Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:13 - પવિત્ર બાઇબલ C.L.

13 રાજાએ મોટી ઉંમરના માણસોની સલાહ અવગણી અને લોકો સાથે કડકાઈથી વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 રાજાએ લોકોને સખ્તાઈથી ઉત્તર આપ્યો, ને વડીલોએ તેને જે સલાહ આપી હતી તેનો ત્યાગ કર્યો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 રાજાએ તેઓને તોછડાઈથી જવાબ આપ્યો અને વૃદ્ધ પુરુષોએ તેને જે સલાહ આપી હતી તેનો ઇનકાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 રાજાએ વડીલોની સલાહ માંની નહિ પણ લોકોને કઠોરતાથી જવાબ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:13
21 Iomraidhean Croise  

અબ્રામે સારાયને કહ્યું, “તે તારી દાસી છે અને તારા નિયંત્રણ નીચે છે. તને યોગ્ય લાગે તેમ કર.” પછી સારાય હાગારને દુ:ખ દેવા લાગી એટલે હાગાર તેની પાસેથી નાસી છૂટી.


તેમણે કહ્યું, “જે માણસ તે દેશનો અધિપતિ છે તેણે અમને કઠોર શબ્દો કહ્યા, અને અમને તે દેશમાં જાસૂસ ગણ્યા.


યોસેફે પોતાના ભાઈઓને જોયા ત્યારે તેણે તેમને ઓળખ્યા, પણ તેઓ જાણે કે અજાણ્યા હોય એ રીતે તે તેમની સાથે વર્ત્યો. તે તેમની સાથે કડકાઈથી બોલ્યો, “ક્યાંથી આવ્યા છો?” તેમણે જવાબ આપ્યો, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવા આવ્યા છીએ.”


ઇઝરાયલીઓએ જવાબ આપ્યો, “દાવિદ તમારામાંનો હોવા છતાં રાજા તરીકે તેના પર અમારો દસગણો અધિકાર છે તો પછી તમે અમને શા માટે ઉતારી પાડો છે? રાજાને પાછા લાવવાની વાત કરનાર પ્રથમ અમે હતા એ ભૂલી જશો નહિ.” પણ યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસો કરતાં તેમનો દાવો રજૂ કરવામાં વધારે જોરદાર હતા.


ત્રણ દિવસ પછી યરોબામ અને બધા લોકો રહાબામે આપેલી સૂચના પ્રમાણે તેની પાસે ગયા.


એમ તે યુવાનોની સલાહને અનુસર્યો. તેણે કહ્યું, “મારા પિતાએ તમારા પર ભારે બોજ મૂ્ક્યો હતો, પણ હું એના કરતાં વધારે ભારે બોજ મૂકીશ. તે તમને કોરડાથી મારતા હતા. પણ હું તમને ચાબુકથી ફટકારીશ.”


પછી ફેરોએ મોશેને કહ્યું, “મારી આંખો આગળથી દૂર જા. ખબરદાર, હવે પછી મારું મોં જોયું છે તો! કારણ, જે દિવસે હું તને જોઈશ તે જ દિવસે તું માર્યો જશે.”


પણ ફેરોએ કહ્યું, “આ યાહવે કોણ છે કે હું તેનું સાંભળીને ઇઝરાયલીઓને જવા દઉં? હું એને ઓળખતો નથી, અને હું ઇઝરાયલીઓને જવા દેવાનો પણ નથી.”


નેકજનોની વાણી જીવનનું ઝરણું છે, પણ દુષ્ટોની વાણી હિંસાભરી હોય છે.


નેકજનના હોઠમાંથી ભલાઈ ટપકે છે, પણ દુષ્ટો તો કપટ ઓકે છે.


જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે.


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


ગરીબે કાલાવાલા કરવા પડે છે; પણ ધનવાનની વાણીમાં ઉદ્ધતાઈ હોય છે.


જ્ઞાનીના મુખના શબ્દો માયાળુ હોય છે, પણ મૂર્ખની જીભ તેના વિનાશનું કારણ બને છે.


મારા પછી આવનાર જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં પૃથ્વી પર મારા સર્વ પરિશ્રમનું ફળ તે ભોગવશે, અને જે કંઈ મારી બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કર્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. તે પણ મિથ્યા છે.


પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.


પછી દાવિદે પૂછયું, “તારા પિતા ગુસ્સે થઈને જવાબ આપશે તેની મને કોણ ખબર આપશે?”


Lean sinn:

Sanasan


Sanasan