Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:33 - પવિત્ર બાઇબલ C.L.

33 રાજાએ તેમને કહ્યું, “મારા રાજદરબારીઓને તમારી સાથે લઈ જાઓ; મારા પુત્ર શલોમોનને મારા ખચ્ચર પર સવારી કરાવીને ગિહોનના ઝરણાએ લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 રાજાએ તેઓને કહ્યું, ” તમે તમારા ધણીના સેવકોને તમારી સાથે લઇને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 રાજાએ તેઓને કહ્યું, “તમે તમારા માલિકના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 તેણે હુકમ કર્યો, “માંરા અંગરક્ષકોને સાથે લઈ જાઓ, માંરા પુત્ર સુલેમાંનને માંરા ખચ્ચર પર બેસાડો અને તેને ગીહોન લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:33
12 Iomraidhean Croise  

પછી તેને ફેરોથી બીજા દરજ્જાના રથમાં બેસાડીને તેની આગળ “ધૂંટણ ટેકવો” એવો આદેશ પોકારવામાં આવ્યો. આમ, ફેરોએ તેને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો.


એમ નોકરે આબ્શાલોમની સૂચનાઓ પ્રમાણે આમ્નોનને મારી નાખ્યો. દાવિદના બાકીના પુત્રો પોતપોતાના ખચ્ચર પર બેસીને ભાગી છૂટયા.


તેથી સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોએ શલોમોનને દાવિદ રાજાના ખચ્ચર પર બેસાડયો અને તેને ગિહોનના ઝરણાએ લઈ ગયા.


હવે આબ્શાલોમ મરણ પામ્યો હોવાથી દાવિદ અને રાણી હાગ્ગીથનો પુત્ર અદોનિયા તેમના બાકીના પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર હતો. તે ઘણો સુંદર હતો. દાવિદે તેને કયારેય કોઈ બાબતમાં ઠપકો આપ્યો નહોતો. તેને રાજા બનવાની મહત્વાકાંક્ષા હતી. તેણે પોતાને માટે રથો, ઘોડાઓ અને પચાસ માણસોના રસાલાની વ્યવસ્થા કરી.


રાજાએ યોઆબની જગ્યાએ યહોયાદાના પુત્ર બનાયાને સેનાપતિ બનાવ્યો અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યજ્ઞકારપદે નીમ્યો.


એમ એ દિવસે તેમણે પ્રભુની સમક્ષ ખાધુંપીધું અને આનંદ કર્યો. તેમણે શલોમોનને બીજીવાર રાજા તરીકે જાહેર કર્યો. ઈશ્વર યાહવેને નામે તેમણે તેનો રાજા તરીકે અને સાદોકનો યજ્ઞકાર તરીકે અભિષેક કર્યો.


ગિહોનના ઝરણાંને બંધ કરી દઈ યરુશાલેમના કોટની અંદરના ભાગમાં પાણી વાળી લેવા ભૂગર્ભમાંથી સુરંગ કાઢનાર હિઝકિયા રાજા જ હતો. પોતે જે કંઈ કરતો તેમાં તે સફળ થતો.


તે પછી મનાશ્શાએ દાવિદનગરને ગિહોનના ઝરણાની પશ્ર્વિમે ખીણમાં એક સ્થળેથી શરૂ કરી ઉત્તરમાં મચ્છી દરવાજા સુધી બીજો એક બહારનો કોટ બંધાવ્યો; અને નગરના ઓફેલ વિસ્તારને આવરી લેતા કોટની ઊંચાઈ વધારી. યહૂદિયાના પ્રત્યેક કિલ્લાવાળા નગરમાં તેણે સેનાધિકારીઓ મૂક્યા.


“મારી આજ્ઞાઓનું પાલન કરો. એક જાતનાં પ્રાણીઓનું બીજી જાતનાં પ્રાણીઓ પાસે મિશ્ર ગર્ભાધાન કરાવવું નહિ. ખેતરમાં એક સાથે બે જાતનાં બી વાવવાં નહિ. બે જાતના રેસામાંથી વણેલું મિશ્ર કાપડ પહેરવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan