Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:2 - પવિત્ર બાઇબલ C.L.

2 એ પ્રજાઓ તેમના દેવો તરફ ઇઝરાયલીઓની નિષ્ઠા વાળી દે એ કારણથી પ્રભુએ ઇઝરાયલીઓને તેમની સાથે આંતરલગ્નની મના કરી હતી; તો પણ શલોમોને તેમની સાથે લગ્ન કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એટલે જે પ્રજાઓ વિષે યહોવાએ ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની અંદર જવું નહિ, તેમ તેઓ તમારી અંદર આવે નહિ; કેમ કે જરુર તેઓ તમારું હ્રદય તેઓના દેવની તરફ ફેરવી નાખશે, ” તે [પ્રજાઓમાં] ની એ સ્ત્રીઓ હતી. પ્યારને લીધે સુલેમાન એ સ્ત્રીઓને વળગી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જે પ્રજાઓ વિષે યહોવાહે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા નહિ, તેમ તેઓ તમારા પરિવારમાં આવે નહિ, કેમ કે તેઓ જરૂર તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે.” પણ સુલેમાન તે વિદેશી સ્ત્રીઓને વળગી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આ પ્રજાઓ માંટે યહોવાએ પોતાના લોકોને સ્પષ્ટ ફરમાંન આપેલું હતું કે, તેઓમાંની સ્રીઓ સાથે લગ્ન ન કરવાં, એ સ્રીઓ પોતાના પતિઓને બીજા દેવોને પૂજતાં કરી દેશે. આમ છતાં સુલેમાંન આ સ્ત્રીઓને ચાહતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:2
24 Iomraidhean Croise  

આ જ કારણથી પુરુષ પોતાનાં માતપિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહે છે અને તેઓ બન્‍ને એક દેહ બને છે.


પણ તેનું દિલ યાકોબની પુત્રી દીના પર ચોંટયું હતું અને તે તેના પ્રેમમાં પડયો હતો તેથી તે તેની સાથે હેતથી વાતો કરવા લાગ્યો.


જો કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ શલોમોનને બે વાર દર્શન આપ્યું હતું અને તેને વિધર્મી દેવોની પૂજા નહિ કરવા આજ્ઞા કરી હતી, તોપણ શલોમોને પ્રભુનું માન્યું નહિ, પણ તેમનાથી વિમુખ થઈ ગયો. તેથી પ્રભુ શલોમોન પર રોષે ભરાયા.


હનાનીના પુત્ર દષ્ટા યેહૂએ રાજાને મળીને તેને કહ્યું, “તમારે શા માટે દુષ્ટોને મદદ કરવી જોઈએ? પ્રભુનો તિરસ્કાર કરનારાઓનો પક્ષ શા માટે લેવો જોઈએ? તમારા એ કાર્યથી તમારા પર પ્રભુનો રોષ ઊતર્યો છે.


તે ઇઝરાયલના રાજાઓને અનુસર્યો અને આહાબ રાજાના કુટુંબીજનોની જેમ વર્ત્યો. કારણ, તેણે આહાબની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું,


તમારે તમારી પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવવાં નહિ, તેમ જ તમારે તેમની પુત્રીઓ સાથે લગ્ન કરવાં નહિ. ન તો તમારે તેમની સુખસમૃદ્ધિ માટે કંઈ પ્રયાસ કરવો. તો જ તમે બળવાન થશો, દેશની ઉત્તમ પેદાશ ખાશો અને તમારા વંશજો સદા તેનો વારસો ભોગવતા રહેશે.


હે પ્રભુ, તમને ધિક્કારનારાઓને શું હું ન ધિક્કારું? તમારી વિરુદ્ધ પડનારાઓની શું હું ઘૃણા ન કરું?


“હું તમારા દેશની સરહદ અકાબાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને રણપ્રદેશથી યુફ્રેટિસ નદી સુધી વિસ્તારીશ. હું દેશના રહેવાસીઓ પર પ્રબળ થઈશ. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તેમને હાંકી કાઢશો.


તમે જે દેશમાં જાઓ છો ત્યાંના રહેવાસીઓ સાથે કોઈપણ જાતનો સંધિ-કરાર કરશો નહિ; નહિ તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે.


યહૂદિયાના લોકોએ ઈશ્વરને તેમણે આપેલા વચનનાં ભંગ કરીને યરુશાલેમ તથા સમગ્ર દેશમાં ભયંકર ક્મ કર્યું છે. પ્રભુના પ્રિય મંદિરને તેમણે ભ્રષ્ટ કર્યું છે. વિધર્મી દેવોની પૂજા કરનાર સ્ત્રીઓ સાથે પુરુષોએ લગ્ન કર્યાં છે.


ઈશ્વર આવા દુરાચારીઓને મૃત્યુને યોગ્ય ઠરાવે છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ એવાં ક્મ કરે છે. એટલું જ નહિ, પણ એવાં ક્મ કરનારાઓને માન્ય રાખે છે.


તમારો પ્રેમ સંપૂર્ણ રીતે દંભરહિત હોય. ભૂંડાનો ધિક્કાર કરો; જે સારું છે તેને પકડી રાખો.


છેતરાશો નહિ! દુષ્ટ સોબત સારા ચારિયને બગાડે છે.


પરંતુ તારી વિરુદ્ધ મારે આટલું છે: તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan