Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 5:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તેમની સમક્ષ આપણને હિંમત છે. કારણ, તેમની ઇચ્છા પ્રમાણે આપણે જે કંઈ માગીએ તે તે આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેમના વિષે આપણને જે હિંમત છે તે એ કે જો આપણે તેમની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેના વિષે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ પણ માગીએ, તો તેઓ આપણું સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આપણે દેવ પાસે શંકા વગર આવી શકીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે દેવ પાસે તેની ઈચ્છાનુસાર કંઈ પણ માગીએ તો દેવ આપણને સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 5:14
26 Iomraidhean Croise  

જુલમગારોએ ગરીબો પર એટલો જુલમ કર્યો કે તેમણે ઈશ્વરને પોકાર કર્યો, અને ઈશ્વરે પીડિતોની ફરિયાદ સાંભળી.


તે પોતાના ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે, તે તેમની અરજ સાંભળે છે ને તેમને ઉગારે છે.


હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે.


પ્રભુ નેકીવાનોની અરજ સાંભળે છે, અને તેમનાં સર્વ સંકટોમાંથી તેમને ઉગારે છે.


પ્રભુ ગરીબોનું સાંભળે છે, અને કેદમાં પડેલા પોતાના લોકોને વીસરી જતા નથી.


નેકજનની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે, પણ દુષ્ટો જેનાથી ડરે છે તે વિપત્તિઓ જ તેમના પર આવી પડશે.


પ્રભુ નેકજનની પ્રાર્થના સાંભળે છે, પણ તે દુષ્ટોથી દૂર રહે છે.


તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


જો તમે વિશ્વાસસહિત પ્રાર્થના કરો તો તમે જે કંઈ માગો તે મળશે.


મને ખાતરી છે કે તમે સર્વદા મારું સાંભળો છો. પરંતુ અહીં ઊભેલા લોકો માટે હું આ કહું છું. એ માટે કે તમે મને મોકલ્યો છે એમ તેઓ માને.”


તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ; જેથી પિતાનો મહિમા પુત્ર દ્વારા પ્રગટ થાય.


જો તમે મારામાં વસો અને મારો સંદેશ તમારામાં વસે તો તમે ચાહો તે માગો, અને તે તમને મળશે.


અત્યાર સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો, એટલે તમને મળશે, અને એમ તમારો આનંદ પરિપૂર્ણ થશે.”


સૌ જાણે છે કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી; પણ પોતાના ભક્તનું અને તેમની ઇચ્છા પ્રમાણે ચાલનારનું તે જરૂર સાંભળે છે.


તેમનામાં મેળવાયા હોવાથી અને તેમના પરના આપણા વિશ્વાસ દ્વારા સંપૂર્ણ ખાતરીથી ઈશ્વર સમક્ષ જવાને આપણને સ્વતંત્રતા છે.


તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે.


કારણ, આપણે જે ભરોસો પ્રથમ રાખ્યો હતો તેને ચોક્સાઈથી અંત સુધી પકડી રાખીએ, તો આપણે બધા ખ્રિસ્ત સાથે ભાગીદાર છીએ.


પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


તમે ઈશ્વર પાસે માગો છો પણ મળતું નથી; કારણ, તમે તમારી ભૂંડી ઇચ્છાઓ સંતોષવાના ખોટા ઇરાદાથી માગો છો.


આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે.


મારાં બાળકો, તેમનામાં રહો, જેથી તેમના આગમનના દિવસે આપણામાં હિંમત હોય અને તેમની સમક્ષ શરમને કારણે પોતાને સંતાડવાની જરૂર રહે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan