Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેણે સિદોનની દેવી આશ્તારોથ અને આમ્મોનના ઘૃણાસ્પદ દેવ મિલ્કોમની પૂજા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે સુલેમાન સિદોનીઓની દેવી આશ્તોરેથનો, તથા આમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલ્કોમ [દેવ] નો ઉપાસક થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સુલેમાન સિદોનીઓની દેવી આશ્તારોથનો તથા આમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલ્કોમ દેવનો પૂજારી થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેણે સિદોનીઓ જેની પૂજા કરતાં તે આશ્તોરેથ દેવી અને ધિક્કારપાત્ર મિલ્કોમ જેને આમ્મોનીઓ પૂજતા તેને પધ્રૂજવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:5
14 Iomraidhean Croise  

કારણ, શલોમોને મારો ત્યાગ કર્યો હોઈ અને સિદોનની દેવી આશ્તારોથ, મોઆબનો દેવ કમોશ અને આમ્મોનનો દેવ મિલ્કોમ એ વિદેશી દેવોની પૂજા કરી છે. શલોમોન મારી ઇચ્છાને અનુસર્યો નથી; પણ તેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. તેના પિતા દાવિદની જેમ તેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યા નથી.


તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને તેના પિતા દાવિદની જેમ તે તેમને પૂરી નિષ્ઠાથી અનુસર્યો નહિ.


યરુશાલેમની પૂર્વમાં આવેલા પર્વત પર તેણે મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ અને આમ્મોનના તિરસ્કારપાત્ર દેવ મિલ્કોમની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બંધાવ્યાં.


યરુશાલેમની પૂર્વ દિશામાં ઓલિવ પર્વતની દક્ષિણ તરફ સિદોનની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનના દેવ મોલખની ઘૃણાસ્પદ મૂર્તિઓની પૂજા માટે ઇઝરાયલના રાજા શલોમોને ઊભી કરાવેલી વેદીઓને યોશિયાએ ભ્રષ્ટ કરી.


એ લોકોમાંથી કોઈ વિચારતું નથી અથવા કોઈનામાં એવું કહેવાને જ્ઞાન કે સમજણ નથી કે, “મેં લાકડાના કેટલાક ભાગનો બળતણ તરીકે ઉપયોગ કર્યો; તેના અંગારા પર મેં રોટલી શેકીને તથા માંસ પકાવીને ખાધું, તો હવે હું બાકીના લાકડામાંથી તિરસ્કારપાત્ર મૂર્તિ બનાવું? એમ કરીને શું હું લાકડાના ટુકડાને પગે પડું?”


“તમારે તમારા કોઈ બાળકને માનવબલિ તરીકે મોલેખને ચડાવવું નહિ. આ રીતની પૂજા પ્રભુ તમારા ઈશ્વરના નામને કલંક લગાડશે; હું પ્રભુ છું.


ઘરની અગાશી ઉપર સૂર્ય, ચંદ્ર અને તારામંડળની ભક્તિ કરવા જનારાઓનો હું નાશ કરીશ. જેઓ મારી ભક્તિ કરે છે અને મને વફાદાર રહેવાના સોગન ખાય છે અને વળી મિલ્કોમ દેવના પણ સોગન ખાય છે તેમનો હું સંહાર કરીશ.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું.


હવે ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું અને તેમણે બઆલ દેવોની સેવા કરી.


તેમણે પ્રભુની ભક્તિ કરવાનું છોડી દઈને બઆલ દેવો તેમજ આશ્તારોથની પૂજા કરી.


પછી તેમણે પ્રભુને મદદ માટે પોકાર કરીને કહ્યું, ‘તમારા તરફથી ફરી જઈને અને બઆલ દેવ તથા આશ્તારોથ દેવીની ભક્તિ કરીને અમે પાપ કર્યું છે. અમારા શત્રુથી અમને બચાવો અને અમે તમારી સેવાભક્તિ કરીશું.’


Lean sinn:

Sanasan


Sanasan