Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:23 - પવિત્ર બાઇબલ C.L.

23 ઈશ્વરે એલ્યાદાના પુત્ર રઝોનને શલોમોનની વિરુદ્ધ કરી દીધો. રઝોન તેના માલિક સોબાના રાજા હદાદેઝેરથી નાસી છૂટયો હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી ઈશ્વરે સુલમાનની વિરુદ્ધ [બીજો] શત્રુ, એટલે એલ્યાદાનો દીકરો રઝોન, જે પોતાના ધણી સોબાના રાજા હદાદેઝેર પાસેથી નાઠો હતો, તેને ઊભો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઈશ્વરે સુલેમાનની વિરુદ્ધ એક બીજો શત્રુ ઊભો કર્યો. તે એલ્યાદાનો પુત્ર રઝોન હતો. જે તેના માલિક સોબાહના રાજા હદાદેઝેર પાસેથી નાસી ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 યહોવાએ સુલેમાંન સામે એક બીજો શત્રુ ઊભો કર્યો; તે એલ્યાદાનો પુત્ર રઝોન હતો. જે તેનો માંલિક સોબાહના રાજા હદાદએઝેરને છોડીને ભાગી છૂટયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:23
18 Iomraidhean Croise  

આમ્મોનીઓ કૂચ કરી બહાર આવ્યા અને તેમની રાજધાની રાબ્બાના પ્રવેશદ્વારે મોરચો નાખ્યો, જ્યારે અરામીઓ, ટોબના માણસો અને માખાએ સીમના ખુલ્લા મેદાનમાં મોરચો નાખ્યો.


અને દાવિદે અબિશાય અને તેના સર્વ અધિકારીઓને કહ્યું, “મારો પોતાનો પુત્ર મને મારી નાખવાનો પ્રયાસ કરે છે, તો પછી આ એક બિન્યામીની માણસ એવું કરે એમાં શી નવાઈ? પ્રભુએ તેને શાપ દેવાનું કહ્યું છે, માટે એને જવા દો અને શાપ આપવા દો.


પછી યુફ્રેટિસના ઉપરવાસના પ્રદેશ પર પોતાનો કબજો ફરીથી જમાવવા જતા સોબા રાજ્યના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેરને તેણે હરાવ્યો.


જ્યારે દમાસ્ક્સના અરામીઓએ હદાદએઝેર રાજાને મદદ કરવા સૈન્ય મોકલ્યું ત્યારે દાવિદે તેના પર ત્રાટકીને બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.


વળી, હદાદએઝેરના શાસન હેઠળનાં બેરા અને બેરોથાય નામનાં શહેરોમાંથી તે મોટા જથ્થામાં તાંબુ લઈ આવ્યો.


તેથી પ્રભુએ અદોમના રાજકુટુંબના હદાદને શલોમોનની વિરુદ્ધ ઉશ્કેર્યો.


રાજાએ પૂછયું, “તું તારા દેશમાં કેમ પાછો જવા માગે છે? મારે ત્યાં તને કશાની ખોટ પડી છે?” હદાદે રાજાને જવાબ આપ્યો, “ના જી, પણ કૃપા કરીને મને જવા દો.” એમ તે પોતાના દેશમાં પાછો ગયો. હદાદ અદોમનો રાજા બન્યો અને ઇઝરાયલ પ્રત્યે દુશ્મનાવટ રાખતો હતો.


તેથી આસા રાજાએ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં બાકી રહેલું સઘળું સોનુંચાંદી લઈ પોતાના કેટલાક અમલદારો મારફતે હેઝિયોનના પૌત્ર અને તાબ્રીમ્મોનના પુત્ર દમાસ્ક્સમાં રહેતા અરામના રાજા બેનહદાદ પર આવા સંદેશા સાથે મોકલ્યું:


હાનુન રાજા અને આમ્મોનીઓ સમજી ગયા કે તેમણે હવે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે. તેથી તેઓએ અરામ- નાહરાઈમ, અરામ-માખા તથા સોબા પાસેથી રથો અને સવારો ભાડે રાખવા ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી.


યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.


હે ઈશ્વર, તમે અમારો ત્યાગ કર્યો છે, અને તમે અમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા છે. તમે અમારા પર કોપાયમાન થયા છો, અને અમારાથી વિમુખ થયા છો.


પ્રભુ કહે છે, “જેમને ચાંદીની કંઈ પડી નથી અને સોનામાં જરાય રસ નથી એવા માદીઓને હું બેબિલોન પર આક્રમણ કરવા ઉશ્કેરીશ.


“શું તને ખબર નથી કે આ બધું તો મેં પુરાતનકાળથી નિર્માણ કરેલું હતું? અને મેં પ્રાચીનકાળથી એની યોજના કરી હતી? હવે મેં જ એ પ્રમાણે થવા દીધું છે. મેં તારી પાસે ખંડિયેરના ઢગલા કરાવ્યા છે.


હું પ્રભુ છું. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જો કે તું મને ઓળખતો નથી છતાં હું તને બળવાન કરીશ,


આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”


Lean sinn:

Sanasan


Sanasan