Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:29 - પવિત્ર બાઇબલ C.L.

29 પછી રાજાએ તેને કહ્યું, “મને મારા સર્વ સંકટોમાંથી બચાવનાર જીવંત પ્રભુને નામે તને વચન આપું છું કે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 રાજાએ સમ ખાઈને કહ્યું, “જીવતા યહોવા કે જેમણે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો છે, તેમના સમ કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 રાજાએ સમ ખાઈને કહ્યું, “જે ઈશ્વરે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો તે જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29-30 રાજા દાઉદે કહ્યું કે, “મેં ઇસ્રાએલના દેવ યહોવાને નામે પ્રતિજ્ઞા કરી હતી, તારો પુત્ર સુલેમાંન માંરા પછી રાજા થશે અને માંરી રાજગાદી પર બેસશે. માંરા બધા સંકટોમાંથી મને યહોવાએ ઉગાર્યો છે. હું યહોવાના સોગંદ ખાઉં છું કે આજે હું માંરું વચન પાળીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:29
19 Iomraidhean Croise  

તે આ છોકરાઓને આશિષ આપો. વળી, તેઓ મારે નામે તથા મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાકને નામે ઓળખાઓ અને પૃથ્વી પર તેમનો વંશ પુષ્કળ વૃદ્ધિ પામો.”


પેલા શ્રીમંત પર દાવિદનો ક્રોધ તપી ઊઠયો. તેણે નાથાનને કહ્યું, “હું જીવંત પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે એવું કરનાર માણસ મૃત્યુદંડ પામવાને પાત્ર છે.


દાવિદે તેમને જવાબ આપ્યો, “મને સર્વ સંકટોમાંથી બચાવનાર જીવતા પ્રભુના સમ,


દાવિદ રાજાએ કહ્યું, “બાથશેબાને અંદર આવવા કહો.” તેથી તે આવીને રાજા આગળ ઊભી રહી.


ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


તમારા ઈશ્વર પ્રભુના જીવના સમ ખાઈને કહું છું કે દુનિયાના દેશેદેશમાં રાજાએ તમારી શોધ કરાવી છે. જ્યારે કોઈ દેશનો શાસનર્ક્તા એવોે અહેવાલ આપે કે તમે તેના દેશમાં નથી ત્યારે તમે ત્યાં નથી એવા શપથ આહાબે તે દેશના શાસનર્ક્તા પાસે લેવડાવ્યા છે,


પ્રભુએ મને મારા પિતાના રાજ્યાસન પર સ્થિર કર્યો છે; તેમણે પોતાનું વચન પાળ્યું છે અને મને અને મારા વંશજોને રાજ્ય આપ્યું છે. હું જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે અદોનિયા આજે જ માર્યો જશે.”


સ્ત્રીએ એલિશાને કહ્યું, “પ્રભુના અને તમારા જીવના સમ, હું તમને મૂકીને જવાની નથી.” તેથી એલિશા ઊઠીને તેની સાથે ગયો.


એલિશાએ જવાબ આપ્યો, “જેમની સેવા હું કરું છું તે પ્રભુના જીવના સમ, કે હું કંઈ ભેટ સ્વીકારીશ નહિ.” નામાને એ ભેટ સ્વીકારવા આગ્રહ કર્યો, પણ તેણે માન્યું નહિ.


એવામાં ઈશ્વરભક્ત એલિશાના સેવક ગેહજીએ પોતાના મનમાં કહ્યું, “મારા ગુરુએ નામાનને તેની પાસેથી બદલામાં કશું લીધા વિના જવા દીધો! એ અરામી તેમને જે આપતો હતો તે તેમણે સ્વીકારી લેવાની જરૂર હતી. પ્રભુના જીવના સમ હું તેની પાછળ દોડીશ અને તેની પાસેથી કંઈક મેળવીશ.”


આપણા શત્રુઓના હાથમાંથી આપણને છોડાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


જો મારે સંકટમય માર્ગે ચાલવું પડે તો પણ તમે મારા જીવને સલામત રાખો છો; ક્રોધે ભરાયેલા મારા શત્રુઓ પર તમે તમારો ડાબો હાથ ઉગામશો, અને તમારા પરાક્રમી જમણા ભુજથી મને વિજય અપાવશો.


જુલમ અને હિંસામાંથી તે તેમને મુક્ત કરશે; તેની દષ્ટિમાં તેમના જીવ મૂલ્યવાન છે.


ગિદિયોને કહ્યું, “તે મારા ભાઈઓ, મારા સહોદર હતા. હું શપથપૂર્વક કહું છું કે તમે તેમને મારી નાખ્યા નહોત, તો હું તમને મારી નાખત નહિ.”


ઇઝરાયલના ઉદ્ધારક જીવતા પ્રભુને નામે હું પ્રતિજ્ઞા કરું છું કે મારો પુત્ર યોનાથાન દોષિત હશે તો તેને પણ મારી નાખવામાં આવશે.”


પણ લોકોએ શાઉલને કહ્યું, “શું ઇઝરાયલને આવો મહાન વિજય પમાડનાર યોનાથાનને આજે મારી નાખવામાં આવશે? ના, ના, અમે જીવતા પ્રભુના સોગંદ ખાઈએ છીએ કે તેના માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. તેનું આજનું કાર્ય ઈશ્વરની સહાયથી જ થયું છે.” એમ લોકોએ યોનાથાનને મરતો બચાવ્યો.


યોનાથાનનું સાંભળીને શાઉલે પ્રભુને નામે સોગંદ લીધા કે દાવિદને મારી નાખવામાં નહિ આવે.


પછી હું મારા નોકરને તીર શોધવા મોકલીશ. અને હું તેને કહું કે, ‘જો તીર તારી આ બાજુએ છે, તેમને લઈ લે,’ ત્યારે તો તું સલામત છે અને બહાર આવી શકે છે. હું પ્રભુના જીવના સોગંદ લઉં છું કે તું કોઈ જોખમમાં નથી.


Lean sinn:

Sanasan


Sanasan