Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:21 - પવિત્ર બાઇબલ C.L.

21 હદાદને ઇજિપ્તમાં સમાચાર મળ્યા કે દાવિદ મૃત્યુ પામ્યો છે અને તેનો સેનાપતિ યોઆબ પણ મરી ગયો છે, ત્યારે હદાદે રાજાને કહ્યું, “મને મારા દેશમાં જવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હદાદે મિસરમાં સાંભળ્યું કે દાઉદ પોતાના પિતૃઓની સાથે ઊઘી ગયો છે, ને યોઆબ સેનાપતિ મરણ પામ્યો છે, ત્યારે હદાદે ફારુનને કહ્યું, “મને અહીંથી વિદાય કરો, કે હું મારા પોતાના દેશમાં ચાલ્યો જાઉ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જયારે હદાદને મિસરમાં સમાચાર મળ્યા કે દાઉદ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો છે અને તેનો સેનાપતિ યોઆબ પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારુનને કહ્યું, “મને અહીંથી વિદાય કર કે જેથી હું મારા પોતાના દેશમાં પાછો જાઉં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જયારે હદાદને મિસરમાં સમાંચાર મળ્યા કે દાઉદ ચિરનિંદ્રામાં પોઢી ગયો છે, અને તેનો સેનાપતિ યોઆબ પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારુનને કહ્યું, “મને માંરા પોતાના દેશમાં પાછો જવા દો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:21
10 Iomraidhean Croise  

તેણે પોતાના ભાઈઓને વિદાય આપતાં કહ્યું, “જો,જો, રસ્તે ઝઘડી પડતા નહિ.”


આબ્નેરે દાવિદને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું જઈને ઇઝરાયલને આપના પક્ષમાં કરી દઈશ. તેઓ તમારી સાથે કરાર કરીને તમને પોતાના રાજા તરીકે સ્વીકારશે અને પછી તમારી ઇચ્છા પૂરી થશે અને તમે સમગ્ર દેશ પર રાજ કરશો.” દાવિદે આબ્નેરને સલામતીની ખાતરી આપીને વિદાય કર્યો.


રાણીએ તેને રાજ્યમહેલમાં ઉછેર્યો અને તે ત્યાં રાજાના પુત્રો સાથે રહ્યો.


રાજાએ પૂછયું, “તું તારા દેશમાં કેમ પાછો જવા માગે છે? મારે ત્યાં તને કશાની ખોટ પડી છે?” હદાદે રાજાને જવાબ આપ્યો, “ના જી, પણ કૃપા કરીને મને જવા દો.” એમ તે પોતાના દેશમાં પાછો ગયો. હદાદ અદોમનો રાજા બન્યો અને ઇઝરાયલ પ્રત્યે દુશ્મનાવટ રાખતો હતો.


દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો.


તેથી બનાયાએ મુલાકાતમંડપમાં જઈને યોઆબને મારી નાખ્યો, અને તેને તેના વતનમાં વેરાન જગામાં દફનાવવામાં આવ્યો.


મિદ્યાનમાં પ્રભુએ મોશેને કહ્યું, “ઇજિપ્ત પાછો જા; કારણ, જેઓ તને મારી નાખવા માગતા હતા તે બધા મૃત્યુ પામ્યા છે.”


અને કહ્યું, ઊઠ, બાળક અને તેની માતાને લઈને ઇઝરાયલ દેશમાં પાછો જા; કારણ, જેઓ બાળકને મારી નાખવાનો યત્ન કરતા હતા તેઓ મરી ગયા છે.


તેણે જવાબ આપ્યો, “ભલે, તમારા કહ્યા પ્રમાણે થાઓ.” એમ તેણે તેમને વિદાય કર્યા. તેમના ગયા પછી તેણે પેલું ઘેરા લાલ રંગનું દોરડું બારીએ બાંધી દીધું.


વહેલી સવારે શમુએલે શાઉલને ધાબા પરથી બોલાવ્યો, “ઊઠ, હું તને તારે રસ્તે વિદાય કરીશ.” શાઉલ ઊઠયો અને તે તથા શમુએલ ઘરની બહાર ગયા.


Lean sinn:

Sanasan


Sanasan