Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 3:13 - પવિત્ર બાઇબલ C.L.

13 આથી મારા ભાઈઓ, જો દુનિયાના લોકો તમને ધિક્કારે તો તેથી નવાઈ પામશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ભાઈઓ, જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી આશ્ચર્ય ન પામો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ભાઈઓ, જો માનવજગત તમારો દ્વેષ કરે તો તમે આશ્ચર્ય ન પામો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ભાઈઓ અને બહેનો, આ જગતના લોકો જ્યારે તમને ધિક્કારે ત્યાંરે નવાઈ પામશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 3:13
18 Iomraidhean Croise  

નેકજનો માટે કપટ આચરનારા ઘૃણાસ્પદ છે; તેમ જ દુષ્ટો સજ્જનોને ઘૃણાસ્પદ ગણે છે.


જો તું કોઈ રાજ્યમાં ગરીબો પર જુલમ થતો જુએ અને તેમના ન્યાય અને હક્ક ઊંધા વળાતા જુએ તો તેથી તું આશ્ર્વર્ય પામીશ નહિ; કારણ, ત્યાં દરેક અધિકારીને તેના ઉપરી અધિકારીનું રક્ષણ હોય છે અને તે બન્‍નેને તેમના સૌથી મોટા અધિકારીનું રક્ષણ હોય છે.


મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.


ત્યાર પછી તમારી ધરપકડ કરવામાં આવશે અને સજા પામવા માટે તમે સત્તાધારીઓને સોંપી દેવાશો અને તમને મોતની સજા થશે. મારા નામને લીધે બધી જાઓ તમને ધિક્કારશે.


મારે લીધે સૌ કોઈ તમારો તિરસ્કાર કરશે. પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.


મારે લીધે પ્રજાઓ તમારો તિરસ્કાર કરશે.


“માનવપુત્રને લીધે માણસો તમારો તિરસ્કાર કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે અને તમને દુષ્ટ કહે ત્યારે તમને ધન્ય છે.


તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.


આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.”


મેં તેમને તમારો સંદેશ પહોંચાડયો છે અને દુનિયા તેમનો તિરસ્કાર કરે છે; કારણ, જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ આ દુનિયાના નથી.


તમારે બધાએ ઉપરથી જન્મ પામવો જોઈએ એમ હું કહું છું તેથી આશ્ર્વર્ય પામશો નહિ.


દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું.


લોકોને જોઈને પિતરે કહ્યું, “ઓ ઇઝરાયલના માણસો, તમે આ બાબતથી કેમ આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા છો? તમે અમારી તરફ કેમ તાકી રહ્યા છો? તમે એમ માનો છો કે અમે અમારી પોતાની શક્તિ કે સિદ્ધિથી આ માણસને ચાલતો કર્યો છે?


માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે; કારણ, તે ઈશ્વરના નિયમને આધીન થતો નથી. હકીક્તમાં તો, તે આધીન થઈ શક્તો જ નથી.


જો કે ખ્રિસ્ત ઈસુના અનુયાયી હોવાને લીધે ભક્તિમય જીવન જીવનારાઓની સતાવણી તો થવાની જ.


હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.


દૂતે મને પૂછયું, “તું આશ્ર્વર્યમાં કેમ પડી ગયો? તે સ્ત્રીનો અને તેને વહન કરનાર સાત માથાં અને દશ શિંગડાંવાળા પશુનો ગુપ્ત અર્થ હું તને સમજાવીશ.


Lean sinn:

Sanasan


Sanasan