Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:9 - પવિત્ર બાઇબલ C.L.

9-10 જો કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ શલોમોનને બે વાર દર્શન આપ્યું હતું અને તેને વિધર્મી દેવોની પૂજા નહિ કરવા આજ્ઞા કરી હતી, તોપણ શલોમોને પ્રભુનું માન્યું નહિ, પણ તેમનાથી વિમુખ થઈ ગયો. તેથી પ્રભુ શલોમોન પર રોષે ભરાયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહોવા સુલેમાન પર ગુસ્સે થયા, કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમણે તેને બે વાર દર્શન દીધું હતું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઈશ્વર સુલેમાન પર ખૂબ કોપાયમાન થયા. કારણ કે ઈશ્વરે તેને બે વખત દર્શન આપ્યાં છતાં તેણે પોતાનું હૃદય ઇઝરાયલના ઈશ્વરથી ફેરવી લીધું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેને લીધે યહોવા સુલેમાંન પર ખૂબ ગુસ્સે થયો. કારણકે યહોવાએ તેને બે વખત દર્શન આપ્યાં છતાં સુલેમાંને યહોવાથી મોઢું ફેરવી લીધું હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:9
20 Iomraidhean Croise  

તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાવિદે તેને મહેલમાં બોલાવી લીધી, તે તેની પત્ની થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. દાવિદના એ કાર્યથી પ્રભુ અત્યંત નારાજ થયા.


તરત જ ઉઝઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને ઈશ્વરે તેની ભૂલને લીધે તેને મારી નાખ્યો.


આમ તેણે તેને તેની સઘળી વિદેશી પત્નીઓ પોતાના દેવો આગળ ધૂપ ચડાવી શકે અને બલિદાનો ચડાવી શકે અને તે માટે પણ તેણે ભક્તિસ્થાનો બંધાવ્યા.


તે રાત્રે પ્રભુએ તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “માગ, હું તને શું આપું? તારી શી ઇચ્છા છે?”


પ્રભુએ તેને અગાઉ ગિબ્યોનમાં આપ્યું હતું તેમ ફરીથી દર્શન આપ્યું.


એ કાર્યથી નારાજ થઈને ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા.


ત્યારે મોશે પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેમણે કહ્યું, “શું લેવી આરોન તારો ભાઈ નથી? તે બોલવામાં ચપળ છે તે હું જાણું છું. હકીક્તમાં, અત્યારે તે તને મળવા આવી રહ્યો છે અને તને જોઈને તે પોતાના મનમાં ખુશ થશે.


પૂરા ખંતથી મારા મનની ચોકી રાખ, કારણ, તેમાંથી જ જીવન ઉદ્ભવે છે.


પ્રભુ કહે છે, “વેશ્યાગમન અને જૂના તથા નવા દ્રાક્ષાસવથી મારા લોક તેમની અક્કલ ગુમાવે છે.


પ્રભુ તેમના પર કોપાયમાન હતા અને તે ચાલ્યા ગયા.


પરંતુ તમારે લીધે પ્રભુ મારા પર રોષે ભરાયા હોવાથી તેમણે મારી વિનંતી સાંભળી નહિ. પ્રભુએ મને કહ્યું, ‘તારે માટે આટલું બસ છે! એ બાબત વિષે હવે મારી સાથે ફરી કદી બોલીશ નહિ!’


કારણ, તેઓ તમારા પુત્રોને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, અને તેઓ અન્ય દેવદેવીઓની ભક્તિ કરવા લાગશે. એમ થશે તો પ્રભુ તમારા પર ક્રોધાયમાન થશે અને તમારો સત્વરે વિનાશ કરશે.


પ્રભુને આરોન પર પણ એટલો બધો ક્રોધ વ્યાપ્યો હતો કે તેમણે તેનો નાશ કરી નાખ્યો હોત, એટલે મેં તે સમયે આરોન માટે પણ પ્રાર્થના કરી હતી.


હોરેબમાં પણ તમે પ્રભુને કોપાયમાન કર્યા હતા, અને પ્રભુ ત્યાં તમારા પર એટલા બધા કોપાયમાન થયા હતા કે તમારો વિનાશ કરી નાખવાના હતા.


દેમાસ આ દુનિયાના પ્રેમમાં પડીને મને તજી દઈને થેસ્સાલોનિકા ચાલ્યો ગયો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલમાતિયા ગયા છે.


Lean sinn:

Sanasan


Sanasan