Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:43 - પવિત્ર બાઇબલ C.L.

43 તે મરણ પામ્યો અને તેને તેના પિતા દાવિદના નગરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર રહાબામ રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 પછી સુલેમાન પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેના પિતા દાઉદના નગરમાં તેને દાટવામાં આવ્યો, અને તેની જગાએ તેનો પુત્ર રહાબામ રાજા થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 સુલેમાન પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો રહાબામ રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 ત્યારબાદ સુલેમાંન પોતાના પિતૃલોકને પામ્યો, તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગાએ તેનો પુત્ર રહાબઆમ ગાદીએ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:43
24 Iomraidhean Croise  

જો તમે નહિ કરો, તો તમારુ મૃત્યુ થતાં જ હું અને મારો પુત્ર શલોમોન રાજદ્રોહીઓમાં ખપી જઈશું.”


રહાબામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર અબિયામ રાજા બન્યો.


આસા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો.


અબિયાબ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આસા રાજા બન્યો.


બાશા મરણ પામ્યો અને તેને તિર્સામાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર એલા રાજા બન્યો.


દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો.


આહાબ મૃત્યુ પામ્યો અને તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો.


આહાઝ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર હિઝકિયા રાજા બન્યો.”


હિઝકિયા મરણ પામ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર મનાશ્શા રાજા બન્યો.


મનાશ્શા મરણ પામ્યો અને તેને રાજમહેલની વાટિકામાં, એટલે ઉઝઝાની વાટિકામાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આમોન રાજા બન્યો.


આમોનને ઉઝ્ઝાની વાટિકામાં આવેલી કબરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યોશિયા રાજા બન્યો.


પિતા પછી પુત્ર એ ક્રમે શલોમોન રાજાના વંશજોની વિગત આ પ્રમાણે છે: શલોમોન, રહાબામ, અબિયા, આસા, યહોશાફાટ,


તે પછી કેટલાક અધમ બંડખોરોનું જૂથ ઊભું કરીને તે શલોમોનના પુત્ર રહાબામની સામે પડીને પ્રબળ થયો; કારણ, રહાબામ જુવાન અને બિનઅનુભવી હોવાથી તેનો સામનો કરી શકે તેમ નહોતો.


યહોરામ બત્રીસ વર્ષની વયે રાજા થયો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. તેના મરણ પર કોઈએ શોક પાળ્યો નહિ. તેમણે તેને દાવિદનગરમાં દફનાવ્યો, પણ રાજવી કબરમાં નહિ.


ઉઝિયા મરણ પામ્યો અને તેને તેના કોઢના રોગને લીધે રાજકુટુંબની કબરમાં નહિ, પણ અલગ જગ્યામાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.


આહાઝ રાજા મરણ પામ્યો અને તેને યરુશાલેમમાં દફનાવ્યો, પણ રાજવી કબરોમાં નહિ. તેનો પુત્ર હિઝકિયા તેના પછી રાજા બન્યો.


શલોમોને આખા ઇઝરાયલ પર યરુશાલેમમાંથી ચાલીસ વર્ષ રાજ કર્યું.


તે મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવવામાં આવ્યો, અને તેની જગાએ તેનો પુત્ર રહાબામ રાજા બન્યો.


મારા પછી આવનાર જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં પૃથ્વી પર મારા સર્વ પરિશ્રમનું ફળ તે ભોગવશે, અને જે કંઈ મારી બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કર્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. તે પણ મિથ્યા છે.


ગધેડાને છાજે એવી તેની અંતિમવિધિ થશે, એટલે કે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે.


અને શાલ્મોન બોઆઝનો પિતા હતો. બોઆઝની માતાનું નામ રાહાબ હતું. બોઆઝ ઓબેદનો પિતા હતો. ઓબેદની માતાનું નામ રૂથ હતું. ઓબેદ યિશાઈનો પિતા હતો;


શલોમોન રહાબઆમનો પિતા હતો અને રહાબઆમ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો અને આસા યહોશાફાટનો પિતા હતો.


પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.”


Lean sinn:

Sanasan


Sanasan