Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 જે કોઈ કહે છે કે તે ઈશ્વરની સાથે ચાલે છે તેણે ઈસુ ખ્રિસ્ત જેમ જીવ્યા તેમ જીવવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “હું તેમનામાં રહું છું, ” એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું ઈશ્વરમાં રહું છું એમ જે કહે છે તેણે જેમ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જો કોઈ વ્યક્તિ કહે કે તે દેવમાં જીવે છે, તો પછી તેણે ઈસુ જેવું જીવન જીવ્યો તેવું જીવન જીવવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 2:6
14 Iomraidhean Croise  

ઈશ્વરની ઉદ્ધારક શક્તિ તેમની આગળ ચાલશે અને સુંદરતા તેમનાં પગલામાં અનુસરશે.


મારી ઝૂંસરી ઉપાડો અને મારી પાસેથી શીખો. કારણ, હું હૃદયનો દીન અને નમ્ર છું, અને તમારા જીવને આરામ મળશે.


મેં તમને નમૂનો આપ્યો છે; જેથી તમારે માટે મેં જે કર્યું, તે તમે પણ કરો.


જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.


જેમ હું ખ્રિસ્તનું અનુકરણ કરું છું તેમ તમે મારું અનુકરણ કરો.


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


દુ:ખ સહન કરવાને માટે જ ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. કારણ, તમે ખ્રિસ્તને પગલે ચાલો તે માટે તેમણે દુ:ખ સહન કરીને તમને નમૂનો આપ્યો છે.


મારાં બાળકો, તેમનામાં રહો, જેથી તેમના આગમનના દિવસે આપણામાં હિંમત હોય અને તેમની સમક્ષ શરમને કારણે પોતાને સંતાડવાની જરૂર રહે નહિ.


જો કોઈ કહે, “હું તેમને ઓળખું છું,” પણ તેમની આજ્ઞાઓને આધીન થતો નથી તો એવો માણસ બિલકુલ જૂઠો છે અને તેનામાં સત્ય નથી.


જે કોઈ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. ઈશ્વરે આપેલા પવિત્ર આત્મા દ્વારા આપણને ખબર પડે છે કે તે આપણામાં રહે છે.


તેથી જે કોઈ ખ્રિસ્તમાં રહે છે તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ. પણ જે કોઈ પાપમાં રહેવાનું ચાલુ રાખે તેણે ખ્રિસ્તને કદીએ જોયા નથી કે ઓળખ્યા નથી.


ન્યાયને દિવસે આપણને હિંમત રહે તે માટે આપણા જીવનમાં પ્રેમ સંપૂર્ણ કરાતો જાય છે. કારણ, આ દુનિયામાં જેવું ખ્રિસ્તનું જીવન હતું તેવું આપણું પણ છે.


Lean sinn:

Sanasan


Sanasan