Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 4:17 - પવિત્ર બાઇબલ C.L.

17 ન્યાયને દિવસે આપણને હિંમત રહે તે માટે આપણા જીવનમાં પ્રેમ સંપૂર્ણ કરાતો જાય છે. કારણ, આ દુનિયામાં જેવું ખ્રિસ્તનું જીવન હતું તેવું આપણું પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમ કે જેવા તે છે, તેવા આપણે આ જગતમાં છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત પ્રાપ્ત થાય, કેમ કે જેવા તે છે, તેવા આપણે પણ આ જગતમાં છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જો દેવનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય તો, પછી જ્યારે દેવ આપણો ન્યાય કરશે તે દિવસે આપણે ભયરહિત રહી શકીશું આપણે નિર્ભય રહીશું, કારણ કે આ જગતમાં આપણે તેના (ખ્રિસ્ત કે દેવ) જેવા છીએ.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 4:17
25 Iomraidhean Croise  

હું તમને સાચે જ કહું છું: ન્યાયને દિવસે એ લોકો કરતાં સદોમ અને મોરાના લોકોની દશા વધુ સારી હશે!


તેથી શિષ્ય ગુરુ જેવો અને નોકર શેઠ જેવો બને તો એ ય પૂરતું છે. જો કુટુંબનો વડો બાલઝબૂલ કહેવાયો છે, તો પછી કુટુંબના સભ્યોને તો તેથી પણ વધુ ખરાબ નામથી બોલાવવામાં આવશે.


હું તમને કહું છું: ન્યાયના દિવસે તમારા કરતાં તૂર અને સિદોનના લોકોની દશા વધુ સારી હશે. અને ઓ કાપરનાહુમ, તારે તો આકાશ સુધી ઊંચા થવું હતું ને? તને તો ઊંડાણમાં નાખી દેવામાં આવશે.


હું તમને કહું છું: ન્યાયને દિવસે તેનાં કરતાં સદોમની દશા વધુ સારી હશે.


હું તમને કહું છું: ન્યાયને દિવસે પ્રત્યેક નકામા શબ્દનો તમારે જવાબ આપવો પડશે.


મેં જે કહ્યું તે યાદ રાખો: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.’ જો એ લોકોએ મને દુ:ખ દીધું, તો તેઓ તમને પણ દુ:ખ દેશે. જો તેઓ મારો ઉપદેશ પાળશે તો તેઓ તમારો ઉપદેશ પણ પાળશે.


જે મહિમા તમે મને આપ્યો તે જ મેં તેમને આપ્યો છે; જેથી તેઓ એક થાય.


જેમને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા, તેઓ આબેહૂબ તેમના પુત્રના જેવા જ બને, તે માટે તેમને અલગ કર્યા; જેથી ઈશ્વરપુત્ર ઘણા ભાઈઓમાં સૌથી મોટા થાય.


દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે.


કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.


તમે સમજી શક્તા નથી? એમ થવામાં તેનાં વિશ્વાસ અને કાર્યો બન્‍ને હતાં. તેનાં કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ બન્યો.


અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.


હાલમાં અસ્તિત્વ ધરાવતાં આકાશ અને પૃથ્વીને પણ તેમનો અગ્નિથી નાશ થાય તે માટે એ જ ઈશ્વરની આજ્ઞા વડે નિભાવી રાખવામાં આવ્યાં છે; નાસ્તિકોને પણ તેમનો ન્યાય કરવામાં આવે અને તેમનો નાશ થાય તે દિવસને માટે રાખી મૂકવામાં આવ્યા છે.


મારાં બાળકો, તેમનામાં રહો, જેથી તેમના આગમનના દિવસે આપણામાં હિંમત હોય અને તેમની સમક્ષ શરમને કારણે પોતાને સંતાડવાની જરૂર રહે નહિ.


પણ જે કોઈ તેમની આજ્ઞાઓ પાળે છે તેનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ સંપૂર્ણ કરવામાં આવેલો છે. આપણે ઈશ્વરની સાથે ચાલીએ છીએ તેની ખાતરી આ રીતે થઈ શકે છે:


જે કોઈ કહે છે કે તે ઈશ્વરની સાથે ચાલે છે તેણે ઈસુ ખ્રિસ્ત જેમ જીવ્યા તેમ જીવવું જોઈએ.


જુઓ, ઈશ્વરપિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યો છે! તેમનો પ્રેમ એટલો મહાન છે કે આપણને ઈશ્વરનાં સંતાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ, હકીક્તમાં આપણે તેમનાં સંતાન છીએ. આથી દુનિયા આપણને ઓળખતી નથી. કારણ, તે ઈશ્વરને પણ ઓળખતી નથી.


ખ્રિસ્તમાં આવી આશા રાખનાર જેમ ખ્રિસ્ત શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ રાખે છે.


બાળકો, કોઈ તમને છેતરી જાય નહિ! જેમ ખ્રિસ્ત ન્યાયી છે તેમ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ પણ ન્યાયી છે.


ઈશ્વરને કોઈએ કદી જોયા નથી. જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને આપણામાં તેમનો પ્રેમ સંપૂર્ણ થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan