Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પછી બેથેલના વૃદ્ધ સંદેશવાહકે તેને કહ્યું, “હું પણ તમારા જેવો સંદેશવાહક છું, અને પ્રભુની આજ્ઞાથી તમને મારે ઘેર લઈ આવવા અને તમારું સ્વાગત કરવા દૂતે મને જણાવ્યું છે.” પણ વૃદ્ધ સંદેશવાહક જૂઠું બોલતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પછી પેલા વૃદ્ધ પ્રબોધકે એને કહ્યું, ”હું પણ તમારી માફક પ્રબોધક છું; અને યહોવાના કહેવાથી એક દૂતે મને કહ્યું, ‘એને તારી સાથે તારે ઘેર પાછો તેડી લાવ, કે તે રોટલી ખાય ને પાણી પીએ.’” [પણ] તે એને જૂઠું કહેતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેથી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “હું પણ તારા જેવો પ્રબોધક છું અને આજે યહોવાહનો વચન આપતા એક દૂતે મને કહ્યું છે કે, ‘તેને તારી સાથે તારા ઘરમાં લઈ આવ, કે જેથી તે ખાય અને પાણી પીવે.’ પણ ખરેખર તો તે વૃદ્વ પ્રબોધક તેને જૂઠું કહેતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 વૃદ્વ પ્રબોધકે કહ્યું, “હું પણ તમાંરા જેવો પ્રબોધક છું;” અને આજે મને એક દેવદૂતે યહોવાનો સંદેશો આપતા કહ્યું છે કે, “માંરે તને ખોરાક અને પાણી માંટે માંરી સાથે ઘેર લઈ જવો.” હકીકતમાં વૃદ્વ પ્રબોધક તેની આગળ જૂઠ્ઠું બોલતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:18
36 Iomraidhean Croise  

યાકોબે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”


પ્રભુ પરમેશ્વરે સ્ત્રીને પૂછયું, “તેં શા માટે એવું કર્યું?” સ્ત્રીએ કહ્યું, “સાપે મને ભરમાવી અને મેં તે ખાધું.”


તેથી યહૂદિયાનો ઈશ્વરભક્ત વૃદ્ધ સંદેશવાહક સાથે તેને ઘેર ગયો અને તેની સાથે ત્યાં જમ્યો.


પ્રભુની આજ્ઞાથી સંદેશવાહકોના જૂથના એક સભ્યે તેના સાથી સંદેશવાહકને તેને મારવા આજ્ઞા કરી, પણ તેણે ના પાડી.


પ્રભુએ પૂછયું, ‘કેવી રીતે?’ આત્માએ જવાબ આપ્યો, ‘હું જઈને આહાબના બધા સંદેશવાહકોને જૂઠું બોલતા કરી દઈશ.’ પ્રભુએ કહ્યું, ‘જા, તેને જઈને છેતર. તું સફળ થઈશ.”


સત્યભાષી હોઠની સત્યતા શાશ્વત છે, પણ જૂઠાબોલી જીભનું જૂઠ પલકભર ટકે છે.


પ્રભુ જૂઠું બોલનારને ધિક્કારે છે, પણ તે સત્યભાષકોથી પ્રસન્‍ન થાય છે.


ખોટો આરોપ ચડાવનાર દંડાય છે, અને જૂઠાણું ઉચ્ચારનાર છટકી શક્તો નથી.


શું તું એમ માને છે કે તારા દેશનો નાશ કરવા મેં પ્રભુની મદદ વિના તારા પર ચડાઈ કરી છે. પ્રભુએ પોતે મને આ દેશ પર ચડાઈ કરી તેનો નાશ કરવા કહ્યું છે.”


લોકોના આગેવાનો અને પ્રતિષ્ઠિત માણસો માથું છે અને જૂઠું શિક્ષણ આપનાર સંદેશવાહક પૂંછડી છે.


પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.


મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’


પોતાનાં ખોટાં સ્વપ્નો પ્રગટ કરનાર તથા જૂઠાણાં અને બડાઇ હાંકી મારા લોકને ગેરમાર્ગે દોરનાર સંદેશવાહકોની વિરુદ્ધ પણ હું છું. મેં તેમને કદીયે મોકલ્યા નથી કે તેમને નીમ્યા નથી. તેઓ આ લોકોને કોઈ રીતે લાભદાયી નથી. હું પ્રભુ પોતે આ કહું છું.”


તેથી હું પ્રભુ તેને વિષે આ પ્રમાણે કહું છું: હું શમાયાને અને તેનાં સંતાનોને સજા કરીશ. તેના વંશમાં કોઈ વ્યક્તિ આ પ્રજામાં બચશે નહિ અને હું મારા લોકને જે સુખશાંતિના દિવસો આપીશ તે જોવા તે જીવતો રહેશે નહિ; કારણ, તેણે મારા લોકને મારી વિરુદ્ધ બંડ કરવા ઉશ્કેર્યા છે. હું પ્રભુ આ બોલું છું.”


પ્રભુના લોકો પ્રભુ વિષે જૂઠું બોલ્યા છે કે, “ઈશ્વર ખરેખર કંઈ કરવાના નથી. આપણા પર આફત આવવાની નથી.


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


જે લોકોને હું દુ:ખી કરવા માંગતો નથી એવા નેક માણસોનાં મન તમે તમારાં જૂઠાણાથી દુભાવ્યાં છે. દુષ્ટો પોતાના દુરાચરણથી પાછા ફરીને બચી ન જાય તે માટે તમે તેમના દુરાચારને પ્રોત્સાહન આપો છો.


તેથી પ્રભુ પરમેશ્વર તેમને આમ કહે છે: “તમે જૂઠી વાતો કહો છો અને જૂઠાં દર્શનો જુઓ છો, તેથી હું પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ છું.


પણ પ્રભુના દૂતે બલામને કહ્યું, “તું આ માણસોની સાથે જા. પણ હું તને જે કહું તે જ તારે તેમને કહેવું.” તેથી બલામ બાલાકના માણસો સાથે ગયો.


કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો આવશે. શકાય હોય તો ઈશ્વરના પસંદ કરેલા લોકને પણ છેતરવાને માટે તેઓ મહાન ચિહ્નો અને અદ્‌ભૂત કાર્યો કરી બતાવશે.


જુઠ્ઠા સંદેશવાહકોથી સાવધ રહો. બહારથી તો તેઓ ઘેટા જેવો દેખાવ કરીને આવે છે, પણ અંદરથી તેઓ ફાડી ખાનાર વરૂના જેવા હોય છે.


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


જેમ સાપના ચાલાકીભર્યા જૂઠાણાથી હવા છેતરાઈ ગઈ, તેમ તમારું મન દુષિત થઈ જાય અને તમે ખ્રિસ્ત પ્રત્યેની અનન્ય અને નિખાલસ નિષ્ઠા તજી દો એવી મને બીક લાગે છે.


પણ જો અમે અથવા સ્વર્ગમાંથી આવેલો કોઈ દૂત પણ અમે સંભળાવેલા શુભસંદેશ કરતાં અલગ શુભસંદેશ તમને સંભળાવે, તો તેના પર શાપ ઊતરો.


પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને દુષ્ટાત્માઓના શિક્ષણને અનુસરશે.


આ શિક્ષણ જૂઠા માણસોની છેતરપિંડીથી ફેલાય છે. લોખંડના ગરમ સળિયાથી ડામ દેવામાં આવ્યો હોય તેમ તેમની પ્રેરકબુદ્ધિ મરેલી છે.


ભૂતકાળમાં લોકો મયે જૂઠા સંદેશવાહકો ઊભા થયા હતા, અને તમારી મયે પણ તે જ પ્રમાણે જૂઠા શિક્ષકો ઊભા થશે. તેઓ વિનાશકારક જૂઠા સિદ્ધાંતો શીખવશે, તેમનો ઉદ્ધાર કરનાર પ્રભુનો નકાર કરશે


મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “તું વંધ્યા છે અને તને સંતાન થતાં નથી; પણ થોડા જ સમયમાં તું ગર્ભવતી થશે અને તને પુત્ર જનમશે.


Lean sinn:

Sanasan


Sanasan