Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 4:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ દુન્યવી બાબતો વિષે બોલે છે અને દુનિયા તેમનું સાંભળે છે કારણ, તેઓ દુનિયાના છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ જગતના છે; તેથી તેઓ જગત સંબંધી બોલે છે, અને જગત તેઓનું સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ જગતના છે, એ માટે તેઓ જગત વિષે બોલે છે અને જગત તેઓનું સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને પેલા લોકો (જૂઠા પ્રબોધકો) જગતના છે. તેથી જે વાતો તેઓ કહે છે તે જગતની છે. અને જગત તેઓ જે કહે છે તે ધ્યાનથી સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 4:5
15 Iomraidhean Croise  

તમારા મુખના શબ્દોને લીધે હું બીજા માણસોની જેમ વર્ત્યો નથી, હું જુલમીઓના માર્ગને અનુસર્યો નથી.


હું ઇઝરાયલનો ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ તમને ચેતવું છું. તમારી સાથે વસતા તમારા કહેવાતા સંદેશવાહકો કે ભવિષ્યવેત્તાઓથી છેતરાશો નહિ. તમે તમારાં સ્વપ્નોનો અર્થ જાણવાની કોશિષ પણ કરશો નહિ.


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


“આ લોકોને તો એવો સંદેશવાહક જોઈએ છે કે જે જૂઠ અને કપટથી ભરપૂર હોય અને કહેતો ફરે કે, ‘હું ભવિષ્ય ભાખું છું કે તમારે માટે દ્રાક્ષાસવ અને શરાબની રેલમછેલ થશે.’


આવું ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રામાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી; કારણ, પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલાક હોય છે.”


મેં તેમને તમારો સંદેશ પહોંચાડયો છે અને દુનિયા તેમનો તિરસ્કાર કરે છે; કારણ, જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ આ દુનિયાના નથી.


સત્ય દ્વારા તમે પોતાને માટે તેમને અલગ કરો; તમારો સંદેશ સત્ય છે.


જે ઉપરથી ઊતરી આવે છે તે સૌથી મહાન છે. જે પૃથ્વી પરનો છે તે પૃથ્વીનો છે, અને પૃથ્વીની વાતો કહે છે. જે સ્વર્ગમાંથી આવે છે તે સર્વોપરી છે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમે આ પૃથ્વી પરના છો, જ્યારે હું ઉપરથી આવ્યો છું. તમે આ દુનિયાના છો, પરંતુ હું આ દુનિયાનો નથી.


એવો સમય આવશે કે જ્યારે માણસો સાચું શિક્ષણ સાંભળવા માગશે નહિ, પણ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલશે અને તેમના કાનની ખંજવાળ મટાડે તેવા શિક્ષકોનાં ટોળાં ભેગાં કરશે.


તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan