Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:22 - પવિત્ર બાઇબલ C.L.

22-23 પણ ઈશ્વરે પોતાના સંદેશવાહક શમાયાને બિન્યામીનનાં કુળોના સર્વ લોકોને આ પ્રમાણેનો સંદેશો આપવા જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ ઈશ્વરની વાણી ઈશ્વર ભક્ત શમાયા પાસે આ પ્રમાણે આવી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયા પાસે આ પ્રમાણે આવ્યું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પણ ઇશ્વર ભકત શમાંયાને દેવની વાણી સંભળાઈ કે,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:22
17 Iomraidhean Croise  

પ્રભુ તરફથી સંદેશ મળતાં યહૂદિયામાંથી એક ઈશ્વરભક્ત બેથેલ ગયો ને યરોબામ બલિનું દહન કરવા વેદી આગળ ઊભો હતો ત્યાં પહોંચી ગયો.


એ વખતે બેથેલમાં એક વૃદ્ધ સંદેશવાહક રહેતો હતો. તેના પુત્રોએ આવીને યહૂદિયાના ઈશ્વરભક્તે બેથેલમાં તે દિવસે જે કર્યું અને તેણે યરોબામને જે કહ્યું હતું તે તેને જણાવ્યું.


વિધવાએ એલિયાને કહ્યું, “ઓ ઈશ્વરભક્ત, તમે મને આમ કેમ કર્યું? તમે અહીં ઈશ્વરને મારાં પાપની યાદ દેવડાવવા અને મારા પુત્રનું મરણ નિપજાવવા આવ્યા હતા?”


તેણે કહ્યું, “હવે હું જાણું છું કે તમે ઈશ્વરભક્ત છો અને પ્રભુ સાચે જ તમારી મારફતે બોલે છે.”


એલિશાએ તેને કહ્યું, “આવતે વર્ષે આ સમયે તારી ગોદમાં પુત્ર હશે.” તે બોલી ઊઠી, “ગુરુજી, કૃપા કરી મને જૂઠું ન કહેશો. તમે તો ઈશ્વરભક્ત છો!”


પછી તેણે પોતાના પતિને બોલાવીને તેને કહ્યું, “એક નોકરને ગધેડા સાથે મોકલો; જેથી હું ઈશ્વરભક્ત એલિશા પાસે જઈને સત્વરે પાછી ફરી શકું.”


એમ તે ઊપડી અને ઈશ્વરભક્ત એલિશા જ્યાં રહેતો હતો ત્યાં ર્કામેલ પર્વત પર ગઈ. હજુ તે દૂર હતી ત્યાંથી એલિશાએ પેલી શૂનેમની સ્ત્રીને આવતી જોઈને પોતાના સેવક ગેહઝીને કહ્યું, “જો, શૂનેમની પેલી સ્ત્રી આવી રહી છે!


પણ તે ઈશ્વરભક્ત એલિશા પાસે આવી એટલે તેની આગળ નમી પડીને તેના પગ પકડયા. ગેહઝી તેને હટાવી દેવા જતો હતો, પણ એલિશાએ તેને કહ્યું, “તેને રહેવા દે. તે કેવા ભારે દુ:ખમાં ડૂબી ગઈ છે તે તું જોતો નથી? વળી, પ્રભુએ પણ તે વિષે મને કંઈ કહ્યું નથી.”


તેણે ઈશ્વરભક્ત એલિશા પાસે જઈને તેને જાણ કરી. તેણે તેને કહ્યું, જા, ઓલિવ તેલ વેચી દે અને તારું સઘળું દેવું ચૂકવી દે; એ પછી પણ તારા અને તારા પુત્રોના ગુજરાન માટે પૂરતા પૈસા વયા હશે.”


ઈશ્વરભક્ત એલિશાએ એ વિષે સાંભળીને રાજાને સંદેશો મોકલ્યો: “તમે શા માટે દુ:ખી થઈ ગયા છો? એ માણસને મારી પાસે મોકલો એટલે તેને ખબર પડશે કે ઇઝરાયલમાં સંદેશવાહક છે!”


પણ પ્રભુએ શમાયા સંદેશવાહક દ્વારા રહાબામ રાજા અને યહૂદા તથા બિન્યામીનના કુળના સર્વ લોકોને આ સંદેશો મોકલ્યો:


રહાબામનાં પહેલેથી છેલ્લે સુધીનાં કાર્યો અને તેના કુટુંબની વિગતો સંદેશવાહક શમાયાના ઇતિહાસમાં અને દષ્ટા ઇદ્દોના ઇતિહાસમાં આપેલાં છે. રહાબામ અને યરોબામ વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હતો.


ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો.


ઈશ્વરભક્ત મોશેએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલી લોકોને જે આશીર્વાદો આપ્યા તે આ પ્રમાણે છે:


પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.


Lean sinn:

Sanasan


Sanasan