Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5-6 હવે આબ્શાલોમ મરણ પામ્યો હોવાથી દાવિદ અને રાણી હાગ્ગીથનો પુત્ર અદોનિયા તેમના બાકીના પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર હતો. તે ઘણો સુંદર હતો. દાવિદે તેને કયારેય કોઈ બાબતમાં ઠપકો આપ્યો નહોતો. તેને રાજા બનવાની મહત્વાકાંક્ષા હતી. તેણે પોતાને માટે રથો, ઘોડાઓ અને પચાસ માણસોના રસાલાની વ્યવસ્થા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 એવામાં હાગ્ગીથના દીકરા અદોનિયાએ ગર્વિષ્ઠ થઈને કહ્યું, “ હું રાજા થઈશ.” અને તેણે પોતાને માટે રથો, સવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો ઊભા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે સમયે હાગ્ગીથના દીકરા અદોનિયાએ અભિમાન કરતાં કહ્યું કે, “હું રાજા થઈશ.” તેણે પોતાને માટે રથો, ઘોડેસવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો તૈયાર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તે સમયે દાઉદ અને હાગ્ગીથના પુત્ર અદોનિયાએ પોતાના વૃદ્વ પિતાની જગ્યાએ રાજા થવાની મહત્વાકાંક્ષા રાખી હોવાથી તેણે એક રથ મેળવ્યો, ઘોડા અને પોતાના રસાલા માંટે પચાસ માંણસો મેળવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:5
19 Iomraidhean Croise  

તે પછી આબ્શાલોમે પોતાને માટે રથો, અને ઘોડા તથા પચાસ માણસોને અંગરક્ષકો તરીકે તૈયાર કર્યા.


અદોનિયા, જેની માતા હાગ્ગીથ હતી; શેફાટયા, જેની માતા અબિટાલ હતી;


પછી નાથાને શલોમોનની માતા બાથશેબા પાસે જઈને તેને કહ્યું, “હાગ્ગીથનો પુત્ર રાજા બની બેઠો છે એ શું તમે સાંભળ્યું નથી? વળી, દાવિદ રાજાને તો એની ખબર પણ નથી!


તે ખૂબસૂરત હતી. તે રાજાની સેવા કરતી અને તેમની સંભાળ લેતી, પણ રાજાએ તેની સાથે સમાગમ કર્યો નહિ.


પછી અદોનિયા, જેની માતાનું નામ હાગ્ગીશ હતું, તે શલોમોનની માતા બાથશેબા પાસે ગયો. બાથશેબાએ પૂછયું. “શું તું સદ્ભાવપૂર્વક મળવા આવ્યો છે?”


તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે મારે રાજા બનવાનું હતું; ઇઝરાયલમાં સૌ કોઈની એ અપેક્ષા હતી. પણ એથી ઊલટું જ થયું. મારો ભાઈ રાજા બની ગયો, કારણ, એ પ્રભુની ઇચ્છા હતી.


પ્રભુએ મને મારા પિતાના રાજ્યાસન પર સ્થિર કર્યો છે; તેમણે પોતાનું વચન પાળ્યું છે અને મને અને મારા વંશજોને રાજ્ય આપ્યું છે. હું જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે અદોનિયા આજે જ માર્યો જશે.”


તેમણે મને ઘણા પુત્રો આપ્યા છે, અને તેમણે એ બધામાંથી શલોમોનને પ્રભુના રાજ્ય ઇઝરાયલ પર રાજય કરવા પસંદ કર્યો છે.


દાવિદ રાજાએ આખી સભાને કહ્યું, “ઈશ્વરે મારા પુત્ર શલોમોનને જ પસંદ કર્યો છે, પણ તે હજુ જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે. કારણ, આ તો માણસ માટેનો મહેલ નહિ, પણ પ્રભુનું મંદિર બાંધવાનું છે.


હજી પણ મારા લોકોની સામે પડીને તું તેમને જવા દેતો નથી.


અહંકારનો અંજામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે.


મનમાં ઘમંડ આવે એટલે માણસનું પતન થાય છે, અને સન્માન પામતાં પહેલાં નમ્ર થવું આવશ્યક છે.


તેમનો દેશ સોનાચાંદીથી ભરપૂર છે અને તેમના ખજાનાનો કોઈ પાર નથી. તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેમના રથોનો કોઈ પાર નથી.


કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.”


ઈસુએ કહ્યું, “હું તમને કહું છું કે પેલો ફરોશી નહિ, પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીને પોતાને ઘેર પાછો ગયો. કારણ, જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે, તેને ઊંચો કરવામાં આવશે.”


“તમે શખેમના સર્વ નગરજનોને અંગત રીતે પૂછી જુઓ કે, ‘તમે શું પસંદ કરશો? યરૂબ્બઆલના સિત્તેરેય પુત્રો તમારા પર રાજ કરે તે કે પછી એક જ વ્યક્તિ તમારા પર રાજ કરે તે?’ આટલું યાદ રાખજો કે હું તમારા હાડમાંસનો છું.”


Lean sinn:

Sanasan


Sanasan