Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તમારે તમારી અને તમારા પુત્ર શલોમોનની જિંદગી બચાવવી હોય તો મારી સલાહ માનો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તો હવે કૃપા કરીને અહીં આવો, હું તમને એવી સલાહ આપું કે, તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ ઉગારો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હવે હું તમને એવી સલાહ આપું છું કે તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ બચાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હવે જો તમે તમાંરો અને તમાંરા પુત્ર સુલેમાંનનો જીવ બચાવવા ઇચ્છતા હોય તો માંરી તમને સલાહ છે કે,

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:12
14 Iomraidhean Croise  

તેમને બહાર લાવ્યા પછી એક દૂતે તેમને કહ્યું, “તમારો જીવ લઈને નાસો, પાછા વળીને જોશો નહિ અને ખીણપ્રદેશમાં કોઈ જગ્યાએ ન રોકાતાં પર્વત પર નાસી જાઓ, નહિ તો તમારો પણ નાશ થઈ જશે.”


તાત્કાલિક દાવિદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘હે રાજા, મારા માલિક, તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા બનશે એવું શપથપૂર્વક વચન તમે નહોતું આપ્યું? તો પછી અદોનિયા રાજા કેમ થઈ બેઠો છે?”


જો તમે નહિ કરો, તો તમારુ મૃત્યુ થતાં જ હું અને મારો પુત્ર શલોમોન રાજદ્રોહીઓમાં ખપી જઈશું.”


અહાઝયા રાજાની માતા અથાલ્યાએ તેના પુત્રના ખૂનના સમાચાર સાંભળ્યા કે તેણે રાજકુટુંબના બધા વંશજોને મારી નાખવાનો હુકમ કર્યો.


રાજ્ય પર યહોરામની સત્તા જામી એટલે તેણે પોતાના સર્વ ભાઈઓ અને કેટલાક ઇઝરાયલી અધિકારીઓને પણ મારી નંખાવ્યા.


પોતાનો પુત્ર માર્યો ગયો છે એવું સાંભળતાં જ અહાઝયા રાજાની માતા અથાલ્યાએ યહૂદિયાના સર્વ રાજકુંવરોનો નાશ કરવા હુકમ આપ્યો.


યોગ્ય નેતાગીરીના અભાવે પ્રજાનું પતન થાય છે, પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.


સલાહ મેળવ્યા વિના યોજનાઓ નિષ્ફળ જાય છે, પણ જ્યાં ઘણા સલાહકારો હોય ત્યાં સફળતા સાંપડે છે.


સલાહ મેળવીને આયોજન કરવાથી સફળતા સાંપડે છે, અને ચતુરની સલાહ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી લડાઈમાં ઊતરવું.


સુવાસિત અત્તર અને સુગંધીદાર ધૂપથી હૃદય હર્ષ પામે છે; તેમ મિત્રની હાર્દિક સલાહની મીઠાશ અંતરને આનંદ આપે છે.


યર્મિયાએ સિદકિયાને કહ્યું, “જો હું તને સાચી વાત કહું તો તું મને જરૂર મારી નંખાવીશ, અને જો હું તને સલાહ આપું તો તું તે માનવાનો નથી.”


પણ જ્યારે પેલા ખેડૂતોએ તેના પુત્રને જોયો ત્યારે એકબીજાને કહ્યું, ’આ તો વારસદાર છે. ચાલો, આપણે તેને મારી નાખીએ એટલે તેનો વારસો આપણને મળશે.’


પણ પાઉલે લશ્કરના અધિકારી અને સૈનિકોને કહ્યું, “જો આ ખલાસીઓ વહાણ પર નહિ રહે, તો તમે બચી શકશો નહિ.”


તે પોતાના પિતાને ઘેર ઓફ્રા ગયો, અને ત્યાં તેણે પોતાના સિત્તેર ભાઈઓ, યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્રોને એક જ પથ્થર પર મારી નાખ્યા. પણ યરૂબ્બઆલનો સૌથી નાનો પુત્ર યોથામ બચી ગયો, કારણ કે તે સંતાઈ ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan