Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:25 - પવિત્ર બાઇબલ C.L.

25 તેણે આજે બળદો, ઘેટાંઓ અને માતેલા વાછરડાઓનો યજ્ઞ કર્યો છે. તેણે તમારા પુત્રોને, તમારા સેનાપતિ યોઆબને અને અબ્યાથાર યજ્ઞકારને આમંત્રણ આપ્યું છે, અને અત્યારે તેઓ તેની સાથે મિજબાની માણી રહ્યા છે અને ‘અદોનિયા રાજા અમર રહો,’ એવો સૂત્રોચ્ચાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાંનું બલિદાન આપ્યું છે, ને રાજાના સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને નોતર્યા છે. અને જુઓ, તેઓ તેની આગળ ખાયપીએ છે, અને, ‘ઈશ્વર અદોનિયા રાજાની રક્ષા કરો, ’ એમ પોકારે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ, તથા ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાએ સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને આમંત્રણ આપ્યું છે. તેઓ તેની આગળ ખાય છે અને પીવે છે અને કહે છે, ‘રાજા અદોનિયા ઘણું જીવો!’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 કારણ, આજે તેણે પોતાના રાજયાભિષેકની ઉજવણી માંટે બળદો, અને ઘણાં પુષ્ટ બકરાઓનાં બલિદાન આપ્યાં છે અને તેની ખાણીપીણીમાં તેણે તમાંરા પુત્રો ઉપરાંત લશ્કરના સેનાપતિ અને યાજક અબ્યાથાર, તેઓ તેની સાથે ખાન-પાન કરે છે અને કહે છે. ‘ઇશ્વર રાજા અદોનિયાને ઘણું જીવાડો!’

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:25
19 Iomraidhean Croise  

દાવિદના મિત્ર હુશાયે આબ્શાલોમને મળતાં પોકાર કર્યો, “રાજા ઘણું જીવો, રાજા ઘણું જીવો.”


તેણે ઘણાં બળદો, ઘેટાં અને માતેલા વાછરડાઓનું અર્પણ કર્યું છે. તેણે તમારા પુત્રો, યજ્ઞકાર અબ્યાથાર અને તમારા સેનાપતિ યોઆબને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે, પણ તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી.


પછી તેણે કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારા પછી અદોનિયા રાજા બને અને તમારા રાજ્યાસન પર બિરાજે એવું તમે જાહેર કર્યું છે?


ત્યાં સાદોક અને નાથાન ઇઝરાયલના રાજા તરીકે તેનો અભિષેક કરે. પછી તમે રણશિંગડું વગાડીને “શલોમોન રાજા અમર રહો,” એવો પોકાર કરજો.


સાદોક મુલાકાતમંડપમાંથી તેલનું શિંગડું લાવ્યો હતો; તેણે તે લઈને શલોમોનનો અભિષેક કર્યો. તેમણે રણશિંગડું વગાડયું અને સર્વ લોકોએ પોકાર કર્યો, “શલોમોન રાજા અમર રહો!”


એક દિવસે અદોનિયાએ એન-રોગેલના ઝરણા નજીક ઘેટાં, બળદો અને માતેલા વાછરડાનું અર્પણ કર્યું. તેણે દાવિદ રાજાના અન્ય પુત્રો અને યહૂદિયામાં વસતા રાજાના સર્વ અમલદારોને એ યજ્ઞની મિજબાનીમાં નિમંત્રણ આપ્યું હતું.


તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે મારે રાજા બનવાનું હતું; ઇઝરાયલમાં સૌ કોઈની એ અપેક્ષા હતી. પણ એથી ઊલટું જ થયું. મારો ભાઈ રાજા બની ગયો, કારણ, એ પ્રભુની ઇચ્છા હતી.


પછી યહોયાદા યોઆશને બહાર લઈ આવ્યો, તેના માથા પર મુગટ મૂક્યો અને તેને રાજપદ અંગેના નિયમોની નકલ આપી. પછી યોઆશનો અભિષેક કરી તેને રાજા તરીકે જાહેર કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા અમર રહો!”


પ્રણાલિકા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વારે સ્તંભ પાસે તેણે નવા રાજાને ઊભેલો જોયો. અધિકારીઓ અને રણશિંગા ફૂંકનારા રાજાની ચારે બાજુ ઊભા હતા અને લોકો હર્ષના પોકાર કરતા હતા અને રણશિંગાં વગાડતા હતા. અથાલ્યાએ દુ:ખમાં પોતાનાં વસ્ત્ર ફાડી મોટે અવાજે બોલી ઊઠી, “દગો! દગો!”


તરત જ યેહૂના સાથી અધિકારીઓએ યેહૂને ઊભા રહેવાના પગથિયા ઉપર પોતાના ઝભ્ભા બિછાવી દઈ રણશિંગડું વગાડી પોકાર કર્યો, “યેહૂ રાજા છે!”


તેથી હવે હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ગૌરવી નામની સ્તુતિ કરીએ છીએ.”


બીજે દિવસે તેમણે પ્રભુના માનમાં પશુઓનાં બલિદાન કર્યાં અને પછી લોકોને ખાવા આપ્યાં. વળી, તેમણે એક હજાર આખલા, એક હજાર ઘેટાં, એક હજાર હલવાનનું બલિદાન કર્યું અને વેદી પર તેમનો સંપૂર્ણ દહનબલિ કર્યો. તેઓ દ્રાક્ષાસવનાં પેયાર્પણ પણ લાવ્યા.


પછી યહોયાદાએ યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો અને તેને રાજ્યપદને લગતા નિયમોની નકલ આપી. એમ તેમણે તેને રાજા બનાવ્યો. યહોયાદા યજ્ઞકાર અને તેના પુત્રોએ યોઆશનો અભિષેક કર્યો અને “રાજા અમર રહો.” એવો પોકાર કર્યો.


ઈસુની આગળ તથા પાછળ ચાલતા લોકોએ સૂત્રો પોકાર્યાં,દાવિદપુત્રને હોસાન્‍ના! પ્રભુને નામે આવનારને ઈશ્વર આશિષ આપો! સર્વોચ્ચ સ્થાનોમાં જય જયકાર હો!


તેથી તેણે બીજા નોકરોને આમંત્રિતો પાસે આમ કહીને મોકલ્યા: ’મારું જમણ તૈયાર છે; બળદો અને માતેલાં પશુઓ કાપવામાં આવ્યાં છે. બધું તૈયાર છે. લગ્નજમણમાં જલદી પધારો!’


“પ્રભુને નામે જે રાજા આવે છે તેને ઈશ્વર આશિષ આપો! સ્વર્ગમાં શાંતિ અને ઉચ્ચસ્થાનોમાં જય હો!”


શમુએલે લોકોને કહ્યું, “પ્રભુએ પસંદ કરેલો માણસ આ છે. આપણામાં તેના જેવો બીજો એકેય નથી.” સર્વ લોકોએ પોકાર કર્યો, “રાજા અમર રહો.”


Lean sinn:

Sanasan


Sanasan