Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:13 - પવિત્ર બાઇબલ C.L.

13 વળી, હું તેની પાસેથી આખુંય રાજ્ય નહિ લઈ લઉં; પણ મારા સેવક દાવિદને લીધે અને યરુશાલેમ કે જેને મેં મારું નગર થવા પસંદ કર્યું છે તેને લીધે હું તેની પાસે એક કુળ રહેવા દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તોપણ હું આખું રાજ્ય છીનવી નહિ લઉં, પણ મારા સેવક દાઉદની ખાતર, તથા યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેની ખાતર, હું તારા પુત્રને એક કુળ આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેમ છતાં પણ હું આખું રાજય નહિ લઈ લઉં; પરંતુ હું મારા સેવક દાઉદને તથા યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેને અર્થે હું તારા પુત્રને એક કુળ આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેમ હું આખું રાજય પણ નહિ લઈ લઉં; પરંતુ હું માંરા સેવક દાઉદને માંટે અને માંરી પસંદગીના નગર યરૂશાલેમને માંટે એક કુળ તારા પુત્રોના હાથમાં રહેવા દઈશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:13
32 Iomraidhean Croise  

તેથી પ્રભુએ અદોમના રાજકુટુંબના હદાદને શલોમોનની વિરુદ્ધ ઉશ્કેર્યો.


મારા સેવક દાવિદને લીધે અને સમસ્ત ઇઝરાયલ દેશમાંથી મારા પોતાના નગર તરીકે પસંદ કરેલ નગર યરુશાલેમને લીધે શલોમોન પાસે એક કુળ રહેશે.


શલોમોનના પાપને લીધે હું દાવિદના વંશજોને સજા કરીશ, પણ એ સજા કાયમની નહિ હોય.”


અને રહાબામ માત્ર યહૂદિયામાં વસતા ઇઝરાયલી લોકોનો જ રાજા રહ્યો.


એ સમયથી ઉત્તરના ઇઝરાયલના રાજ્યના લોકો દાવિદના રાજવંશ સામે વિદ્રોહ કરતા રહ્યા છે.


ઇઝરાયલના લોકોએ સાંભળ્યું કે યરોબામ ઇજિપ્તથી પાછો આવ્યો છે ત્યારે તેમણે તેને લોકોની એક સભામાં આમંત્રણ આપ્યું અને તેને રાજા બનાવ્યો. માત્ર યહૂદિયાનું કુળ દાવિદના રાજવંશને વફાદાર રહ્યું.


આ મંદિરનું, એટલે તમારે નામે તમારી ભક્તિને અર્થે તમે પસંદ કરેલા આ સ્થળનું રાતદિવસ લક્ષ રાખો. આ મંદિર તરફ મુખ રાખી પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો.


પણ પ્રભુ તેમના પ્રત્યે ભલા અને દયાળુ હતા. અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સાથેના પોતાના કરારને લીધે પ્રભુએ ઇઝરાયલીઓ પ્રત્યે સદ્ભાવના દાખવીને તેમણે તેમનો નાશ કર્યો નહિ કે તેમને વીસરી ગયા નહિ.


તેથી પ્રભુએ ઇઝરાયલ પર કોપાયમાન થઈ તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા અને માત્ર યહૂદિયાનું કુળરાજ્ય જાળવી રાખ્યું.


મારે પોતાને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનો બચાવ કરીશ.”


પ્રભુએ જ્યાં તેમના નામનું ભજન કરવા ફરમાવ્યું હતું તે યરુશાલેમના મંદિરમાં તેણે વિધર્મી વેદીઓ બંધાવી.


પ્રભુએ કહ્યું, “મેં જેવું ઇઝરાયલને કર્યું તેવું જ હું યહૂદિયાને કરીશ; હું મારી નજર આગળથી યહૂદિયાના લોકોને કાઢી મૂકીશ, અને મેં પસંદ કરેલ યરુશાલેમ શહેરનો અને મારા નામનું ભજન કરવા માટે મેં જેને પસંદ કર્યું હતું તે મંદિરનો હું ત્યાગ કરીશ.”


પણ પ્રભુ યહૂદિયાનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેમણે પોતાના સેવક દાવિદને વચન આપ્યું હતું કે તે હરહંમેશ તેના વંશજોને રાજવારસ પૂરો પાડશે.


પણ પ્રભુ દાવિદનો રાજવંશ ખતમ કરી નાખવા રાજી નહોતા. કારણ, તેમણે દાવિદ સાથે કરાર કર્યો હતો કે, “હું તારા વંશમાં રાજવારસરૂપી દીવો સતત સળગતો રાખીશ.”


હે પ્રભુ, દાવિદને અને તેણે વેઠેલ દુ:ખોને તેના હિતમાં તમે સંભારો.


ત્યાં સિયોનમાં, હું દાવિદના રાજવંશને સત્તારૂઢ કરીશ; હું મારા અભિષિક્ત રાજાનો વંશરૂપી દીપક સળગતો રાખીશ.


હે પ્રભુ, તમારા વિશ્વાસુપણાને લીધે જે પ્રેમ દાવિદ પ્રતિ દર્શાવવાના શપથ તમે લીધા તે પ્રેમ ક્યાં છે?


પલિસ્તીઓ તરફથી મોકલવામાં આવેલા સંદેશકોને અમે શો જવાબ આપીએ? આ જ જવાબ આપીશું: “પ્રભુએ સિયોનને સ્થાપન કર્યું છે અને તેમના પીડિતજનોને ત્યાં આશ્રય મળશે.”


સિયોનનો ન્યાયદત્ત છુટકારો ઝળહળી ઊઠે નહિ ત્યાં સુધી હું મૌન સેવીશ નહિ; યરુશાલેમનો ઉદ્ધાર મશાલની જેમ પ્રદીપ્ત થાય નહિ ત્યાં સુધી હું જંપીશ નહિ.


પ્રભુ યરુશાલેમનો પુનરોદ્ધાર કરીને તેને આખી દુનિયાનું પ્રશંસાપાત્ર નગર ન બનાવે ત્યાં સુધી તેમણે તેમને જંપવા દેવાના નથી.


તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.


પણ સર્વ કુળોને ફાળવેલ પ્રદેશમાંથી તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા માટે અને તેમના વસવાટ માટે જે એક સ્થળ તે પસંદ કરે ત્યાં જ તમારે ભક્તિ માટે એકત્ર થવું અને ત્યાં જ તમારે જવું.


તમારી નેકી કે તમારા સદાચારને લીધે તમે તેમના દેશનો કબજો લેવાના નથી, પરંતુ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબ સાથે શપથપૂર્વક કરેલો કરાર પૂર્ણ કરવા માટે તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી સમક્ષથી હાંકી કાઢે છે.


Lean sinn:

Sanasan


Sanasan