Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 2:14 - પવિત્ર બાઇબલ C.L.

14 બાળકો, હું તમને લખું છું, કારણ, તમે ઈશ્વરપિતાને ઓળખો છો. પિતાઓ, હું તમને લખું છું, કારણ, પ્રારંભથી અસ્તિત્વ ધરાવનારને તમે ઓળખો છો. યુવાનો, હું તમને લખું છું, કારણ, તમે બળવાન છો, તમારામાં ઈશ્વરનું વચન રહે છે અને તમે દુષ્ટને હરાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પિતાઓ, મેં તમને લખ્યું છે, કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે, કારણ કે તમે બળવાન છો, અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, ને તમે દુષ્ટને જીત્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, અને તમે દુષ્ટને હરાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 બાળકો હું તમને લખું છું, કારણ કે તમે પિતાને ઓળખો છો. પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી ત્યાં હતો તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે. કારણ કે તમે બળવાન છો; દેવનું વચન તમારામાં છે, અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 2:14
18 Iomraidhean Croise  

હું તમારી વિરુદ્ધ પાપ ન કરું તે માટે મેં તમારો સંદેશ મારા હૃદયમાં સંઘરી રાખ્યો છે.


જો તમે મારામાં વસો અને મારો સંદેશ તમારામાં વસે તો તમે ચાહો તે માગો, અને તે તમને મળશે.


કારણ, તેમણે જેને મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કર્યો નથી.


તેથી તેમના પર વિશ્વાસ મૂકનાર યહૂદીઓને તેમણે કહ્યું, “જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો.


મને ખબર છે કે તમે અબ્રાહામના વંશજો છો. છતાં મારું શિક્ષણ નહિ સ્વીકારવાને લીધે તમે મને મારી નાખવા માગો છો.


અંતમાં, પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાક્તવાન બનો.


ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું.


ઈશ્વરના મહિમાવંત સામર્થ્યથી મળતી સર્વ તાક્ત વડે તમે બળવાન થાઓ કે જેથી તમે સર્વ બાબતો આનંદપૂર્વક ધીરજથી સહન કરી શકો.


ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.


મારા પુત્ર, ખ્રિસ્ત ઈસુમાં મેળવાવા દ્વારા આપણને આપવામાં આવેલી કૃપાની મારફતે બળવાન થા.


હવે, આવનાર દિવસોમાં હું ઇઝરાયલી લોકો સાથે આ કરાર કરીશ એવું પ્રભુ કહે છે: હું મારા નિયમો તેમના મનમાં મૂકીશ, અને તે તેમના દયપટ પર લખીશ. “હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે.


અમે તમારા પર જીવનના શબ્દ વિષે લખીએ છીએ. તેનું અસ્તિત્વ શરૂઆતથી જ હતું. અમે તેને વિષે સાંભળ્યું છે અને અમારી પોતાની આંખે તે જોયું છે. અમે તે જોયું છે અને અમારા હાથે તેનો સ્પર્શ કરેલો છે.


જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ અને આપણે તેમનો સંદેશો આપણા જીવનમાં ઉતાર્યો નથી.


પિતાઓ, હું તમને લખું છું, કારણ, પ્રારંભથી જ અસ્તિત્વ ધરાવનારને તમે ઓળખો છો. યુવાનો, હું તમને લખું છું, કારણ, તમે દુષ્ટને હરાવ્યો છે.


કારણ, સત્ય આપણામાં રહે છે, અને હંમેશાં રહેશે.


કેટલાક ભાઈઓએ આવીને જણાવ્યું કે તું સત્યમાં ખૂબ જ વિશ્વાસુ છે, ત્યારે મને પુષ્કળ આનંદ થયો. આમ તો તું સત્યને હંમેશાં અનુસરે છે.


મારા નામને લીધે તેં ધીરજથી સહન કર્યું છે અને બોજ ઉઠાવ્યો છે, અને નાસીપાસ થયો નથી.


પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેમને સાંભળવાને કાન હોય તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે, તેને હું ઈશ્વરના પારાદૈસમાંના જીવનવૃક્ષનું ફળ ખાવા આપીશ.”


Lean sinn:

Sanasan


Sanasan