Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 9:24 - પવિત્ર બાઇબલ C.L.

24 શું તમે નથી જાણતા કે દોડવાની શરતમાં બધા દોડનારા જ ભાગ લે છે, પણ ઇનામ ફક્ત એકને જ મળે છે? તમે પણ એવું દોડો કે તમને ઇનામ મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો [ઇનામ મેળવવા] દોડે છે, તોપણ એકને જ ઇનામ મળે છે? એમ દોડો કે તમને મળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 શું તમે નથી જાણતા કે શરતમાં દોડનારાં સર્વ તો ઇનામને માટે દોડે છે, પણ ઇનામ એકને જ મળે છે? તમે એવું દોડો કે ઈનામ તમને મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તમે જાણો છો કે દરેક દોડનાર સ્પર્ધામાં દોડે છે, પરંતુ માત્ર એકજ દોડનાર પુરસ્કૃત થાય છે. તેથી તે રીતે દોડો. વિજયી થવા દોડો!

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 9:24
18 Iomraidhean Croise  

શયનખંડમાંથી નીકળતા વરરાજાની જેમ સૂર્ય સવારે નીકળે છે; સશક્ત દોડવીરની જેમ પોતાની દોડ આનંદથી દોડે છે.


વળી, આ દુનિયામાં મેં એવું પણ નિરીક્ષણ કર્યું કે ઝડપી દોડનાર જ હમેશાં શરતમાં વિજયી બને અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.


પ્રભુએ ઉત્તર આપ્યો, “હે યર્મિયા, જો તું માણસો સાથેની શરતદોડમાં થાકી જાય છે, તો પછી તું ઘોડાઓ સાથે કઈ રીતે હરીફાઈ કરી શકે? જો તું સલામત પ્રદેશમાં નિર્ભય રહી શક્તો નથી, તો યર્દન નદીની ગીચ ઝાડીમાં તારું શું થશે?


“હું સંદેશવાહકો સાથે બોલ્યો અને તેમને ઘણાં દર્શનો આપ્યાં. સંદેશવાહકો દ્વારા મારા લોકોને મેં ચેતવ્યા છે.


તમે આટલું તો જાણો છો કે જ્યારે કોઈને આધીન થવા તમે તમારી જાતને ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જે માલિકને આધીન થાઓ છો, તેના તમે ગુલામ છો - એટલે પાપના, કે જેનું પરિણામ મરણ છે; અથવા આજ્ઞાપાલનના, કે જેને પરિણામે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થવાય છે.


તમને ખબર છે કે મંદિરમાં ક્મ કરનાર માણસોને મંદિરમાંથી ખોરાક મળે છે અને વેદી પર બલિદાન ચઢાવનારને અર્પણમાંથી ભાગ મળે છે.


આ બધું હું શુભસંદેશને ખાતર કરું છું; જેથી તેની આશિષમાં મને ભાગ મળે.


આથી હું લક્ષ્ય વગર દોડતો નથી. એટલે, હું મુક્કાબાજી કરનારા જેવો છું, પણ મુક્કાબાજી કરનાર પોતાની મુક્કીઓ હવામાં મારશે નહિ.


મારે ત્યાં જવું જ જોઈએ એવું ઈશ્વરે મને પ્રગટ કર્યું હોવાથી હું ગયો હતો. પ્રતિષ્ઠિત આગેવાનો સાથેની ખાનગી સભામાં હું બિનયહૂદીઓને જે શુભસંદેશ પ્રગટ કરું છું તે મેં તેમને સમજાવ્યો કે જેથી મારું ભૂતકાળનું અને હાલનું સેવાકાર્ય નક્મું ન જાય.


તમે બહુ સારી દોડ દોડી રહ્યા હતા! તો સત્યને આધીન થતાં તમને કોણે અટકાવ્યા?


જો તમે તેમ કરો, તો ખ્રિસ્તના આગમનના દિવસે મને અભિમાન કરવાનું કારણ મળશે કે મારો પ્રયત્ન અને મારું કાર્ય નિરર્થક ગયાં નથી.


એ સર્વ બાબતો મેં પ્રાપ્ત કરી લીધી છે, કે હું સંપૂર્ણ થઈ ગયો છું એવો મારો દાવો નથી. પણ હું એને માટે આગળ ધપી રહ્યો છું, કારણ, ખ્રિસ્ત ઈસુએ મને એ મેળવવા માટે જીતી લીધો છે.


તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું, એ માટે કે મને ઈનામ મળે. એ ઈનામ તો ખ્રિસ્ત ઈસુની મારફતે ઉપરના જીવન માટે ઈશ્વરનું આમંત્રણ છે.


નમ્રતાનો દેખાવ કરીને સ્વેચ્છાપૂર્વક વર્તનાર અને દૂતોની ભક્તિ પર ભાર મૂકનાર કોઈ માણસ તમારામાં ધુસણખોરી કરીને તમને ઈનામ માટે અયોગ્ય ન ઠરાવે. તેને જેનું દર્શન થયું નથી એવી બાબતો વિશે તે પોતાના દુન્યવી મનથી વ્યર્થ ફૂલાશ મારે છે,


વાદળાંની જેમ આ સાક્ષીઓની મોટી ભીડથી આપણે ઘેરાઈ ગયા છીએ. તેથી માર્ગમાંની પ્રત્યેક અવરોધરૂપ બાબતથી અને આપણને વળગી રહેનાર પાપથી આપણે મુક્ત થઈએ અને આપણે માટે ઠરાવેલી સ્પર્ધામાં ખંતપૂર્વક દોડીએ.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


હું તરત જ આવું છું. વિજયના તારા ઇનામને કોઈ ઝૂંટવી ન લે તે માટે તારી પાસે જે છે તેને વળગી રહે.


Lean sinn:

Sanasan


Sanasan