Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઈશ્વરના પવિત્ર આત્માની ખબર આ રીતે પડશે: ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તેવું કબૂલ કરનાર પાસે ઈશ્વરનો આત્મા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર પાસેથી છે; એથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. આત્મા કહે છે, “હું માનુ છું કે ઈસુ તે ખ્રિસ્ત છે જે પૃથ્વી પર આવ્યો અને માનવ બન્યો.” તે આત્મા દેવ તરફથી છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 4:2
10 Iomraidhean Croise  

શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


જે કોઈ ઈશ્વરના આત્માથી દોરાય છે તે “ઈસુ શાપિત થાઓ,” એવું કહી શક્તો જ નથી. તેમ જ પવિત્ર આત્માની દોરવણી વિના “ઈસુ પ્રભુ છે,” એવી કબૂલાત પણ કોઈ કરી શકતું નથી.


બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.


આ જીવન દૃશ્યમાન થયું ત્યારે અમે તેને જોયું; તેથી અમે તેને વિષે સાક્ષી પૂરીએ છીએ. ઈશ્વરપિતા સાથે જે સાર્વકાલિક જીવન હતું અને જે અમને જણાવવામાં આવ્યું તે વિષે અમે તમને કહીએ છીએ.


કારણ, જે કોઈ પુત્રનો ઇનકાર કરે છે તે પિતાનો ઇનકાર કરે છે અને જે કોઈ પુત્રનો સ્વીકાર કરે છે તે પિતાનો પણ સ્વીકાર કરે છે.


ઈસુ ઈશ્વરના પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે તેનામાં ઈશ્વર રહે છે અને તે ઈશ્વરમાં રહે છે.


પણ જે કોઈ ઈસુ વિષેની આ વાતનો ઇનકાર કરે છે તેની પાસે ઈશ્વર તરફથી આવેલો પવિત્ર આત્મા નથી. આ પ્રકારનો આત્મા તો “ખ્રિસ્તના શત્રુ” પાસેથી આવેલો છે. તમે સાંભળ્યું છે કે તે આવશે, ને તે હાલ પણ આ દુનિયામાં છે.


ઈસુ એ જ મસીહ છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરનું સંતાન છે. જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે પિતાનાં અન્ય સંતાન પર પણ પ્રેમ રાખે છે.


દુનિયામાં છેતરનારા ઘણા લોકો નીકળી પડયા છે. ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તે વાતનો તેઓ ઇનકાર કરે છે. એવો માણસ છેતરનારો અને ખ્રિસ્તનો શત્રુ છે.


Lean sinn:

Sanasan


Sanasan