Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 10:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તે પોતાની સાથે અનુચરોના મોટા રસાલા સાથે ઊંટો પર સુગંધીદ્રવ્યો, ઝવેરાત અને પુષ્કળ સોનું લાદીને આવી. તે શલોમોનને મળી ત્યારે તેના મનમાં હતા તે બધા સવાલો તેને પૂછયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે અતિ ભારે રસાલા સાથે, ને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો લાદેલાં ઊંટો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે ઘણા અમલદારો અને ઊંટો લઈને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે પોતાની સાથે મોટો રસાલો, અને લાદેલાં ઊંટો અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઈને યરૂશાલેમ આવી પહોંચી. તેણે સુલેમાંન પાસે આવીને પોતાના મનમાં હતા, તે બધા પ્રશ્ર્નો તેને પૂછયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 10:2
15 Iomraidhean Croise  

પછી અબ્રાહામ સાથે વાત પૂરી કરીને પ્રભુ ચાલ્યા ગયા અને અબ્રાહામ પોતાના તંબુએ પાછો આવ્યો.


પછી તેણે શલોમોન રાજાને બક્ષિસમાં ચાર હજાર કિલો કરતાં વધારે સોનું અને પુષ્કળ પ્રમાણમાં સુગંધીદ્રવ્યો અને ઝવેરાત આપ્યાં. શેબાની રાણીએ તેને જેટલાં સુગંધીદ્રવ્યો આપ્યાં તેટલાં ક્યારેય કોઈના તરફથી મળ્યાં નહોતાં.


શલોમોને તેના બધા પ્રશ્ર્નોના જવાબ આપ્યા અને તે તેની આગળ ખુલાસો ન કરી શકે એવો એકેય પ્રશ્ર્ન નહોતો.


હિઝકિયાએ રાજદૂતોનું સ્વાગત કર્યું અને તેમને પોતાની સઘળી સંપત્તિ એટલે રૂપું, સોનું, તેજાના, અત્તરો અને તેનો સર્વ લશ્કરી શસ્ત્રસંરજામ એ બધું બતાવ્યાં. તેમને પોતાના મહેલમાં કે આખા રાજ્યમાં જે જે ભંડારો હતા તેમાંથી કશું બતાવવાનું બાકી રાખ્યું નહિ.


અરામના રાજાએ તેને કહ્યું, “તો ઇઝરાયલના રાજા પાસે જાઓ; અને તેના પર આ પત્ર લઈ જાઓ.” એમ નામાન ચાંદીના ત્રીસ હજાર સિક્કા, સોનાના છ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રોની દસ જોડ લઇને ઉપડયો.


તેથી નામાન પોતાના ઘોડા અને રથો લઈને ગયો અને એલિશાના ઘરના પ્રવેશદ્વારે ઊભો રહ્યો.


“જો કોઈ તને એક બે શબ્દ કહેવાની હિંમત કરે, તો તારાથી સહન થશે? પણ બોલ્યા વગર તો કોણ રહી શકે?


ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ)


તાર્શીશના તથા દરિયાપારના રાજાઓ તેને નજરાણાં ધરો, અને શેબા તથા શેબાના રાજાઓ તેને ખંડણી ભરો.


દીવાઓ માટે તેલ, અભિષેકના તેલ માટે તથા સુગંધીદાર ધૂપ માટે સુગંધીદ્રવ્યો,


ઈશ્વરનો સંદેશ દક્ષિણના રણપ્રદેશનાં પ્રાણીઓ વિષેનો છે: જ્યાં સિંહ, ઝેરી નાગ અને ઊડતા સર્પ હોય છે એવા વિકટ અને સંકટવાળા પ્રદેશમાં થઈને રાજદૂતો જાય છે. જેની મદદ બિલકુલ વ્યર્થ છે એવા નિરુપયોગી દેશ ઇજિપ્ત માટે તેઓ ગધેડાંની પીઠ પર પોતાની સમૃદ્ધિ અને ઊંટની ખૂંધ પર પોતાનો ખજાનો લઈ જાય છે.


શેબા તથા રામાના વેપારીઓ સર્વોત્તમ મસાલા, મૂલ્યવાન રત્નો, સોનું તથા રૂપું આપીને તારો માલ લેતા.


તેઓ વાતચીત અને ચર્ચા કરતા હતા, એવામાં ઈસુ પોતે નજીક આવ્યા અને તેમની સાથે ચાલવા લાગ્યા.


બીજે દિવસે આગ્રીપા અને બેરનીકે ભારે દબદબા સહિત આવ્યાં અને લશ્કરી અફસરો અને શહેરના અગ્રગણ્ય નાગરિકો સાથે સભાખંડમાં પ્રવેશ્યાં. ફેસ્તસે હુકમ કર્યો એટલે પાઉલને લાવવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan