Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:3 - પવિત્ર બાઇબલ C.L.

3 શલોમોને સાતસો રાજકુંવરીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેમણે ઈશ્વર પ્રત્યેથી તેનું મન ભટકાવી દીધું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેને રાજકુંવરીઓમાંની સાતસો પત્નીઓ ત્રણસો ઉપપત્નીઓ હતી. અને તેની પત્નીઓએ તેનું હ્રદય ફેરવી નાંખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સુલેમાનને રાજવંશમાંની સાતસો પત્નીઓ અને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેની પત્નીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેને 700 રાજવંશની રાણીઓ હતી અને 300 ઉપપત્ની હતી; જેઓએ તેને દેવથી વિમુખ કરી દીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:3
12 Iomraidhean Croise  

રહાબામને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી અને તે અઠ્ઠાવીસ પુત્રોનો અને સાઠ પુત્રીઓનો પિતા હતો. પોતાની સર્વ પત્નીઓ અને ઉપપત્નીઓ પૈકી તે આબ્શાલોમની પુત્રી માખાને સૌથી વધુ ચાહતો હતો.


ઇરાન તથા માદાયના અધિકારીઓની પત્નીઓ જેમણે રાણીના આ વર્તન વિષે જાણ્યું છે તેઓ તેમના પતિને આજે જ વાત કરવાની અને પરિણામે પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ અને કલેશનો પાર રહેશે નહિ.


મેં સોનુંરૂપું તથા રાજાઓ અને પ્રદેશના ખજાનાઓ એકઠા કર્યા. ગાયકગાયિકાઓ મને મનોરંજન પૂરું પાડતા અને પુરુષો જેમાં આનંદ માને છે તે એટલે ઘણી ઉપપત્નીઓ પણ મારી પાસે હતી.


મને હજારમાં એક સાચો પુરુષ મળ્યો છે, પણ હજારમાં એકે સાચી સ્ત્રી મળી નથી. મને તો એટલું જ સમજાયું છે કે ઈશ્વરે તો માણસને સીધોસાદો બનાવ્યો હતો, પરંતુ માણસે ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.


રાજા પાસે ભલે આઠ રાણીઓ, એંસી ઉપપત્નીઓ અને સંખ્યાબંધ નવયૌવનાઓ હોય,


પણ મારી પ્રાણપ્રિયા તો એક જ છે. તે હોલી જેવી નિર્મળ છે. તે તેની માતાની એકનીએક અને લાડીલી પુત્રી છે. તેને જોઈને બધી સ્ત્રીઓએ કહ્યું કે તને ધન્ય છે. રાણીઓ અને ઉપપત્નીઓએ પણ તેને જોઈને તેની પ્રશંસા કરી.


વળી, રાજાએ પોતાને માટે ઘણી પત્નીઓ રાખવી નહિ; નહિ તો તેનું મન પ્રભુ તરફથી ભટકી જશે. તેણે પોતાને માટે મોટા જથ્થામાં સોનાચાંદીનો સંગ્રહ કરવો નહિ.


તેમણે તેમની સાથે લગ્નસંબંધો બાંયા અને તેમના દેવોની પૂજા કરી.


તે પોતાના પિતાને ઘેર ઓફ્રા ગયો, અને ત્યાં તેણે પોતાના સિત્તેર ભાઈઓ, યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્રોને એક જ પથ્થર પર મારી નાખ્યા. પણ યરૂબ્બઆલનો સૌથી નાનો પુત્ર યોથામ બચી ગયો, કારણ કે તે સંતાઈ ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan