૧ રાજા 1:47 - પવિત્ર બાઇબલ C.L.47 વળી, રાજદરબારીઓએ દાવિદ રાજા પાસે જઈને તેમને અભિવંદન કરીને આવું કહ્યું, “ઈશ્વર તમારા કરતાં શલોમોનને વિશેષ ખ્યાતનામ કરો અને તમારા અમલ કરતાં યે શલોમોનના અમલને વિશેષ સમૃદ્ધિવાન કરો.’ દાવિદ રાજાએ પણ પોતાની પથારીમાં માથું નમાવીને આ પ્રમાણે આરાધના કરી: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 વળી રાજાના સેવકોએ આપણા મુરબ્બી દાઉદ રાજાને આશિષ આપવા માટે અંદર આવીને કહ્યું, ’તમારા ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો, ને તમારા રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન મોટું કરો.’ અને રાજાએ પલંગ પર બેઠા બેઠા પ્રણામ કર્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 રાજાના સેવકોએ આપણા માલિક દાઉદ રાજાને આશીર્વાદ આપવા અંદર આવીને કહ્યું, ‘તમારા ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો અને તમારા રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન ઉન્નત બનાવો.’ અને રાજાએ પોતાના પલંગ પર બેઠા થઈને પ્રણામ કર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ47 એટલું જ નહિ, બધા જ દરબારીઓ અને પ્રજાજનો રાજા દાઉદને અભિનંદન આપતાં કહે છે, ‘દેવ સુલેમાંનને તમાંરા કરતા પણ વધુ પ્રસિદ્ધ બનાવે. તમાંરા રાજય કરતાં સુલેમાંનનું રાજ્ય દેવ વધારે પ્રતાપી બનાવો.’ રાજા દાઉદે પલંગમાંથી જ દેવને પ્રણામ કર્યા. Faic an caibideil |