Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 3:7 - પવિત્ર બાઇબલ C.L.

7 બાળકો, કોઈ તમને છેતરી જાય નહિ! જેમ ખ્રિસ્ત ન્યાયી છે તેમ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ પણ ન્યાયી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 બાળકો, કોઈ તમને ભમાવે નહિ; જેમ તેઓ ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 વહાલાં બાળકો, કોઈ તમને ખોટા રસ્તે દોરે નહિ. ખ્રિસ્ત ન્યાયી છે. ખ્રિસ્તની જેમ સારા થવા માટે, વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 3:7
28 Iomraidhean Croise  

પ્રામાણિકપણે વર્તન કરનારને અને સર્વસમધ્યે નેકી પ્રમાણે ચાલનારને ધન્ય છે.


તમને નેકી પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે તેથી જ ઈશ્વરે, તમારા ઈશ્વરે તમારા સૌ સાથીઓમાંથી તમને પસંદ કરી આનંદના તેલથી તમારો અભિષેક કર્યો છે.


ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવામાં તમે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ કરતાં ચડિયાતા માલૂમ પડો તો જ તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામવાને યોગ્ય બનશો.


અને નિર્ભયપણે તેમની સેવા કરીએ.


તેમની બીક રાખનાર અને સુકૃત્ય કરનાર તેમને સ્વીકાર્ય છે, પછી ભલેને તે કોઈપણ જાતિનો કેમ ન હોય!


કારણ, નિયમશાસ્ત્ર સાંભળનારા નહિ, પણ તેને આધીન થનારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવે છે.


શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,


કોઈ તમને મૂર્ખ શબ્દોથી છેતરી જાય નહિ. એવાં કાર્યો કરી ઈશ્વરને આધીન નહિ થનારા લોકો પર ઈશ્વરનો કોપ આવશે.


કારણ, પ્રકાશનાં ફળરૂપે જ ભલાઈ, ન્યાયીપણું અને સત્યતા આવે છે.


અને ઈશ્વરનાં મહિમા અને સ્તુતિને અર્થે સદ્ભાવનાનાં સારાં ફળ જે માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે જ આવે છે તેથી તમે ભરપૂર થાઓ.


પરંતુ પુત્ર માટે ઈશ્વર કહે છે:


અબ્રાહામે મળેલી બધી લૂંટમાંથી તેને દશમો ભાગ આપ્યો. (મેલ્ખીસેદેકના નામનો મૂળ અર્થ “ન્યાયદક્ષ રાજા” થાય છે. વળી, તે શાલેમનો રાજા હતો તેથી તેના નામનો બીજો અર્થ “શાંતિનો રાજા” પણ થાય છે).


ઈશ્વરનો સંદેશ અનુસરો; તેને માત્ર સાંભળીને તમારી જાતને છેતરો નહિ.


ઈશ્વર એક જ છે એવું તમે માનો છો? તો તે સારી વાત છે. દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને બીકથી ધ્રૂજે છે.


ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે.


મારાં બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું. પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વરપિતા સમક્ષ આપણી હિમાયત કરનાર છે; એ તો ઈસુ ખ્રિસ્ત છે, જે સાચા અને ઈશ્વરને સ્વીકાર્ય છે.


તમને જેઓ છેતરવાનો પ્રયત્ન કરે છે તેમને લક્ષમાં રાખીને હું તમને આ લખું છું.


ખ્રિસ્ત ન્યાયી છે તે તમે જાણો છો અને તેથી એ પણ જાણો કે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ ઈશ્વરનું સંતાન છે.


મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોથી કે જીભથી હોવો ન જોઈએ, પણ કૃત્યોમાં દેખાવો જોઈએ અને સાચો હોવો જોઈએ.


ખ્રિસ્તમાં આવી આશા રાખનાર જેમ ખ્રિસ્ત શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ રાખે છે.


ન્યાયને દિવસે આપણને હિંમત રહે તે માટે આપણા જીવનમાં પ્રેમ સંપૂર્ણ કરાતો જાય છે. કારણ, આ દુનિયામાં જેવું ખ્રિસ્તનું જીવન હતું તેવું આપણું પણ છે.


Lean sinn:

Sanasan


Sanasan