Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 5:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઈશ્વર પર પ્રેમ કરવો એટલે જ તેમની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેમની આજ્ઞાઓનું પાલન બહુ અઘરું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે, અને તેમની આજ્ઞાઓ ભારે નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાળવી એ ભારરૂપ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 5:3
26 Iomraidhean Croise  

તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતો અને તેમને અનુસરવાથી પાછો હટયો નહિ, પણ પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞાઓનું તે કાળજીપૂર્વક પાલન કરતો.


તમારાં વચનો સંપૂર્ણ રીતે પરખાયેલાં છે. તમારો આ સેવક તેમના પર પ્રેમ રાખે છે.


હું સંપૂર્ણ સ્વાતંયમાં જીવન જીવીશ; કારણ, મેં તમારા આદેશો ખંતથી શોયા છે.


પરંતુ જેઓ મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેમના સંબંધમાં હજારો પેઢીઓ સુધી હું પ્રેમ દર્શાવું છું.


જ્ઞાન તારા જીવનને આનંદમય બનાવે છે, અને તારા માર્ગમાં તને કલ્યાણ બક્ષે છે.


મેં પ્રભુ મારા ઈશ્વરને પ્રાર્થના કરી અને મારા લોકનાં પાપની કબૂલાત કરી. મેં કહ્યું, “હે પ્રભુ ઈશ્વર, તમે મહાન છો અને અમે તમારું સન્માન કરીએ છીએ. તમે તમારા કરાર વિષે વિશ્વાસુ છો અને તમારા પર પ્રેમ કરનાર અને તમારી આજ્ઞાઓનું પાલન કરનાર સૌ પર તમારો અખંડ પ્રેમ દર્શાવો છો.


હે માનવ, સારું શું છે તે તો પ્રભુએ તને જણાવેલું જ છે. પ્રભુ તો માત્ર આટલું જ માગે છે: ન્યાયપૂર્વક વર્તવું, પ્રેમ દાખવવો અને પ્રભુની સાથે નમ્રતાથી ચાલવું.


તેઓ માણસોની પીઠ પર ભારે બોજ લાદે છે, પણ લોકોને તે બોજ ઊંચકાવવામાં આંગળી સરખીયે અડકાડતા નથી.


“જો તમે મારા પર પ્રેમ કરતા હો, તો તમે મારી આજ્ઞાઓ પાળશો.


જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.


મારી આજ્ઞા પ્રમાણે વર્તો, તો જ તમે મારા મિત્રો છો.


નિયમશાસ્ત્ર તો પવિત્ર છે; અને આજ્ઞા પવિત્ર, સાચી અને સારી છે.


પણ મારા શરીરમાં હું એક બીજા સિદ્ધાંતને કાર્ય કરતો અનુભવું છું.


પણ જેઓ મારા પર પ્રેમ રાખે છે તથા મારી આજ્ઞાઓનું પાલન કરે છે તેમના સંબંધમાં તો તેમની હજારો પેઢીઓ સુધી હું અવિચળ પ્રેમ દર્શાવું છું.


યાદ રાખો કે તમારા ઈશ્વર યાહવે એકમાત્ર ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે. તેમના પર પ્રેમ કરનારાઓ અને તેમની આજ્ઞાઓનું પાલન કરનારાઓના સંબંધમાં તેમની હજારો પેઢીઓ સુધી તે પોતાનો કરાર પાળે છે અને અવિચળ પ્રેમ દર્શાવે છે.


હવે, આવનાર દિવસોમાં હું ઇઝરાયલી લોકો સાથે આ કરાર કરીશ એવું પ્રભુ કહે છે: હું મારા નિયમો તેમના મનમાં મૂકીશ, અને તે તેમના દયપટ પર લખીશ. “હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે.


જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ તો આપણે તેમને ઓળખીએ છીએ તે ખાતરીની વાત છે.


જે પ્રેમ વિષે હું વાત કરું છું તેનો અર્થ તો એ છે કે આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. જે આજ્ઞા તમે શરૂઆતથી જ સાંભળી છે તે આ છે: તમારે સૌએ પ્રેમમાં રહેવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan