Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 15:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેણે વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ આપતાં સર્વ સ્ત્રી પુરુષોની દેશમાંથી હકાલપટ્ટી કરી અને તેના પુરોગામીઓએ બનાવેલી બધી મૂર્તિઓ કાઢી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેણે દેશમાંથી સજાતીય સબંધો રાખનારા સર્વને કાઢી મૂક્યા, ને તેના પિતૃઓએ કરેલી મૂર્તિઓને દૂર કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેણે સજાતીય સંબંધો રાખનારાઓને દેશમાંથી કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેણે દેવદાસીઓ જે પ્રદેશનાં બીજા દેવોની સેવા કરતી હતી, તેને હાંકી કાઢી અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 15:12
14 Iomraidhean Croise  

તેણે પણ તેના પિતાના જેવાં જ પાપકર્મો કર્યાં અને તેના પિતામહ દાવિદની જેમ તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ રીતે નિષ્ઠાવાન નહોતો.


ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતાં મેળવતાં આગળ વધી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની આગળથી હાંકી કાઢેલી અમોરી પ્રજાની જેમ તેણે મૂર્તિપૂજા કરીને અત્યંત શરમજનક પાપો આચર્યાં છે.)


વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસો અને દેવદાસીઓ તરીકે કામ કરતાં સ્ત્રી-પુરુષો,જેઓ તેના પિતા આસાના વખતથી બાકી રહી ગયાં હતાં તે બધાંને તેણે દેશમાંથી હાંકી કાઢયાં.


અદોમ દેશનો કોઈ રાજા નહોતો; યહૂદિયાના રાજાએ નીમેલો સૂબો તેના પર શાસન ચલાવતો હતો.


તેણે પ્રભુના મંદિરમાં પુરુષ અને સ્ત્રી વેશ્યાઓના નિવાસખંડ તોડી નાખ્યા. (ત્યાં જ સ્ત્રીઓ અશેરાની પૂજામાં વપરાતા ઝભ્ભા વણતી હતી.)


“કોઈપણ ઇઝરાયલી સ્ત્રી કે પુરુષે વિધર્મી મંદિરમાં વેશ્યા બનવું નહિ.


તમારા પૂર્વજો પાસેથી ઊતરી આવેલી નિરર્થક પ્રણાલિકાઓમાંથી તમને મુક્ત કરવા માટે ચૂકવવામાં આવેલી કિંમતની તો તમને ખબર છે.


એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan