Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:16 - પવિત્ર બાઇબલ C.L.

16 લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળશે નહિ. ત્યારે તેમણે પોકાર કર્યો, “યિશાઈના પુત્ર દાવિદ અને તેના કુટુંબ સાથે અમારે શો સંબંધ છે? અમારે તેની સાથે શી લેવાદેવા છે? ઇઝરાયલના માણસો, ચાલો, પોતપોતાને ઘેર જઈએ. રહાબામ પોતાનું ફોડી લેશે.” આમ, સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જ્યારે સર્વ ઇઝરયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? તેમ જ યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી; હે ઇઝરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે, હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલ પોતપોતાના તંબુએ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જયારે સર્વ ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને જવાબ આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી! ઓ ઇઝરાયલ, તમે તમારા તંબુમાં પાછા જાઓ. હવે હે દાઉદ તું તારું ઘર સંભાળી લે.” તેથી ઇઝરાયલ લોકો પોતપોતાના તંબુએ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જયારે લોકોએ જોયું કે રાજા આપણી વાત સાંભળતો નથી, ત્યારે તેઓએ જવાબ આપ્યો, “દાઉદ સાથે અમાંરે શું સામ્ય છે? યશાઇના પુત્ર સાથે અમાંરે શું લેવા દેવા છે? ઓ ઇસ્રાએલીઓ, સૌ પોતપોતાને ઘેર પાછા જાઓ; દાઉદ, હવેથી તું તારું ઘર સંભાળ.” આમ, બધાં ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:16
32 Iomraidhean Croise  

એક સંદેશકે દાવિદને અહેવાલ આપ્યો. “ઇઝરાયલી લોકોના હૃદયનું વલણ આબ્શાલોમ તરફનું થયું છે.”


અને દાવિદે અબિશાય અને તેના સર્વ અધિકારીઓને કહ્યું, “મારો પોતાનો પુત્ર મને મારી નાખવાનો પ્રયાસ કરે છે, તો પછી આ એક બિન્યામીની માણસ એવું કરે એમાં શી નવાઈ? પ્રભુએ તેને શાપ દેવાનું કહ્યું છે, માટે એને જવા દો અને શાપ આપવા દો.


હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.”


તેમણે તેને કહ્યું, “તેં જાણીબૂઝીને મારી સાથેનો તારો કરાર તોડ્યો છે અને મારી આજ્ઞાઓ પાળી નથી. તેથી હું તારી પાસેથી રાજ્ય ઝૂંટવી લઈશ. અને તારા અધિકારીઓમાંથી એકને આપીશ.


વળી, હું તેની પાસેથી આખુંય રાજ્ય નહિ લઈ લઉં; પણ મારા સેવક દાવિદને લીધે અને યરુશાલેમ કે જેને મેં મારું નગર થવા પસંદ કર્યું છે તેને લીધે હું તેની પાસે એક કુળ રહેવા દઈશ.


છતા હું શલોમોન પાસેથી આખું રાજ્ય લઈ લઈશ નહિ, અને તે જીવશે ત્યાં લગી હું તેને સત્તા પર રાખીશ. મારો પસંદ કરેલો સેવક દાવિદ, જેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યાં હતાં તેને લીધે હું એમ કરીશ.


હું શલોમોનના પુત્ર પાસેથી રાજ્ય લઈ લઈશ અને તને દસ કુળ આપીશ;


પણ શલોમોનના પુત્ર પાસે એક કુળ રહેશે, જેથી મારે નામે મારી ભક્તિ કરવાના સ્થાન તરીકે મેં પસંદ કરેલા નગર યરુશાલેમમાં રાજ કરવા મારા સેવક દાવિદનો જ વંશજ રાજ કરે.


શલોમોનના પાપને લીધે હું દાવિદના વંશજોને સજા કરીશ, પણ એ સજા કાયમની નહિ હોય.”


મિખાયાએ જવાબ આપ્યો, “હું ઇઝરાયલને ઘેટાંપાળક વિનાના ઘેટાંની જેમ પર્વતો પર વિખેરાઈ ગયેલા જોઉં છું અને પ્રભુએ કહ્યું, ‘આ માણસોનો કોઈ આગેવાન નથી, તેઓ શાંતિપૂર્વક પોતાને ઘેર જાય.”


સૂર્યાસ્ત થતાં ઇઝરાયલી સૈન્યમાં હુકમ કરાયો: “પ્રત્યેક માણસ પોતાના પ્રદેશમાં અને નગરમાં પાછો જાય!”


લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળતો નથી ત્યારે તેમણે પોકાર કર્યો: “દાવિદ સાથે અમારે શો સંબંધ છે? યિશાઈના વંશજ સાથે અમારો શો લાગભાગ છે? હે ઇઝરાયલીઓ, સૌ પોતપોતાને ઘેર જાઓ! દાવિદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને ઘેર ચાલ્યા ગયા.


ત્યાં સિયોનમાં, હું દાવિદના રાજવંશને સત્તારૂઢ કરીશ; હું મારા અભિષિક્ત રાજાનો વંશરૂપી દીપક સળગતો રાખીશ.


હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે.


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


“એફ્રાઈમ યહૂદિયાથી વિખૂટો પડયો ત્યાર પછી ક્યારેય આવ્યા ન હોય એવા વિકટ દિવસો પ્રભુ તારા પર, તારી પ્રજા પર અને તારા રાજવી કુટુંબ પર લાવશે. એટલે કે તે આશ્શૂરના રાજાને બોલાવી લાવશે.


યહૂદિયાના દાવિદવંશી રાજાને સંદેશો મળ્યો કે અરામનું સૈન્ય એફ્રાઈમના સૈન્ય સાથે મળીને તેમના પર ચડી આવ્યું છે, ત્યારે તે તથા તેના લોકો પવનથી કંપતા વૃક્ષની જેમ ભયથી થરથરવા લાગ્યા.


તો જ દાવિદના રાજ્યાસન પર રાજ કરનાર કોઈ વંશજ ન હોવાથી દાવિદની સાથેનો મારો કરાર તૂટે અને લેવીવંશ મારી સર્વદા સેવા કરશે તે અંગેનો મારો કરાર તૂટે.


“હે મનુષ્યપુત્ર, એક લાકડી લે અને તેના ઉપર લખ, ‘યહૂદા અને તેની સાથેના ઇઝરાયલીઓનું રાજ્ય.’ પછી બીજી લાકડી લે અને તેના ઉપર લખ ‘એફ્રાઈમ અને તેની સાથેના ઇઝરાયલીઓનું રાજ્ય.’


જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે રાષ્ટ્રનું પતન થશે.


હવે તેના પ્રદેશના માણસો તેને ધિક્કારતા હતા, અને તેથી તેમણે તેની પાછળ પ્રતિનિધિ મંડળ મોકલીને કહેવડાવ્યું, ‘આ માણસ અમારો રાજા બને એવું અમે ઇચ્છતા નથી.’


હવે મારા શત્રુઓ, જેઓ, હું તેમનો રાજા થાઉં તેવું ઇચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારી હાજરીમાં તેમની ક્તલ કરો!”


પિતરે કહ્યું, “હું કદી મારા પગ તમને ધોવા દઈશ નહિ!” ઈસુએ જવાબ આપ્યો, “જો હું તારા પગ ન ધોઉં, તો મારે ને તારે કંઈ સંબંધ નથી.”


યરૂબ્બઆલ એટલે ગિદિયોને ઇઝરાયલના ભલા માટે કરેલાં કામોને લક્ષમાં લઈ તેમણે તેના કુટુંબ પ્રત્યે કૃતજ્ઞતા દાખવી નહિ.


ગાઆલે કહ્યું, “આપણે શખેમના માણસો કેવા છીએ? અબિમેલેખ કોણ છે કે આપણે તેની ગુલામી કરીએ? એ તો યરૂબ્બઆલનો પુત્ર છે અને તેનો અધિકારી ઝબૂલ તો તેના હુકમ પ્રમાણે શાસન ચલાવનાર છે. આપણે શા માટે તેની તાબેદારી કરીએ? તમારા ગોત્રના પ્રણેતા તમારા પૂર્વજ હામોરને વફાદાર રહો!


Lean sinn:

Sanasan


Sanasan