Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:26 - પવિત્ર બાઇબલ C.L.

26-27 તેણે મનમાં કહ્યું, “અત્યારે જેમ છે તેમ જો લોકો યરુશાલેમ જશે અને ત્યાં મંદિરમાં પ્રભુને બલિદાનો ચઢાવશે તો તેમની નિષ્ઠા યહૂદિયાના રાજા રહાબામ તરફની થઈ જશે અને તેઓ મને મારી નાખશે. એ રીતે દાવિદના વંશજોને આખું રાજ્ય પાછું મળશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને યરોબામે પોતાના મનમાં ધાર્યું, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 યરોબામે પોતાના મનમાં વિચાર કર્યો, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 યરોબઆમે વિચાર કર્યો, “આજે સ્થિતી એવી છે કે, માંરા રાજયના લોકો પાછા દાઉદના રાજવંશને સ્વીકારશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:26
17 Iomraidhean Croise  

જો તું મારી બધી આજ્ઞાઓ પ્રમાણે વર્તીશ, મારી ઇચ્છાને અનુસરીશ, મારી દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કરીશ અને મારા નિયમો અને ફરમાનોનું પાલન કરીશ તો જેમ મેં દાવિદના હક્કમાં કર્યું છે તેમ તારા વંશજો કાયમને માટે રાજ કરે એવું હું થવા દઈશ.


ઇઝરાયલના રાજા યરોબામે એફ્રાઈમના પહાડીપ્રદેશના નગર શખેમને કિલ્લેબંધીવાળું બનાવ્યું અને ત્યાં થોડો સમય રહ્યો. પછી ત્યાંથી તે જતો રહ્યો અને પનૂએલ નગરને કિલ્લો બંધાવ્યો.


ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયાની અવરજવર બંધ કરી દેવા રામા નગરને કિલ્લેબંધીવાળું કરવા માંડયું.


તેણે પ્રભુની નજરમાં ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર તેના પુરોગામી રાજા, એટલે નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું અને એ પાપનો ત્યાગ કર્યો નહિ.


બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.”


મૂર્ખ પોતાના મનમાં વિચારે છે: “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે અધમ કૃત્યો કર્યાં છે, અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી.


એક એવો માર્ગ છે જે માણસને સીધો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે.


ઇઝરાયલનું પાટનગર સમરૂન છે અને પેકા સમરૂનનો રાજા છે. “તમે વિશ્વાસમાં અડગ રહેશો નહિ, તો તમે ટકી શકશો નહિ.”


એ જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ પોતાના મનમાં વિચાર્યું, “જો આ માણસ ઈશ્વરનો ખરેખરો સંદેશવાહક હોત તો તેમને સ્પર્શ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું દુષ્ટ જીવન ગુજારે છે તેની તેમને ખબર પડી ગઈ હોત.”


ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જોયું ને, આપણું તો કંઈ ચાલતું નથી. જુઓ, આખી દુનિયા તેની પાછળ જાય છે!”


દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.”


Lean sinn:

Sanasan


Sanasan