Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 2:18 - પવિત્ર બાઇબલ C.L.

18 મારાં બાળકો, અંતનો સમય આવી પહોંચ્યો છે. ખ્રિસ્તનો શત્રુ આવશે, એવું તમને જણાવવામાં આવ્યું હતું. અને હાલ ખ્રિસ્તના ઘણા શત્રુ પ્રગટ થયા છે. તેથી આપણને ખબર પડે છે કે અંત આવી પહોંચ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 બાળકો, આ છેલ્‍લી ઘડી છે. ખ્રિસ્તવિરોધી આવનાર છે, એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્તવિરોધીઓ ઘણા થયા છે, એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્‍લી ઘડી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 મારાં વહાલાં બાળકો, અંત નજીક છે! તમે સાંભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે ખ્રિસ્તવિરોધીઓ ઘણાં અહીં છે. તેથી અમે જાણીએ છીએ કે હવે અંત નજીક છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 2:18
24 Iomraidhean Croise  

વળી, ઘણા જુઠ્ઠા સંદેશવાહકો જાહેરમાં આવશે અને ઘણાને ભરમાવશે.


કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો આવશે. શકાય હોય તો ઈશ્વરના પસંદ કરેલા લોકને પણ છેતરવાને માટે તેઓ મહાન ચિહ્નો અને અદ્‌ભૂત કાર્યો કરી બતાવશે.


કારણ, ’હું મસીહ છું,’ એમ કહેતા મારું નામ લઈને ઘણા આવશે અને ઘણાઓને ભમાવશે.


‘હું તે જ છું,’ એમ કહેતા ઘણા મારે નામે આવશે અને ઘણાને છેતરી જશે.


પછી ઈસુએ તેમને કહ્યું, “જુવાનો, શું તમે એક પણ માછલી પકડી નથી?” તેમણે જવાબ આપ્યો, “ના”


તમારે તેમ કરવાની જરૂર છે; કારણ, આ કેવો સમય છે તે તમે જાણો છો. હાલ તમારે ઊંઘમાંથી જાગવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે વિશ્વાસ કર્યો, ત્યારના કરતાં હાલ આપણો ઉદ્ધાર વધુ નજીક છે.


રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે; દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારનાં દુષ્ટ કામો કરવાનું બંધ કરી દઈએ. પ્રકાશનાં શસ્ત્રો સજી લઈએ.


પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે. તેમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નીમ્યા છે.


ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ ઈસુને પસંદ કર્યા હતા અને તેમને તમારે માટે આ છેલ્લા દિવસોમાં પ્રગટ કર્યા છે.


અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.


સર્વનો અંત પાસે આવી પહોંચ્યો છે. તેથી તમે પ્રાર્થના કરી શકો તે માટે તમારે સંયમી અને જાગૃત બનવું જોઈએ.


ભૂતકાળમાં લોકો મયે જૂઠા સંદેશવાહકો ઊભા થયા હતા, અને તમારી મયે પણ તે જ પ્રમાણે જૂઠા શિક્ષકો ઊભા થશે. તેઓ વિનાશકારક જૂઠા સિદ્ધાંતો શીખવશે, તેમનો ઉદ્ધાર કરનાર પ્રભુનો નકાર કરશે


સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે,


તો હવે જૂઠો કોણ છે? ઈસુ તે ખ્રિસ્ત નથી એવું કહેનાર જ જૂઠો છે. એ જ “ખ્રિસ્તનો શત્રુ” છે. તે ઈશ્વરપિતા અને ઈશ્વરપુત્રનો ઇન્કાર કરે છે.


મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


પણ જે કોઈ ઈસુ વિષેની આ વાતનો ઇનકાર કરે છે તેની પાસે ઈશ્વર તરફથી આવેલો પવિત્ર આત્મા નથી. આ પ્રકારનો આત્મા તો “ખ્રિસ્તના શત્રુ” પાસેથી આવેલો છે. તમે સાંભળ્યું છે કે તે આવશે, ને તે હાલ પણ આ દુનિયામાં છે.


દુનિયામાં છેતરનારા ઘણા લોકો નીકળી પડયા છે. ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તે વાતનો તેઓ ઇનકાર કરે છે. એવો માણસ છેતરનારો અને ખ્રિસ્તનો શત્રુ છે.


તેમણે કહ્યું હતું, “અંતિમ દિવસોમાં તમારી મશ્કરી ઉડાવનારા માણસો ઊભા થશે, અને તેઓ પોતાની અપવિત્ર વાસનાઓ પ્રમાણે ચાલશે.”


Lean sinn:

Sanasan


Sanasan