દીધા અને ત્યાંથી નીકળી જઈને ફાંસો ખાઈને આપઘાત કર્યો.


તરત જ તેણે પોતાના શસ્ત્રવાહકને બોલાવીને કહ્યું, “તારી તલવાર તાણીને મને મારી નાખ. મને એક સ્ત્રીએ મારી નાખ્યો એવું કહેવાય તેમ હું ઇચ્છતો નથી.” તેથી પેલો શસ્ત્રવાહક તેના પર તૂટી પડયો અને તે મરી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan