Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 શલોમોને તેના બધા પ્રશ્ર્નોના જવાબ આપ્યા અને તે તેની આગળ ખુલાસો ન કરી શકે એવો એકેય પ્રશ્ર્ન નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા, જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય, એવી એકે બાબતથી રાજા અજાણ્યો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સુલેમાને તેના તમામ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેણે પૂછેલા તમામ પ્રશ્નોના જવાબો આપવાની જાણકારી સુલેમાન ધરાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 સુલેમાંને તેના તમાંમ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેને માંટે એકેય પ્રશ્ર બહુ મુશ્કેલ ન હતો, તેથી તે તેને બધું જ કહી શક્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 10:3
16 Iomraidhean Croise  

મેં મારા મનમાં કહ્યું કે આપના અભયવચનથી મને જંપ વળશે. આપ નામદાર તો ભલુંભૂંડું પારખવામાં ઈશ્વરના દૂત જેવા છો. ઈશ્વર તમારા પ્રભુ તમારી સાથે રહો.”


આ બનાવને એક નવો વળાંક આપવા માટે જ આપના સેવક યોઆબે આ કાર્ય કર્યું છે. હે રાજા, મારા માલિક, આપ તો ઈશ્વરના દૂત જેવા જ્ઞાની છો અને દેશમાં બનતું બધું જાણો છો.”


શેબાની રાણીએ યાહવેના નામ સંબંધી શલોમોનની કીર્તિ સાંભળી, ત્યારે તે તેની ક્સોટી કરવા અટપટા પ્રશ્ર્નો પૂછવા યરુશાલેમ આવી.


તે પોતાની સાથે અનુચરોના મોટા રસાલા સાથે ઊંટો પર સુગંધીદ્રવ્યો, ઝવેરાત અને પુષ્કળ સોનું લાદીને આવી. તે શલોમોનને મળી ત્યારે તેના મનમાં હતા તે બધા સવાલો તેને પૂછયા.


શેબાની રાણીએ શલોમોનનું જ્ઞાન સાંભળ્યું અને તેણે બાંધેલો રાજમહેલ જોયો.


શલોમોને બધા પ્રશ્ર્નોના ઉત્તર આપ્યા; એવો એક પણ પ્રશ્ર્ન નહોતો કે જેનો તે ખુલાસો કરી ન શકે.


જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે.


હું અંધજનોને તેઓ જાણતા નથી તેવે માર્ગે દોરીશ અને તેમને અપરિચિત રસ્તા પર ચલાવીશ. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં પલટી નાખીશ અને ખાડાટેકરાવાળાં સ્થાનોને સપાટ બનાવી દઈશ. હું એ બધાં કામ કરવાનો છું અને તેમને પડતાં મૂકવાનો નથી.


ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે.


જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે.


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


ખ્રિસ્તમાં જ ડહાપણ અને જ્ઞાનનો સર્વ સંગ્રહ છુપાયેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan