Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 10:1 - પવિત્ર બાઇબલ C.L.

1 શેબાની રાણીએ યાહવેના નામ સંબંધી શલોમોનની કીર્તિ સાંભળી, ત્યારે તે તેની ક્સોટી કરવા અટપટા પ્રશ્ર્નો પૂછવા યરુશાલેમ આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા‍ પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે શેબાની રાણીએ યહોવાહના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા પ્રશ્નો વડે તેની કસોટી કરવા આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સુલેમાંનની કીર્તિ સાંભળીને શેબાની રાણીએ સુલેમાંનને અટપટા પ્રશ્ર્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરવાનો નિર્ણય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 10:1
28 Iomraidhean Croise  

કુશના પુત્રો: સેબા, હવીલા, સાબ્ના, રાઅમા અને સાબ્તેકા. રાઅમાના પુત્રો: શબા અને દદાન.


યોકશાનના બે પુત્રો હતા: શબા અને દદાન. દદાનના પુત્રો: આશૂરીમ, લટુશીમ, લઉસીમ.


અને ઈશ્વરે તેને આપેલું જ્ઞાન સાંભળવા આખી દુનિયામાંથી લોકો તેની પાસે આવતા.


તે સર્વ માણસો કરતાં જ્ઞાની હતો: એથાન એઝ્રાહી અને માહોલના પુત્રો હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ વિશેષ જ્ઞાની હતો. તેની કીર્તિ પડોશના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ હતી.


સમસ્ત દુનિયાના રાજાઓએ તેના જ્ઞાન વિષે સાંભળ્યું અને તેમણે તેનું સાંભળવા પોતાના માણસોને મોકલ્યા.


અને અદોનીરામને તેમના પર અધિકારી ઠરાવ્યો. તેણે તેમને દસ દસ હજારના ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા. તેમાંના પ્રત્યેક જૂથના માણસો એક માસ લબાનોનમાં ગાળતા અને પછીના બે માસ પાછા ઘેર રહેતા.


ઈશ્વરે માણસોને કહ્યું, ‘પ્રભુનો આદરપૂર્વક ભય રાખવો એ જ સાચું જ્ઞાન છે, દુષ્ટતાથી વિમુખ થવું તે જ સાચી સમજ છે.”


તેમાં નગરના કાફલા પાણીનાં ઝરણાંની શોધ કરે છે, અને શેબાના સોદાગરો તેમને માટે ઝંખે છે.


હું કાન દઈને ઉખાણું સાંભળીશ; અને વીણાવાદન સાથે તેનો ઉકેલ આપીશ.


તાર્શીશના તથા દરિયાપારના રાજાઓ તેને નજરાણાં ધરો, અને શેબા તથા શેબાના રાજાઓ તેને ખંડણી ભરો.


રાજા ચિરંજીવી બનો; શેબાનું સુવર્ણ તેને ધરવામાં આવો, તેને માટે નિરંતર પ્રાર્થના ગુજારવામાં આવો; તેના ઉપર સદા ઈશ્વરની આશિષ ઊતરો.


મિદ્યાન અને એફાથી આવતા ઊંટોના કાફલાથી દેશ છવાઈ જશે. તેઓ શેબાથી સોનું તથા લોબાન લાવશે અને પ્રભુએ કરેલા કાર્યના શુભ સમાચાર પ્રગટ કરશે.


શેબા દેશથી આયાત કરેલા લોબાનની કે દૂર દેશના ધૂપની મારે શી જરૂર છે? અરે, તેમનાં દહનબલિ મને સ્વીકાર્ય નથી અને તેમનાં બલિદાનો મને પસંદ નથી.”


તારા સર્વાંગસંપૂર્ણ સૌંદર્યને લીધે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઇ ગઇ. કારણ, મેં જ તને એ વૈભવ બક્ષ્યો હતો. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


શેબા અને દેદાનના લોકો અને તાર્શિશના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘શું તૂં લૂંટ કરવા આવ્યો છે? શું સોનુરૂપું લૂંટી લેવા, પશુસંપત્તિ અને ધનસંપત્તિ ઉઠાવી જવા તેં તારું સૈન્ય એકઠું કર્યું છે?”


ન્યાયને દિવસે દક્ષિણની રાણી તમને દોષિત ઠરાવશે. કારણ, શલોમોનની જ્ઞાનવાણી સાંભળવા તે ઘણે દૂરથી આવી હતી. પણ હું તમને કહું છું કે અહીં શલોમોન કરતાં પણ મહાન એવો એક છે.


ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે.


સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: હું ઉદાહરણોનો ઉપયોગ કરીને તેમની સાથે વાત કરીશ, અને સૃષ્ટિના સરજનકાળથી જે બાબતો છૂપી છે તે હું જાહેર કરીશ.


તેમની સાથે તે ઉદાહરણો વિના બોલ્યા નહિ. પણ પોતાના શિષ્યોની સાથે એકલા હોય, ત્યારે તે તેમને બધું સમજાવતા.


ન્યાયકાળને દિવસે દક્ષિણની રાણી ઊઠશે અને વર્તમાન સમયના લોકોને દોષિત ઠરાવશે; કારણ, ધરતીના છેડેથી તે શલોમોનનું જ્ઞાનપૂર્ણ શિક્ષણ સાંભળવા આવી હતી. પણ હું તમને કહું છું કે તમારી સમક્ષ એક વ્યક્તિ છે કે જે શલોમોનના કરતાં પણ મહાન છે.


માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan