Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 9:5 - પવિત્ર બાઇબલ C.L.

5 બીજા પ્રેષિતો, પિતર કે પ્રભુના ભાઈઓની માફક મને પણ ખ્રિસ્તી પત્ની સાથે લઈને ફરવાનો હકક નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાની જેમ મને પણ વિશ્વાસી સ્‍ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 શું જેવો બીજા પ્રેરિતોને, પ્રભુના ભાઈઓને તથા કેફાને છે તેવો મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈ ફરવાનો અધિકાર નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યાત્રા દરમ્યાન વિશ્વાસી પત્નીને આપણી સાથે લાવવાનો આપણને અધિકાર છે. શું નથી? બીજા પ્રેરિતો, અને પ્રભુના ભાઈઓ અને કેફા બધા જ આમ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 9:5
25 Iomraidhean Croise  

હે મારી પ્રિયા, મારી નવોઢા, તું તો પ્રતિબંધિત વાડી, અંગત વાટિકા અને ખાનગી ઝરા જેવી છે.


શું તે પેલા સુથારનો પુત્ર નથી? શું મિર્યામ તેની માતા નથી? અને યાકોબ, યોસેફ, સિમોન અને યહૂદા તેના ભાઈઓ નથી?


ઈસુ પિતરને ઘેર ગયા. ત્યાં પિતરની સાસુને તાવ આવ્યો હોવાથી તે પથારીવશ હતી.


સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી. ઈસુ ત્યાં ગયા એટલે તરત જ લોકોએ તેને વિષે ઈસુને વાત કરી.


શું એ તો સુથાર, મિર્યામનો પુત્ર તથા યાકોબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં રહેતી નથી?” એમ તેમણે તેમનો ઇનકાર કર્યો.


માથ્થી અને થોમા, આલ્ફીનો પુત્ર યાકોબ અને સિમોન (જે ધર્માવેશી કહેવાતો હતો),


કોઈએ ઈસુને કહ્યું, “તમારાં મા અને ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માગે છે.”


પછી તે સિમોનને ઈસુની પાસે લઈ ગયો. ઈસુએ સિમોન પર દૃષ્ટિ ઠેરવતાં કહ્યું, “યોહાનના દીકરા સિમોન, તું ‘કેફા’ (એટલે કે ‘પિતર’ અર્થાત્ ખડક) કહેવાશે.”


આ પછી ઈસુ અને તેમનાં મા, તેમના ભાઈઓ અને શિષ્યો કાપરનાહૂમ ગયાં અને થોડા દિવસ ત્યાં રહ્યાં.


ત્યાં તેઓ, ઈસુનાં મા મિર્યામ, તેમના ભાઈઓ અને બીજી સ્ત્રીઓ સમૂહપ્રાર્થના કરવા વારંવાર એકત્ર થતાં હતાં.


કેંખ્રિયાની મંડળીની સેવિકા તથા આપણી બહેન ફેબીને માટે હું ભલામણ કરું છું.


મારા કહેવાનો અર્થ એ છે કે, તમે દરેક જુદી જુદી વાત કરો છો: કોઈ કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું આપોલસના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું તો કેફાસ(પિતર)ના પક્ષનો છું;” અને વળી કોઈ કહે છે, “હું તો ખ્રિસ્તના જ પક્ષનો છું!”


જો અવિશ્વાસી જીવનસાથી તેના ખ્રિસ્તી જીવનસાથી સાથે રહેવા રાજી ન હોય તો તેને છૂટો થવા દે. આવા કિસ્સાઓમાં ખ્રિસ્તી પતિ કે પત્ની યોગ્ય પગલું ભરવાને સ્વતંત્ર છે.


પતિ જીવંત હોય ત્યાં સુધી પરણેલી સ્ત્રી સ્વતંત્ર નથી. પણ પતિના મૃત્યુ પછી પોતાની પસંદગી મુજબના માણસ સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ એ માણસ વિશ્વાસી હોવો જોઈએ.


હકીક્તમાં તો બધાં માણસો મારા જેવાં હોય તેવી મારી ઇચ્છા છે. પણ ઈશ્વરે દરેકને એક યા બીજા પ્રકારનું ખાસ કૃપાદાન આપેલું હોય છે.


હવે હું અપરિણીતો તથા વિાુર- વિધવાઓ માટે લખું છું: જેમ હું એકલો રહું છું, તેમ તમે એકલાં રહો એ સારું છે.


ત્યારે પણ પ્રભુના ભાઈ યાકોબ સિવાય બીજા કોઈ પ્રેષિતને હું મળ્યો નહોતો.


અયક્ષ તો નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. વળી, તે સંયમી, સમજદાર, વ્યવસ્થિત રહેનાર, અજાણ્યાનો સત્કાર કરનાર, સમર્થ શિક્ષક,


લગ્ન ન કરવું જોઈએ અને અમુક ખોરાક ન ખાવો જોઈએ તેવું આ માણસો શીખવે છે. પણ વિશ્વાસીઓ અને સત્યને જાણનારાઓએ આભારની પ્રાર્થના કરી, ઈશ્વરે ઉત્પન્‍ન કરેલો ખોરાક ખાવો જોઈએ.


મોટી ઉંમરની સ્ત્રીઓને માતા જેવી અને યુવતીઓને સર્વ પવિત્રતામાં બહેનો જેવી ગણ.


આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ.


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


Lean sinn:

Sanasan


Sanasan