Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ઈશ્વરના પુત્ર મારફતે અમે જે સંદેશો સાંભળ્યો અને જે અમે તમને જાહેર કરીએ છીએ તે આ છે: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હવે જે સંદેશો અમે તેમના મોંથી સાંભળ્યો છે, અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે, અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અમે દેવ પાસેથી સાચો સંદેશો સાંભળ્યો છે. હવે અમે તે તમને કહીએ છીએ દેવ પ્રકાશ છે. દેવમાં અંધકાર નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 1:5
19 Iomraidhean Croise  

તો અંધકાર પણ તમારે માટે અંધકારમય નથી, અને રાત્રિ પણ દિવસની જેમ પ્રકાશે છે. તમારે માટે તો અંધકાર પણ પ્રકાશ સમાન છે.


પ્રભુ મારો પ્રકાશ અને મારો ઉદ્ધાર છે! મને કોનો ડર લાગે? પ્રભુ મારા જીવન રક્ષક છે; હું કોનાથી ભય પામું?


કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે અને તમારા પ્રકાશને લીધે અમે પ્રકાશ જોઈશું.


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


હે યાકોબના વંશજો, ચાલો, આપણે પ્રભુના પ્રકાશમાં ચાલીએ.


હવે પછી તને પ્રકાશ આપવા દિવસે સૂર્યની કે રાત્રે ચંદ્રની જરૂર પડશે નહિ; કારણ, હું પ્રભુ તારો કાયમનો પ્રકાશ બની રહીશ. હું તારો ઈશ્વર તારું ગૌરવ બની રહીશ.


તે ગહન અને માર્મિક વાતો પ્રગટ કરે છે; અંધકારમાં છુપાયેલી બાબતો પણ તે જાણે છે. તેમની આસપાસ પ્રકાશ હોય છે.


યરુશાલેમમાંના યહૂદી અધિકારીઓએ યજ્ઞકારોને અને લેવીઓને યોહાન પાસે મોકલીને તેને પુછાવ્યું, “તમારી ઓળખાણ આપશો?”


શબ્દ જીવનનું ઉદ્ભવસ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું.


ખરો પ્રકાશ તો એ હતો કે જે દુનિયામાં આવે છે અને સઘળા માણસો પર પ્રકાશે છે.


ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.”


હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.”


કારણ, પ્રભુ પાસેથી પરંપરાગત પ્રાપ્ત થયેલી વાત મેં તમને ય પહોંચાડી છે; એટલે કે, પ્રભુ ઈસુની ધરપકડ થઈ તે રાત્રે તેમણે રોટલી લીધી,


માત્ર તે જ અવિનાશી છે, કોઈથી પાસે જઈ ના શકાય તેવા પ્રકાશમાં રહે છે; કોઈએ તેમને કદી જોયા નથી અને જોઈ શકતું પણ નથી. તેમને મહિમા અને સાર્વકાલિક અધિકાર હો; આમીન.


દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી એટલે, સર્વ પ્રકાશના ઉદ્ભવસ્થાન, સ્વયંપ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે; તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી.


શરૂઆતથી જ તમે જે સંદેશો સાંભળ્યો છે તે આ છે: આપણે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ.


નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે.


હવે પછી રાત પડશે નહિ, અને તેમને દીવાના કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. કારણ, ઈશ્વર પ્રભુ પોતે જ તેમનો પ્રકાશ છે અને તેઓ રાજાઓ તરીકે સદાસર્વકાળ રાજ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan