Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:1 - પવિત્ર બાઇબલ C.L.

1 રહાબામ શખેમ ગયો. ત્યાં ઉત્તર ઇઝરાયલના લોકો તેને રાજા બનાવવા એકત્ર થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલ તેને રાજા ઠરાવવા માટે શખેમ આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા માટે શખેમ આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 રહાબઆમ શખેમમાં ગયો. કારણ કે ઇસ્રાએલના બધાં લોકો તેને રાજા બનાવવા માંટે ત્યાં ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:1
14 Iomraidhean Croise  

તે દેશમાં મુસાફરી કરતાં કરતાં અબ્રામ શખેમ નગરની સીમમાં આવેલા મોરેહના પવિત્ર વૃક્ષ સુધી ગયો. તે સમયે તે દેશમાં કનાનીઓ વસતા હતા.


તે મરણ પામ્યો અને તેને તેના પિતા દાવિદના નગરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર રહાબામ રાજા બન્યો.


ઇઝરાયલના રાજા યરોબામે એફ્રાઈમના પહાડીપ્રદેશના નગર શખેમને કિલ્લેબંધીવાળું બનાવ્યું અને ત્યાં થોડો સમય રહ્યો. પછી ત્યાંથી તે જતો રહ્યો અને પનૂએલ નગરને કિલ્લો બંધાવ્યો.


રહાબામ યરુશાલેમ પાછો આવ્યો એટલે તેણે બિન્યામીન અને યહૂદાના કુળમાંથી એક લાખ એંશી હજાર ચુનંદા સૈનિકો એકત્ર કર્યા. તેનો ઈરાદો ચડાઈ કરીને ઇઝરાયલનાં ઉત્તરનાં કુળો પર પાછો અંકુશ મેળવવાનો હતો.


ઈશ્વરે પોતાના પવિત્રસ્થાનમાંથી આ વચન આપ્યું છે: “હું વિજયના આનંદ સાથે શખેમના પ્રદેશના ભાગ પાડીશ, અને સુક્કોથનો ખીણપ્રદેશ મારા લોકોમાં વહેંચી આપીશ.”


શેખેમ, શીલો અને સમરૂનથી એંસી માણસો આવ્યા. તેમણે શોક પ્રદર્શિત કરવા પોતાની દાઢીઓ મૂંડાવી હતી. પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને પોતાનાં શરીરો પર જાતે ઘા કરેલા હતા. તેઓ પ્રભુના મંદિરમાં ધાન્ય અર્પણ અને ધૂપ ચડાવવા આવ્યા હતા.


તેમના અવશેષો પાછળથી શખેમમાં લઈ જવાયા અને ત્યાં હામોરના પુત્રો પાસેથી કેટલીક રકમ આપીને અબ્રાહામે જે ગુફા વેચાતી લીધી હતી, તેમાં દફનાવવામાં આવ્યા.


તેથી તેમણે યર્દનની પશ્ર્વિમ તરફ નાફતાલીના પહાડીપ્રદેશમાં ગાલીલમાં આવેલા કેદેશને, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલા શેખેમને અને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનને તે માટે અલગ કર્યાં.


યહોશુઆએ ઇઝરાયલનાં બધાં કુળોને શખેમમાં એકત્ર કર્યાં. તેણે તેમના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓ સૌ ઈશ્વરની સમક્ષ હાજર થયા.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી યોસેફનાં અસ્થિ લઈ આવ્યા હતા. તેમણે તે અસ્થિ, શખેમમાં યાકોબે શખેમના પિતા હમોર પાસેથી ચાંદીના સો સિક્કા આપીને ખરીદ કરેલા ભૂમિના ટુકડામાં દફનાવ્યા. એ ભૂમિ તો યોસેફના વંશજોને વારસામાં મળી હતી.


યરૂબ્બઆલ એટલે ગિદિયોનનો પુત્ર અબિમેલેખ શખેમમાં તેના મામાઓ પાસે ગયો. તેણે તેમને તથા તેની માતાના પિતાના કુટુંબના ગોત્રના સર્વ માણસોને કહ્યું,


પછી શખેમ અને બેથ-મિલ્લોના સર્વ લોકો એકઠા થઈને શખેમમાં પવિત્રસ્તંભ પાસેના એલોનવૃક્ષ આગળ ગયા, અને ત્યાં તેમણે અબિમેલેખને રાજા બનાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan