Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેઓ મિદ્યાન છોડીને પારાન ગયા, જ્યાં તેમની સાથે થોડાક માણસો જોડાયા હતા. પછી તેઓ મુસાફરી કરતાં કરતાં ઇજિપ્તમાં ફેરો પાસે ગયા. ફેરોએ તેમને થોડી જમીન રહેવાને મકાન અને ખોરાક આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાન ગયા, અને પારાનમાંથી પોતાની સાથે માણસો લઈને તેઓ મિસરના રાજા ફારુન પાસે મિસરમાં આવ્યાં. તેણે એને ઘર આપ્યું, તેને માટે ખોરાકી ઠરાવી આપી ને એને જમીન આપી

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાં તેઓએ થોડા માણસોને ભેગા કર્યા. ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તેઓ મિધાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાંથી તેમણે થોડા માંણસોને ભેગા કર્યા અને ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:18
15 Iomraidhean Croise  

અને સેઇરના પહાડી પ્રદેશના હોરીઓને રણપ્રદેશ પાસેના છેક એલપારાન સુધી તેમનો પીછો કરીને તેમને હરાવ્યા.


અને તેની માતાએ તેને ઇજિપ્તમાંથી પત્ની લાવી આપી.


તેને પેટે અબ્રાહામને આ પુત્રો થયા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશલાક અને શૂઆહ.


મિદ્યાનના પુત્રોનાં નામ આ છે: એફા, એફેર, હનોખ, અબીદા અને એલ્દા. એ બધા કટૂરાના વંશજો હતા.


માત્ર હદાદ અને તેના પિતાના કેટલાક સેવકો બચી ગયા અને છટકીને ઇજિપ્ત નાસી છૂટયા. (તે વખતે હદાદ માત્ર નાનો બાળક હતો)


હદાદે રાજાની સદ્ભાવના સંપાદન કરી લીધી અને રાજાએ પોતાની સાળી, એટલે રાણી તાહ્પનેસની બહેનને હદાદ સાથે પરણાવી. તેને હદાદથી પુત્ર થયો જેનું નામ ગેનુબાથ હતું.


જ્યારે ફેરોને એ વાતની જાણ થઈ ત્યારે તેણે મોશેને મારી નાખવા પ્રયાસ કર્યો. પણ મોશે ફેરો પાસેથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એકવાર તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો.


ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


અને ઇઝરાયલીઓએ સિનાઈના રણપ્રદેશમાંથી પોતાની કૂચ શરૂ કરી. તે પછી પારાનના રણમાં વાદળ પાછું સ્થિર થઈ ગયું.


મોઆબીઓએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ સાંઢ મેદાનના ઘાસને સફાચટ કરી જાય તેમ આ સમુદાય આપણી આસપાસનું બધું ભરખી જશે.”


મિદ્યાની યુવતીની સાથે માર્યા ગયેલા ઇઝરાયલીનું નામ ઝિમ્રી હતું. તે શિમયોનના કુળમાં, કુટુંબના વડા સાલૂનો પુત્ર હતો.


કારણ, તેમણે તેમનાં કાવતરાંથી તમને પરેશાન કર્યા છે અને પયોરના કિસ્સામાં તથા તે પછી ફાટી નીકળેલ રોગચાળા દરમ્યાન મારી નંખાયેલ મિદ્યાની આગેવાનની દીકરી કોઝબીની બાબતમાં તમને ફસાવ્યા છે.”


મોશે અને ઇઝરાયલી લોકોનો સમગ્ર સમુદાય મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે વિલાપ કરતો હતો. ત્યારે તેમની નજર સામે એક ઇઝરાયલી પુરુષ મિદ્યાની યુવતીને લઈને પોતાના તંબૂમાં ગયો.


ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં.


તેણે કહ્યું, “પ્રભુ સિનાઈ પર્વતથી આવ્યા, સૂર્ય ઊગે તેમ અદોમથી તેમના પર પ્રગટયા, પારાન પર્વતથી પોતાના લોક પર પ્રકાશ્યા, દશ હજાર દૂતો પાસેથી આવ્યા, તેમના જમણા હાથમાં તેમને માટે અગ્નિરૂપ નિયમ હતો.


Lean sinn:

Sanasan


Sanasan