Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુએ શીલો નગરના સંદેશવાહક અહિયા મારફતે નબાટના પુત્ર યરોબામને જે કહ્યું હતું તે પૂરું કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી તો રાજાએ લોકોના કહેવા પર કંઈ ધ્યાન આપ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એમ રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ; કેમ કે એ બનાવ યહોવા તરફથી બન્યો કે, જેથી યહોવાએ પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ. કેમ કે એ બનાવ યહોવાહ તરફથી બન્યો, કે જેથી યહોવાહે પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:15
27 Iomraidhean Croise  

લાબાન અને બથુએલે જવાબ આપ્યો, “આ બધું તો પ્રભુની ઇચ્છાથી બન્યું છે. એટલે અમે તમને ખરુંખોટું કંઈ કહી શક્તા નથી.


આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું.


તેમણે તેને કહ્યું, “તેં જાણીબૂઝીને મારી સાથેનો તારો કરાર તોડ્યો છે અને મારી આજ્ઞાઓ પાળી નથી. તેથી હું તારી પાસેથી રાજ્ય ઝૂંટવી લઈશ. અને તારા અધિકારીઓમાંથી એકને આપીશ.


“તમારા ભાઈઓ ઇઝરાયલના લોકો પર ચડાઈ કરતા નહિ. તમે સૌ પોતપોતાને ઘેર જાઓ. એ બધું મારી ઇચ્છા પ્રમાણે થયું છે.” તેથી સૌ પ્રભુની આજ્ઞા માનીને પોતપોતાને ઘેર પાછા ફર્યા. યરોબામ પ્રભુથી ભટકી જાય છે.


અંતમાં મિખાયાએ કહ્યું, “તેથી આમ બન્યું છે. તમારા બધા સંદેશવાહકો તમને જૂઠું કહે તેવું પ્રભુએ કર્યું છે. પ્રભુએ તો તમારા પર આપત્તિ લાવવાનો નિર્ધાર કર્યો છે.”


આથી સાબિત થાય છે કે આહાબના વંશજો વિષે પ્રભુએ જે કહ્યું છે તે બધું તે નક્કી સાચું પાડશે. કારણ, પ્રભુ પોતાના સંદેશવાહક એલિયા મારફતે જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે.”


તેમણે યેહૂને તેની જાણ કરી, તો તે બોલ્યો, “પ્રભુ પોતાના સેવક તિશ્બે નગરના એલિયા મારફતે બોલ્યા ત્યારે તેમણે આવું બનશે એવું કહ્યું હતું: ‘યિઝએલના ખીણપ્રદેશમાં કૂતરાં ઇઝબેલનું શબ ફાડી ખાશે.


શીલોના દષ્ટા એલિયા મારફતે નબાટના પુત્ર યરોબામને પ્રભુ પરમેશ્વરે જે કહ્યું હતું તે પૂરું થાય તે માટે એ પ્રભુની ઇચ્છા હતી. તેથી રાજાએ લોકોનું સાંભળ્યું નહિ.


અહાઝયાએ લીધેલી યોરામની એ મુલાકાતનો ઈશ્વરે અહાઝયાની પાયમાલી અર્થે ઉપયોગ કર્યો. તે ત્યાં હતો ત્યારે તેને અને યોરામને નિમ્શીના પુત્ર યેહૂનો ભેટો થઈ ગયો. પ્રભુએ તેને આહાબના રાજવંશનો ઉચ્છેદ કરવા પસંદ કર્યો હતો.


અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.”


પણ અમાસ્યાએ તેનું કહેવું ગણકાર્યું નહિ. અમાસ્યાએ અને તેના લોકે અદોમી દેવોની ભક્તિ કરી હોવાથી ઈશ્વરે તેમને તેમના શત્રુઓને હાથે હાર પમાડવાનો નિર્ધાર કર્યો હતો.


હે ઈશ્વર, તમે તેમને દોષિત ઠરાવીને સજા ફરમાવો; તમે તેમને તેમના પ્રપંચમાં જ ફસાઈ પડવા દો. તમારી વિરુદ્ધના તેમના અનેક અપરાધ અને વિદ્રોહને લીધે તેમને તમારી હાજરીમાંથી હાંકી કાઢો.


તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.


શહેરમાં રણભેરી વાગે અને લોકો ભયભીત ન થાય એવું બને ખરું? પ્રભુના મોકલ્યા વિના કોઈ નગર પર આપત્તિ આવી પડે ખરી?


ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા.


“હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ એ ક્મ અજ્ઞાનતાને કારણે કર્યું હતું.


તમારા સામર્થ્ય અને તમારી ઇચ્છા પ્રમાણે જે કંઈ થવા દેવાનું તમે નક્કી કરેલું હતું તે કરવાને તેઓ એકઠા મળ્યા.


“પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે.


તેનાં માતપિતાને ખબર નહોતી કે પ્રભુ જ શિમશોનને એ માટે પ્રેરણા કરી રહ્યા હતા; કારણ, પ્રભુને પલિસ્તીઓ સામે લડવા માટે કંઈક કારણ જોઈતું હતું. એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.


ઇઝરાયલના ગૌરવવાન ઈશ્વર જૂઠું બોલતા નથી કે નથી પોતાનું મન બદલતા, તે માણસ નથી કે પોતાનું મન બદલે.”


Lean sinn:

Sanasan


Sanasan