Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:26 - પવિત્ર બાઇબલ C.L.

26 શલોમોનની વિરુદ્ધ થઈ જનાર બીજો એક માણસ તો તેનો પોતાનો એક અધિકારી એટલે, એફ્રાઈમ પ્રદેશના સરેદાહ નગરના નાબાટનો પુત્ર યરોબામ હતો. તેની માતા સરુયા વિધવા હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 વળી ઝેરેદાના એફ્રાઈમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો, તેની મા સરુઆ નામની એક વિધવા સ્ત્રી હતી. તેણે પણ પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી ઝેરેદાહના એફ્રાઇમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો, જેની માનું નામ સરુઆ હતું, જે વિધવા હતી. તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 બીજો એક બળવાખોર આગેવાન યરોબઆમ નબાટનો પુત્ર હતો. એફ્રાઈમ પ્રદેશના સરૂઆહ નગરમાંથી તે આવતો હતો, તેની માંતા સરૂઆહ વિધવા સ્રી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:26
20 Iomraidhean Croise  

પછી તેઓ બેથેલથી નીકળ્યા અને એફ્રાથથી હજી થોડે દૂર હતા એવામાં રાહેલને પ્રસવપીડા ઊપડી અને જન્મ આપતાં તેને ઘણું કષ્ટ થયું.


તેથી એ સાચું નથી, પણ એફ્રાઇમના પહાડીપ્રદેશમાંથી આવેલ બિખ્રીના પુત્ર શેબા નામના માણસે દાવિદ રાજા સામે બળવો પોકાર્યો છે. આ એક માણસ અમને સોંપી દો એટલે હું નગર પાસેથી હટી જઈશ.” સ્ત્રીએ કહ્યું, “અમે કોટ ઉપરથી તમારી પાસે તેનું માથું ફેંકીશું.”


તેમણે તેને કહ્યું, “તેં જાણીબૂઝીને મારી સાથેનો તારો કરાર તોડ્યો છે અને મારી આજ્ઞાઓ પાળી નથી. તેથી હું તારી પાસેથી રાજ્ય ઝૂંટવી લઈશ. અને તારા અધિકારીઓમાંથી એકને આપીશ.


શલોમોનના જીવનકાળ દરમ્યાન તે ઇઝરાયલનો શત્રુ હતો.


યરોબામ સશક્ત જુવાન હતો અને તેને ખંતથી કામ કરતો જોઈને શલોમોને તેને યોસેફના પુત્રો મનાશ્શા અને એફાઈમનાં કુળોના પ્રદેશમાં વેઠના સર્વ કામ પર ઉપરી તરીકે નીમ્યો.


શલોમોન રાજાથી બચવા ઇજિપ્ત નાસી ગયેલ નબાટના પુત્ર યરોબામે એ સમાચાર સાંભળ્યા એટલે તે ઇજિપ્તથી પાછો આવ્યો.


યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.”


યરોબામે પોતે પાપ કરીને અને ઇઝરાયલ પાસે પાપ કરાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા તેને લીધે એ બધું બન્યું.


અને મેં યરોબામના સંબંધમાં કર્યું તેમ હું તારું અને તારા કુટુંબનું નિકંદન કાઢી નાખીશ.


તારું કુટુંબ નબાટના પુત્ર યરોબામના કુટુંબ જેવું અને અહિયાના પુત્ર બાશા રાજાના કુટુંબ જેવું બની જશે; કારણ, તેં ઇઝરાયલને પાપમાં પાડી મારો કોપ સળગાવ્યો છે.’


શલોમોને ઇઝરાયલીઓમાંથી ગુલામો બનાવ્યા નહિ. તેઓ તો સૈનિકો, અમલદારો, સેનાપતિઓ, રથસવારો અને ઘોડેસ્વારો તરીકે કામ કરતા.


અઝુબાના મરણ પછી કાલેબે એફ્રાથ સાથે લગ્ન કર્યાં, અને તેમને હૂર નામે પુત્ર થયો.


છતાં દાવિદના પુત્ર શલોમોન સામે શલોમોનના જ એક સેનાધિકારી એટલે નબાટના પુત્ર યરોબામે તેના માલિક સામે વિદ્રોહ કર્યો છે.


શલોમોનનો શરૂઆતથી અંત લગીનો બાકીનો ઇતિહાસ નાથાન સંદેશવાહકના ઇતિહાસમાં, શીલોના અહિયાના ભવિષ્યલેખમાં અને ઇઝરાયલના રાજા નબાટના પુત્ર યરોબઆમ અંગેના સંદેશવાહક ઈદ્દોના સંદર્શનલેખમાં આપેલો છે.


એફ્રાઈમીઓને નાસી છૂટતા રોકવા માટે ગિલ્યાદીઓએ યર્દનના બધા ઘાટો કબજે કરી લીધા. જ્યારે નાસી છૂટવાનો પ્રયાસ કરનાર કોઈપણ એફ્રાઈમી નદી ઓળંગવા દેવા વિનંતી કરતો ત્યારે ગિલ્યાદના માણસો પૂછતા, “શું તું એફ્રાઈમી છે?” જો તે ના કહે,


તે માણસનું નામ એલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે પુત્રોનાં નામ માહલોન અને કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમમાં વસેલા એફ્રાથી ગોત્રનાં હતાં. તેઓ મોઆબ દેશમાં જઈને ત્યાં જ ઠરીઠામ થયાં.


એલ્કાના નામે એક માણસ હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશના રામા નગરમાં રહેતો હતો. તે એફ્રાઈમના કુળનો હતો. તે સૂફના પુત્ર તોહુના પુત્ર એલીહૂના પુત્ર યરોહામનો પુત્ર હતો.


દાવિદ યહૂદિયાના બેથલેહેમના એફ્રાથી કુળના યિશાઈનો પુત્ર હતો. યિશાઈને આઠ પુત્રો હતા અને શાઉલના અમલ દરમ્યાન તે વયોવૃધ થઈ ચૂકયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan