Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 11:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેમણે તેને કહ્યું, “તેં જાણીબૂઝીને મારી સાથેનો તારો કરાર તોડ્યો છે અને મારી આજ્ઞાઓ પાળી નથી. તેથી હું તારી પાસેથી રાજ્ય ઝૂંટવી લઈશ. અને તારા અધિકારીઓમાંથી એકને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માટે યહોવાએ સુલેમાનને કહ્યું, “તેં આ કૃત્ય કર્યું છે, ને મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તને ફરમાવ્યાં હતા તે તેં પાળ્યા નથી, માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂચવી લઈને તારા ચાકરને તે આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેથી ઈશ્વરે સુલેમાનને કહ્યું, “કેમ કે તેં આ કર્યું છે અને આપણી વચ્ચે થયેલા કરાર તથા વિધિઓનું પાલન તેં કર્યું નથી અને મારી આજ્ઞા માની નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા ચાકરને તે આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેથી યહોવાએ તેને કહ્યું, “આપણી વચ્ચે થયેલા કરારોનું પાલન તેં કર્યું નથી અને માંરા હુકમો પાળ્યા નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા સેવકોમાંથી કોઈ એકને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 11:11
16 Iomraidhean Croise  

તેમ છતાં, તારા પિતા દાવિદને લીધે તે હું તારા જીવતાં નહિ કરું, પણ તારા પુત્રના અમલ દરમ્યાન કરીશ.


શલોમોનની વિરુદ્ધ થઈ જનાર બીજો એક માણસ તો તેનો પોતાનો એક અધિકારી એટલે, એફ્રાઈમ પ્રદેશના સરેદાહ નગરના નાબાટનો પુત્ર યરોબામ હતો. તેની માતા સરુયા વિધવા હતી.


એક દિવસે યરોબામ યરુશાલેમથી મુસાફરીએ જઈ રહ્યો હતો ત્યારે શીલોમાંથી ઈશ્વરનો સંદેશવાહક અહિયા તેને રસ્તામાં એકલો મળ્યો.


તેણે યરોબામને કહ્યું, “તારે માટે દસ કટકા લઈ લે, કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફથી તારે માટે આ સંદેશ છે, ‘હું શલોમોન પાસેથી રાજ્ય લઈ લઈશ અને તને દસ કુળો આપીશ.


ઇઝરાયલના લોકોએ સાંભળ્યું કે યરોબામ ઇજિપ્તથી પાછો આવ્યો છે ત્યારે તેમણે તેને લોકોની એક સભામાં આમંત્રણ આપ્યું અને તેને રાજા બનાવ્યો. માત્ર યહૂદિયાનું કુળ દાવિદના રાજવંશને વફાદાર રહ્યું.


તેમણે તેમની સૂચનાઓને આધીન થવાની ના પાડી, તેમના પૂર્વજો સાથે તેમણે કરેલો કરાર તેમણે પાળ્યો નહિ અને તેમણે તેમની ચેતવણીઓ ગણકારી નહિ. તેમણે વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને તેઓ પોતે જ વ્યર્થ બન્યા અને આસપાસની પ્રજાઓનું અનુકરણ નહિ કરવાની પ્રભુ આજ્ઞાનો અનાદર કરીને તેઓ તેમના રિવાજો અનુસર્યા;


પ્રભુએ દાવિદના રાજવંશ હસ્તકથી રાજ્યનું વિભાજન કરીને ઇઝરાયલને જુદું પાડયું, અને ઇઝરાયલીઓએ નબાટના પુત્ર યરોબામને પોતાનો રાજા બનાવ્યો. યરોબામે તેમની પાસે પ્રભુનો ત્યાગ કરાવ્યો અને તેમને ભયંકર પાપમાં પાડયા.


તેમણે ઈશ્વર સાથે કરેલ કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ અનુસાર વર્તવાનો ઇન્કાર કર્યો.


હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે મારો વિદ્રોહ કરવા એકત્ર થયેલ આ દુષ્ટ સમાજની હું આવી દશા કરીશ: આ રણપ્રદેશમાં તમારામાંનો એકેએક માર્યો જશે. હું પ્રભુ, આ બોલું છું.”


Lean sinn:

Sanasan


Sanasan