Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 15:5 - પવિત્ર બાઇબલ C.L.

5 એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે દાઉદે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, ને ઊરિયા હિત્તીની બાબત સિવાય જે કંઈ આજ્ઞા યહોવાએ તેને તેના આયુષ્યના સર્વ દિવસોમાં આપી તેમાંથી તે આડોઅવળો ફર્યો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે ફક્ત ઉરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાહની દ્રષ્ટિમાં જે યોગ્ય હતું તે જ કર્યું અને જીવનપર્યત ઈશ્વરે તેને જે જે આજ્ઞાઓ આપી તેમાંથી આડોઅવળો ગયો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ફકત ઊરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાને જે ન્યાયી લાગ્યું તે પ્રમાંણે જ કર્યું અને જીવનપર્યત સંપૂર્ણ પણે દેવને આજ્ઞાંકિત રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 15:5
17 Iomraidhean Croise  

દાવિદના વંશજો પાસેથી રાજ્યના ભાગલા પાડીને તેમાંથી કેટલુંક મેં તને આપ્યું. પણ મારો સેવક દાવિદ જે મને પૂરી નિષ્ઠાથી અનુસરતો હતો અને મારી દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કરતો હતો, તેના જેવો તું બન્યો નથી.


તેણે પણ તેના પિતાના જેવાં જ પાપકર્મો કર્યાં અને તેના પિતામહ દાવિદની જેમ તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ રીતે નિષ્ઠાવાન નહોતો.


શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો.


જો તું તારા પિતા દાવિદની જેમ દયની પ્રામાણિક્તાથી અને નેકીથી મારા નિયમો પાળીશ અને મારાં ફરમાનો પ્રમાણે વર્તીશ,


યોશિયાએ પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાને સન્માર્ગે અનુસર્યો અને તેમાંથી આડોઅવળો ક્યાંયે ફંટાયો નહિ.


તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. ઈશ્વરના સઘળા નિયમો પાળીને તે તેના પૂર્વજ દાવિદને પગલે ચાલ્યો અને એના માર્ગને દૃઢતાપૂર્વક વળગી રહ્યો.


તમે પોતે જ મારા શિક્ષક છો, તેથી મેં તમારાં ધારાધોરણોનો ત્યાગ કર્યો નથી.


જો હું તમારી સર્વ આજ્ઞાઓ ધ્યાનમાં રાખું તો હું કદી લજ્જિત થઈશ નહિ.


હે ઈશ્વર તમારા પ્રેમને લીધે મારા પ્રત્યે દયા દર્શાવો. તમારી અસીમ રહેમ અનુસાર મારા અપરાધોને ભૂંસી નાખો.


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


તેને પદભ્રષ્ટ કર્યા પછી ઈશ્વરે દાવિદને તેમનો રાજા બનાવ્યો. ઈશ્વરે તેના સંબંધી આવું કહ્યું: ‘યિશાઈનો પુત્ર દાવિદ મને મળ્યો છે, અને તે મારો મનપસંદ એટલે, મારી ઇચ્છા પ્રમાણે વર્તનાર માણસ છે.’


“પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


પોતે પોતાના ઇઝરાયલી લોકો કરતાં મહાન છે એવો ગર્વ તેને ન થાય અને પ્રભુની કોઈ આજ્ઞાનો લેશમાત્ર ભંગ ન કરે. ત્યારે તો તે અને તેના વંશજો ઇઝરાયલમાં લાંબો સમય રાજ્ય કરશે.


મારો કંઈ અપરાધ હોય તો મને ક્ષમા કરો. પ્રભુ તમારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરશે. કારણ, તમે તેમની લડાઈઓ લડો છો અને તમે જીવનપર્યંત કંઈ ખોટું કરશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan