Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:48 - પવિત્ર બાઇબલ C.L.

48 ‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. કારણ, તેમણે મારા પછી મારા વંશજને રાજા બનાવ્યો છે, અને એ જોવાને મને જીવતો રાખ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 વળી રાજાએ એમ કહ્યું, “ઇઝરાયલના ઇશ્વર યહોવા જેમણે આજે મારા જોતાં મારા રજ્યાસન પર બેસનાર માણસ મને આપ્યો છે, તેમને ધન્ય હોજો!’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 રાજાએ પણ કહ્યું, ‘ઇઝરાયલના ઈશ્વર યહોવાહ જેમણે આ દિવસે મારા જોતાં મારા રાજ્યાસન પર બેસનાર દીકરો મને આપ્યો છે, તેઓ પ્રશંસાને યોગ્ય છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 અને કહ્યું, ‘ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! માંરા એક વંશજને માંરી રાજગાદી પર બેઠેલો હું માંરી નજરે જોઈ શકયો છું.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:48
26 Iomraidhean Croise  

તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દેનાર સર્વોચ્ચ ઈશ્વરને ધન્ય હો!” ત્યારે અબ્રામે બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો.


પણ યોઆબે રાજાને જવાબ આપ્યો, “રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુ ઈઝરાયલના લોકો અત્યારે છે તે કરતાં તેમને સો ગણા વધારો અને આપ તે જોવા જીવતા રહો. પરંતુ હે રાજા, મારા માલિક, આ બાબતમાં આપને શો રસ છે?”


જ્યારે તું મરણ પામે અને તારા પૂર્વજ પાસે તને દફનાવવામાં આવે ત્યારે હું તારા પુત્રોમાંના એકને રાજા બનાવીશ અને તેનું રાજ્ય સ્થાપીશ.


ત્યારે અદોનિયાના મહેમાનો ગભરાયા અને સૌ ઊઠીને પોતપોતાને રસ્તે પડ્યા.


જ્યાં સુધી મારા વંશજો પોતાના પૂરા દયથી અને જીવથી વિશ્વાસુપણે પ્રભુની આજ્ઞાઓ પાળવામાં કાળજી રાખશે ત્યાં સુધી તેઓ ઇઝરાયલ પર રાજ કરશે એવું પ્રભુનું વરદાન છે. જો તું પ્રભુને આધીન થઈશ, તો તે એ વરદાન પાળશે.


શલોમોને જવાબ આપ્યો, “તમે તમારા સેવક, મારા પિતા દાવિદ પ્રત્યે હમેશાં પ્રેમ રાખ્યો હતો, અને તે તમારી સાથેના સંબંધોમાં સદાચારી, વફાદાર અને પ્રામાણિક હતા. તેમની જગ્યાએ આજે રાજ કરવા માટે પુત્ર આપીને તમે તેમના પ્રત્યે અવિરત અને પુષ્કળ પ્રેમ રાખ્યો છે.


હવે પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે. મારા પિતા પછી હું ઇઝરાયલનો રાજા બન્યો છું અને મેં ઇઝરાયલના ઈશ્વર યાહવેને નામે તેમની ભક્તિ અર્થે મંદિર બાંધ્યું છે.


“હે ઈશ્વર, તમારી દૃષ્ટિમાં એટલું બસ ન હોય તેમ તમે દૂરના ભવિષ્યના મારા વંશજો માટે વચન આપ્યું છે. વળી, તમે મને મહાપુરુષોની પંક્તિમાં ગણો છો!


તેથી આખી જમાતની સમક્ષ પ્રભુની સ્તુતિ કરતાં દાવિદે કહ્યું, “હે યાહવે, અમારા પૂર્વજ ઇઝરાયલના ઈશ્વર, સદા તમારી સ્તુતિ થાઓ!


પછી દાવિદે લોકોને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ કરો!” આખી સભાએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુને તેમજ રાજાને માન આપવા નતમસ્તકે પ્રણામ કર્યા.


યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.”


પ્રતિદિન હું તમને ધન્ય કહીશ; હું સદાસર્વદા તમારા નામની સ્તુતિ કરીશ.


હું સર્વ સમયે પ્રભુને ધન્યવાદ આપીશ, અને મારે મુખે તેમની સ્તુતિનું રટણ નિરંતર રહેશે.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! અનાદિકાળથી અનંતકાળ સુધી તેમને ધન્ય હો! આમીન! આમીન!!


વૃદ્ધોની શોભા તેમનાં પૌત્રપૌત્રીઓ છે; એમ જ સંતાનોનું ગૌરવ તેમના પિતાઓ છે.


રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે.


દાવિદે અબિગાઈલને કહ્યું, “આજે મને મળવા માટે તને મોકલનાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો.


Lean sinn:

Sanasan


Sanasan