Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 2:10 - પવિત્ર બાઇબલ C.L.

10 જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ કરે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં બીજાને ઠોકર ખાવાનું કારણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે, તે પ્રકાશમાં રહે છે, અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરે છે તો તે પ્રકાશમાં જીવે છે, અને તે વ્યક્તિમાં એવું કશું નથી જેથી તે ખોટું કરી શકે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 2:10
14 Iomraidhean Croise  

તમારા નિયમ પર પ્રેમ રાખનારનું સંપૂર્ણ કલ્યાણ થાય છે; તેમને ઠોકર ખાવાને કોઈ કારણ નથી.


આવો, આપણે પ્રભુને જાણવાનો ખંતથી યત્ન કરીએ. તેમનું આગમન સૂર્યોદય જેટલું ચોક્ક સ છે અને પૃથ્વીને ભીંજવનાર પાછલા વરસાદની માફક તે આપણી પાસે આવશે.


પણ તે સંદેશો તેમનામાં ઊંડે સુધી ઊતરતો નથી, અને તેઓ ઝાઝું ટક્તા નથી. સંદેશાને લીધે જ્યારે વિપત્તિ કે સતાવણી આવે છે ત્યારે તેઓ પાછા પડી જાય છે.


કેટલીક વસ્તુઓ માણસોને પ્રલોભનમાં નાખનારી હોય છે. દુનિયાને માટે તે કેવી અફસોસની વાત છે! પ્રલોભન તો સદા આવ્યાં કરવાનાં, પણ જેની મારફતે તે આવે છે તેને અફસોસ!


ઈસુએ કહ્યું, “શું દિવસમાં બાર કલાક નથી હોતા? જો કોઈ દિવસે ચાલે તો તે ઠોકર ખાતો નથી; કારણ, આ દુનિયાનો પ્રકાશ તે જુએ છે.


ઈસુએ જવાબ આપ્યો, “હજી થોડો સમય પ્રકાશ તમારી પાસે છે. એ પ્રકાશ છે ત્યાં સુધી ચાલતા રહો; જેથી અંધકાર તમારા પર આવી પડે નહિ. અંધકારમાં ચાલનારને પોતે ક્યાં જાય છે તેની ખબર હોતી નથી.


તેથી તેમના પર વિશ્વાસ મૂકનાર યહૂદીઓને તેમણે કહ્યું, “જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો.


આપણે એકબીજાનો ન્યાય કરવાનો બંધ કરીએ. એને બદલે, એવો નિર્ણય કરીએ કે આપણે આપણા ભાઈને ઠોકરરૂપ થઈએ નહિ, અને તે પાપમાં પડે એવું કંઈ કાર્ય કરીએ નહિ.


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પસંદ કરી શકો અને એમ તમે ખ્રિસ્તના આગમનના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ;


તેથી મારા ભાઈઓ, ઈશ્વરે તમને સાચેસાચ આમંત્રણ આપ્યું છે અને પસંદ કર્યા છે એવું દર્શાવવા તમારાથી બનતા બધા પ્રયત્ન કરો. જો તમે આમ કરશો તો તમારું કદી પતન થશે નહિ.


પણ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરે છે તે અંધકારમાં છે; તે અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તેની તેને ખબર નથી. કારણ, અંધકારે તેને આંધળો બનાવી દીધો છે.


આપણે આપણા ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ તે પરથી આપણને ખબર છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. જે કોઈ પ્રેમ કરતો નથી તે હજી મરણમાં જ છે.


Lean sinn:

Sanasan


Sanasan