Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 3:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જે કોઈ પાપ કરે છે તે ઈશ્વરના નિયમનો ભંગ કરવા સંબંધી દોષિત છે, કારણ, નિયમભંગ તે પાપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જે પાપ કરે છે, તે દરેક નિયમભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમભંગ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દરેક જે પાપ કરે છે, તે નિયમભંગ પણ કરે છે. કેમ કે પાપ એ જ નિયમભંગ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તે દેવના નિયમને તોડે છે. હા, પાપ કરવુ તે દેવના નિયમ વિરુંધ્ધ જીવવા જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 3:4
17 Iomraidhean Croise  

તો પણ તમે તમારા લોકની પ્રાર્થનાઓ સાંભળજો. એ દેશમાં તેઓ પોતે કેવા પાપી અને દુષ્ટ બન્યા એવી કબૂલાત કરતાં પસ્તાવો કરે અને તમને પ્રાર્થના કરે, તો હે પ્રભુ, તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો.


પ્રભુને વફાદાર નહિ હોવાને લીધે શાઉલ મરણ પામ્યો. પ્રભુની આજ્ઞાનો અનાદર કરીને તેણે મૃતાત્માને સાધીને માર્ગદર્શન આપનારની સલાહ લેવાનો પ્રયાસ કર્યો;


પછી ઈશ્વરના આત્માએ યહોયાદા યજ્ઞકારના પુત્ર ઝખાર્યાનો કબજો લીધો. પછી તેણે લોકો સમક્ષ ઊભા રહીને તેમને કહ્યું: “પ્રભુ ઈશ્વર પૂછે છે કે મારી આજ્ઞાઓ ઉથાપીને તમે શા માટે પોતા પર આપત્તિ વહોરી લો છો? તમે પ્રભુનો ત્યાગ કર્યો છે માટે તેમણે પણ તમારો ત્યાગ કર્યો છે!”


તેને જોરજુલમથી અને અદાલતી કાર્યપ્રણાલી વિના લઈ જવામાં આવ્યો. તેના જમાનાના લોકમાંથી કોને એ વાતનો ખ્યાલ આવ્યો કે, મારા લોકના અપરાધને લીધે તેને મૃત્યુદંડ દેવાયો અને જીવતાઓની ભૂમિ પરથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો.


સર્વ ઇઝરાયલીઓએ તમારા નિયમનો ભંગ કર્યો છે. અને તેઓ તમારા કહેવા પ્રમાણે વર્ત્યા નથી. અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી જ તમારા સેવક મોશેના નિયમશાસ્ત્રમાં લખેલા શાપ અમારા પર ઊતર્યા છે.


કારણ, તેણે પ્રભુના નિયમને તુચ્છ ગણ્યો છે અને તેમની આજ્ઞા તોડી છે. તે માણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો. તેના દોષની જવાબદારી તેને પોતાને શિરે રહે.


આથી જે કોઈ નાનામાં નાની આજ્ઞા પણ તોડશે અને બીજાઓને એવું કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં સૌથી નાનો કહેવાશે. એથી ઊલટું, જે નિયમશાસ્ત્ર પાળશે અને બીજાઓને પણ તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં મોટો કહેવાશે.


પાઉલે તેને કહ્યું, “ઓ દંભી! ઈશ્વર જરૂર તને મારશે. નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવાને તું ત્યાં બેઠો છે, અને છતાં મને મારવાનો હુકમ કરીને તું જ નિયમ તોડે છે!”


કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરીને કોઈ માણસ ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવતું નથી. નિયમશાસ્ત્ર તો માણસોને ફક્ત પાપનું ભાન કરાવે છે.


નિયમશાસ્ત્ર તો ઈશ્વરનો કોપ લાવે છે. પણ જ્યાં નિયમ નથી, ત્યાં નિયમભંગ થતો નથી.


મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે.


વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેનાં પાપની ક્ષમા આપશે.


સર્વ દુરાચાર પાપ છે અને મરણકારક નથી તેવું પણ પાપ છે.


શાઉલે જવાબ આપ્યો, “મેં પાપ કર્યું છે. પ્રભુની આજ્ઞા અને તમારી સૂચનાઓનું મેં પાલન કર્યું નથી. મારા માણસોથી ગભરાઈને તેમની ઈચ્છા પ્રમાણે મેં કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan