Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 15:11 - પવિત્ર બાઇબલ C.L.

11 આસાએ તેના પૂર્વજ દાવિદની જેમ પ્રભુને પસંદ પડે તેવાં કામો જ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જેમ તેના પિતૃ દાઉદે કર્યું હતું તેમ આસાએ યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જેમ તેના પિતા દાઉદે કર્યું તેમ આસાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેના પિતૃ દાઉદની જેમ યહોવાને જે ન્યાયી લાગ્યું તેમ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 15:11
15 Iomraidhean Croise  

તેણે વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ આપતાં સર્વ સ્ત્રી પુરુષોની દેશમાંથી હકાલપટ્ટી કરી અને તેના પુરોગામીઓએ બનાવેલી બધી મૂર્તિઓ કાઢી નાખી.


તેણે પણ તેના પિતાના જેવાં જ પાપકર્મો કર્યાં અને તેના પિતામહ દાવિદની જેમ તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ રીતે નિષ્ઠાવાન નહોતો.


પોતાના પિતા આસાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિમાં જે યોગ્ય હતું તે કર્યું; પણ ભક્તિનાં વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલું રાખ્યું હતું.


શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો.


છતાં પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરાયો નહિ, અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું.


તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. છતાં તે પોતાના પૂર્વજ દાવિદ રાજા જેવો નહોતો; એને બદલે, તે તેના પિતા યોઆશની જેમ વર્ત્યો.


પોતાના પિતાના નમૂનાને અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું.


પોતાના પૂર્વજ દાવિદનો નમૂનો અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું.


યોશિયાએ પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાને સન્માર્ગે અનુસર્યો અને તેમાંથી આડોઅવળો ક્યાંયે ફંટાયો નહિ.


અબિયા રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેનો પુત્ર આસા તેના પછી રાજા થયો, અને આસાના રાજ્ય અમલમાં દેશે દશ વર્ષ શાંતિ ભોગવી.


આસાએ તેના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, માત્ર તમે જ બળવાન સામે નિર્બળને સહાય કરનાર છો. તેથી હે યાહવે, અમારા ઈશ્વર, હવે અમારી સહાય કરો. કારણ, અમે તમારા પર આધાર રાખીએ છીએ, અને અમે તમારે નામે આ મોટા સૈન્ય સામે લડવા આવ્યા છીએ. પ્રભુ, તમે અમારા ઈશ્વર છો; તમારી સામે કોઈ પ્રબળ થઈ શકે નહિ.”


આસાએ તેના ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં જે સારું અને સાચું છે તે કર્યું.


જો કે આસાએ દેશમાં પૂજાનાં તમામ ઉચ્ચસ્થાનો દૂર કર્યાં નહોતાં, પણ જીવનભર તેણે પ્રભુ પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવી.


તેના પિતા આસાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan