Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:34 - પવિત્ર બાઇબલ C.L.

34 તેના આ પાપને લીધે તેનો નાશ થયો અને પૃથ્વીના પટ પરથી તેના રાજવંશનો પણ પૂરો નાશ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને એ વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ટ પરથી તેનો નાશ કરવા માટે તેને પાપરૂપ થઈ પડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 અને તે વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ઠ પરથી તેનો નાશ કરવા સારુ તેને પાપરૂપ થઈ પડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તેથી કરીને યરોબઆમે પોતાના આખા વંશને પાપમાં નાખ્યો અને તેમનું ભૂમિમાંથી સંપૂર્ણપણે ભૂંસાઇ જવું નિશ્ચિત કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:34
17 Iomraidhean Croise  

તેણે મનમાં કહ્યું, “અત્યારે જેમ છે તેમ જો લોકો યરુશાલેમ જશે અને ત્યાં મંદિરમાં પ્રભુને બલિદાનો ચઢાવશે તો તેમની નિષ્ઠા યહૂદિયાના રાજા રહાબામ તરફની થઈ જશે અને તેઓ મને મારી નાખશે. એ રીતે દાવિદના વંશજોને આખું રાજ્ય પાછું મળશે.”


એમ લોકો બેથેલ અને દાનમાં ભક્તિ કરવા જઈ પાપમાં પડયા.


એ વખતે યરોબામનો પુત્ર અબિયા બીમાર પડયો.


એને લીધે હે યરોબામ, હું તારા રાજવંશ પર આફત ઉતારીશ અને ઇઝરાયલમાંથી તારા વંશના નાનામોટા સર્વ પુરુષોનો હું સંહાર કરીશ જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું તારા રાજકુળને સફાચટ કરી નાખીશ.


હે યરોબામ, તારા કુટુંબમાંથી જે કોઈ નગરમાં મરી જશે તેને કૂતરાં ખાઈ જશે, અને જે કોઈ વગડામાં મરી જશે તેને ગીધ ચૂંથી ખાશે. હું પ્રભુ એ બોલ્યો છું.”


યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.”


જા, જઈને યરોબામને જણાવ કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તેને આમ કહે છે: ‘મેં તને લોકોમાંથી પસંદ કરી મારા ઇઝરાયલી લોકનો શાસક બનાવ્યો.


યહૂદિયાના રાજા આસાના અમલના બીજા વર્ષમાં યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે બે વર્ષ રાજ કર્યું.


તેના પિતાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું.


તારું કુટુંબ નબાટના પુત્ર યરોબામના કુટુંબ જેવું અને અહિયાના પુત્ર બાશા રાજાના કુટુંબ જેવું બની જશે; કારણ, તેં ઇઝરાયલને પાપમાં પાડી મારો કોપ સળગાવ્યો છે.’


છતાં તે ઇઝરાયલીઓને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના પાપાચારને અનુસર્યો; યરોબામે બેથેલ અને દાનમાં સ્થાપેલા સોનાના વાછરડાની પૂજા તેણે ચાલુ રહેવા દીધી.


પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું પોતાના હૃદયની પૂરી નિષ્ઠાથી પાલન કર્યું નહિ; એને બદલે, તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર યરોબામના પાપાચારનું અનુસરણ કરવાનું જારી રાખ્યું.


પ્રભુએ દાવિદના રાજવંશ હસ્તકથી રાજ્યનું વિભાજન કરીને ઇઝરાયલને જુદું પાડયું, અને ઇઝરાયલીઓએ નબાટના પુત્ર યરોબામને પોતાનો રાજા બનાવ્યો. યરોબામે તેમની પાસે પ્રભુનો ત્યાગ કરાવ્યો અને તેમને ભયંકર પાપમાં પાડયા.


નેકી નિર્દોષ માણસોનું રક્ષણ કરે છે, પણ દુષ્ટતા પાપીઓનો નાશ કરે છે.


તેથી પ્રભુ તારે વિષે આ પ્રમાણે કહે છે. હું તને પૃથ્વીના પડ પરથી ફેંકી દઈશ. તેં લોકોને પ્રભુની વિરુદ્ધ બંડ કરવા માટે ઉશ્કેર્યા છે. તેથી તું આ વર્ષે જ મૃત્યુ પામશે.”


ઇઝરાયલના લોકોનાં મૂર્તિપૂજાનાં તમામ ભૂંડા ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને હાંક મારશે, “અમને સંતાડો!” અને ટેકરીઓને વિનવશે, “અમને ઢાંકી દો!”


Lean sinn:

Sanasan


Sanasan